31 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે BRTS બસના 4 રૂટમાં કરાયો ફેરફાર

|

Dec 31, 2024 | 8:57 PM

આજે 31 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

31 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે BRTS બસના 4 રૂટમાં કરાયો ફેરફાર

Follow us on

સુરતમાં ટ્રાફિકના નિયમોનો કડકાઈથી અમલ કરવો પડશે. જાહેર રસ્તા પર થુંકનારાઓ સામે થશે FIR. તો હેલ્મેટ પણ ફરજિયાત પહેરવું પડશે. કડીમાં કચરા પેટીમાં મૃતદેહ લઈ જવાતો હોવાનો વીડિયો વાયરલ. શબ વાહિની કે અન્ય વાહનની કોઈ વ્યવસ્થા નહીં,,,પાલિકા ઓફિસરે તપાસ કરી કાર્યવાહીની આપી ખાતરી. આણંદના તારાપુરમાંથી બોગસ નોટો ઝડપાઈ. ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાના લખાણવાળી નોટો સાથે 4 આરોપીઓ ઝડપાયા..17 લાખની નોટો કરી કબજે. BZ કૌભાંડમાં CIDની તપાસ. 11 હજાર લોકોએ BZમાં કર્યુ રોકાણ..ભૂપેન્દ્રએ સર્વર બનાવ્યુ તેનો પણ ડેટા રિકવર કરવાનું કામ ચાલુ. RBIએ 2024-25માં દેશનો GDP ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ કર્યો વ્યક્ત. આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે GDP ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના. આપ સરકારનો વધુ એક મોટો નિર્ણય..મહિલાઓને જોઈને બસ નહીં રોકે તો ડ્રાઈવર-કંડક્ટરને કરાશે સસ્પેન્ડ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Dec 2024 08:32 PM (IST)

    જૂનાગઢમાં પ્રથમવાર સાત અંગોનુ કરાયુ દાન, ગ્રીન કોરિડોરથી અમદાવાદ પહોચાડાશે

    જૂનાગઢમાં બ્રેઇન ડેડ જાહેર થયેલ શીલાબેન ચાંચડિયા (ઉ.43) ના સાત અંગોનું દાન કરવામાં આવ્યું છે. હૃદય, ફેફસાં, લીવર,, બન્ને આંખ અને બન્ને કિડની મળી કુલ સાત અંગોને ખાસ ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ લવાશે. જૂનાગઢની
    રિબર્થ હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર દ્વારા હ્રદય અને ફેફસાના અંગો પહોંચાડવામાં આવશે. અન્ય એકમાં અમદાવાદ સુધી બાય રોડ ગ્રીન કોરિડોર દ્વારા લીવર અને કિડની પહોંચાડવામાં આવશે. આ સાત અંગ દાનથી અન્ય સાત લોકોને નવી જિંદગી મળશે.

     

  • 31 Dec 2024 08:28 PM (IST)

    ખટોદરા પોલીસે મહારાષ્ટ્રથી ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલની આડમાં લાવવામાં આવેલ 2.52 લાખનો દારુ પકડ્યો

    સુરત 31 ડિસેમ્બરને પગલે સુરત પોલીસની ભીંસ વધતા બુટલેગરો દ્વારા શહેરમાં હેમખેમ રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જેનો દાખલો સુરતના ખટોદરા વિસ્તારમાં જોવા મળ્યો છે.ખટોદરા પોલીસે મહારાષ્ટ્ર થી ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલ ની આડમાં લાવવામાં આવેલ 2.52 લાખથી વધુની મત્તા ના વિદેશી દારૂના જથ્થા સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે.


  • 31 Dec 2024 08:25 PM (IST)

    ગોંડલ નજીક ગુંદાળા અને પાટીદડ ગામ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનુ મોત

    રાજકોટના ગોંડલ નજીક ગુંદાળા અને પાટીદડ ગામ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનુ મોત થયું છે. ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 નું મોત થયું છે જ્યારે અન્ય 1 ને ઇજા પહોચી છે. બાઇક ચાલક શંભુ સોલંકી રહે મોટા ઉમવાળાનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. જ્યારે બાઇક સવાર ભરત પોપટભાઈ કાડેજાને ઇજા થવા પામી છે. જેને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો છે.

  • 31 Dec 2024 07:28 PM (IST)

    સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે BRTS બસના 4 રૂટમાં કરાયો ફેરફાર

    અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના ભાગરૂપે, સારંગપુર રેલવે ઓવરબ્રિજ આગામી 2 ફેબ્રુઆરીથી વાહનોની અવરજવર માટે દોઢ વર્ષ સુધી બંધ કરવામાં આવનાર છે. જેના કારણે, BRTS બસના કેટલાક રૂટમાં ફેરફાર કરાયો છે. BRTSના ચાર રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે BRTSના 2 સ્ટેશન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.

    1) 02 – ઓઢવ એસપી રિંગ રોડ – ઇસ્કોન ક્રોસ રોડ

    2) 11- ઓઢવ એસપી રિંગ રોડ – એલડી એન્જિનિયરિંગ કોલેજ

    3) 01/ S & E સોમા ટેકસ્ટાઈલથી મણિનગર

    4) 14/S & E ઓઢવ એસપી રિંગ રોડથી સારંગપુર દરવાજા

    તમામ 4 રૂટની બસ, રખિયાલ નારાયણા હોસ્પિટલ થઈ રખિયાલ ચાર રસ્તાથી સુખરામનગર, ન્યુકોટન મીલ થઈને ખોખરા અનુપમ બ્રિજથી અણુવ્રત સર્કલ થઈ ન્યુ ક્લોથ માર્કેટ ત્રણ રસ્તા થઈને રાયપુર દરવાજા બહાર BRTSના માર્ગે આગળ જશે

    BRTSના રૂટ ડાયવર્ઝનને કારણે સારંગપુર રખિયાલ વચ્ચે આવતા કુલ 2 BRTS બસ સ્ટેશન ખાતેની બસ સેવા બંધ થશે.

    1. પટેલ મીલ

    2. રખિયાલ ચાર રસ્તા

  • 31 Dec 2024 07:05 PM (IST)

    ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરીને છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપી દિલ્હીથી ઝડપાયો

    ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરીને ફરાર થઈ ગયેલ આરોપી 16 વર્ષ બાદ પોલીસને હાથ લાગ્યો છે. પંચમહાલ, અરવલ્લી અને અમદાવાદના પાંચ ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપી ભરત ઉર્ફે કમલેશ મહેશ્વરીની દિલ્હીથી ઝડપાયો છે. પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીની SMC એ ધરપકડ કરી છે.

  • 31 Dec 2024 07:02 PM (IST)

    અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે 16માંથી 14 આયોજકોને અપાઈ મંજૂરી

    31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સહીતના વિવિધ વિભાગો સમક્ષ 16 આયોજકોએ મંજૂરી માંગી હતી. જે પૈકી પોલીસે, ફાયર, લાઉડસ્પીકર સહિતના નિયમોને આધિન 14 આયોજકોને મંજૂરી આપી છે. આ 16 આયોજકોએ પોલીસ સમક્ષ સમયમર્યાદામાં મંજૂરી માંગી હતી. પરંતુ આજે 31મી ડિસેમ્બરના સાંજે 4 વાગ્યા સુધી મંજૂરી ના અપાતા આયોજકોનો શ્વાસ અધ્ધર થઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવરાત્રી સમયે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે છેલ્લી ઘડીએ નવરાત્રીના વ્યવસાયિક આયોજકોને મંજૂરી આપી હતી.

     

  • 31 Dec 2024 05:10 PM (IST)

    ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ, જુઓ વીડિયો

    ન્યૂઝીલેન્ડે નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું. ઓકલેન્ડમાં આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નવા વર્ષને લઈને ઉત્સાહનો માહોલ છે.

  • 31 Dec 2024 04:35 PM (IST)

    ભાજપે જિલ્લા-શહેર પ્રમુખ માટે નક્કી કર્યા માપદંડ, 10 જાન્યુઆરી સુધી 50 ટકાથી વધુ શહેર પ્રમુખોની કરાશે જાહેરાત

    ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કર્યા છે. 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં પૂર્વ હોદ્દેદાર રહ્યાં હોવા જરૂરી છે. આ ઉપરાંત 2 વખત ભાજપનો સક્રિય સભ્ય હોવા પણ જરૂરી હોવાનું ઠરાવવામાં આવ્યું છે. જો કે કેટલાક કિસ્સામાં માપદંડમાં છૂટછાટ અપાઇ શકે છે. 3 જાન્યુઆરીથી પ્રમુખોની વરણીને લઇ કવાયત હાથ ધરાશે. 8 મનપા અને 33 જિલ્લાના પ્રમુખોની વરણીને લઇ મંથન ચાલી રહ્યું છે. આગામી 10 જાન્યુઆરી સુધીમાં 50 ટકાથી વધુ શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે.

  • 31 Dec 2024 04:30 PM (IST)

    વ્યાજખોરના ત્રાસથી મોરબીના ટંકારાના ખેડૂતનો આપઘાત

    વ્યાજખોરના ત્રાસથી મોરબીના ટંકારાના ખેડૂતે આપઘાત કર્યો છે. ગોપાલ ચીકણી નામના ખેડૂતે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. વ્યાજ ચૂકવ્યું છતાં જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ખેડૂતે ભર્યું અંતિમ પગલું. મૃતકની પત્નીએ ટંકારા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. વ્યાજખોર ભગવાન ખાંડેખા, રાહુલ સાવસેટા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 31 Dec 2024 03:40 PM (IST)

    અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ વેચતા 2 ઝડપાયા

    અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલનું ઓનલાઈન વેચાણ કરનારા 2 વ્યક્તિને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર ચાઈનીઝ તુક્કલના વેચાણ માટેની પોસ્ટ મુકી હતી.  સાયબર ક્રાઈમને ધ્યાને આવતા ખરીદી કરવાના બહાને પોસ્ટ કરનારને બોલાવ્યા હતા. મકરબા સરકારી ચાવડી પાસેથી બન્ને વ્યક્તિઓ 60 ચાઈનીઝ તુક્કલ સાથે ઝડપાઈ ગયા હતા. ધ્રુવ પટેલ અને મોહીત બુલચંદાનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

  • 31 Dec 2024 03:27 PM (IST)

    હિંમતનગરની શેર લીસ્ટેડ કંપનીના 100 કરોડથી વધારેના ગોટાળા અંગે સેબી દ્વારા મંગાયો ખુલાસો

    સાબરકાંઠા અને અરવલ્લી કૌભાંડ આચરવાના એપી સેન્ટર બન્યું હોય તેમ હવે હિંમતનગરની શેર લીસ્ટેડ કંપનીના ગોટાળાઓ સામે આવ્યા છે. સેબી દ્વારા હિંમતનગરના મિષ્ઠાન ફુડ્સ ગ્રુપનો ખુલાસો માંગ્યો છે. 100 કરોડથી વધારેના ગોટાળાઓ થયાની આશંકા સેવાઈ રહી છે. વીજળી બીલ, ટ્રાન્સપોર્ટ, ઓફિસ અને ટેક્સ સહિત ખોટી વિગતો વડે કૌભાંડ આચર્યાની આશંકાએ તપાસ કરાઈ છે. સેબી દ્વારા નોટીસ દ્વારા ખુલાસો મંગાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. મિષ્ઠાન ગ્રુપ 2014ના વર્ષમાં માત્ર પાંચ કરોડનું ટર્ન ઓવર ધરાવતુ હતુ. વર્ષ 2014 માં 1200 કરોડના ટર્ન ઓવર કરતી કંપની તરીકે ઉભરી આવી છે. અગાઉ પણ મિષ્ઠાન ગ્રુપના ભાગીદારો સામે હિંમતનગરમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

  • 31 Dec 2024 03:22 PM (IST)

    જામનગરમાં માતા-બાળકને બંધક બનાવીને રૂ.14 લાખની લૂંટ

    જામનગરમાં ઘણાં સમય બાદ લૂંટનો એક બનાવ પોલીસ દફતરે ચડ્યો છે. આ બનાવ શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બન્યો હોવાનું જાહેર થયું છે. લૂંટારાઓએ ધોળે દિવસે બપોરના સમયે ત્રાટકી પોલીસને પડકાર આપ્યો છે. લૂંટારા એક મહિલા અને માસૂમ બાળકને બંધક બનાવી ઘરમાંથી રૂ.14 લાખની માલમતા લૂંટી પોબારા ભણી ગયા છે. હાલ પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે અને જિલ્લામાં ચો તરફ નાકાબંધી કરાઈ છે.

  • 31 Dec 2024 03:02 PM (IST)

    વડોદરા: થર્ટી ફર્સ્ટને લઈ પોલીસની એક્શનમાં

    વડોદરા: થર્ટી ફર્સ્ટને લઈ પોલીસની એક્શનમાં જોવા મળી રહી છે. નશાખોરોને ઝડપવા પોલીસે નવી તરકીબ અજમાવી. રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવ્યા. વડોદરા DCP અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર તપાસ કરવામાં આવી. શંકાસ્પદ લોકોને ઝડપીને પ્રાથમિક તપાસ કરાઇ. નશામાં હોવાની તપાસ કરવા પોલીસ આજે પણ સફેદ પટ્ટા પર ચલાવશે.

  • 31 Dec 2024 02:49 PM (IST)

    સુરત: ઝોન 4 પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહી

    સુરત: ઝોન 4 પોલીસની થર્ટી ફર્સ્ટને લઈ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 200 વધુ લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડયા છે. અલથાણ, પાંડેસરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસની ઝુંબેશ શરુ થઇ છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા. પોલીસે 200 થી વધુ લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.

  • 31 Dec 2024 02:07 PM (IST)

    અરવલ્લીઃ ભિલોડા ખાતે BZની ઓફિસમાં CIDની તપાસ

    અરવલ્લીઃ ભિલોડા ખાતે BZની ઓફિસમાં CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઓફિસનું તાળું તોડીને કચેરીમાં તપાસ કરાઈ. ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયા બાદ ભિલોડા ખાતે CID સર્ચ કરી રહી છે. CCTV કેમરાનું DVR, બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ  જપ્ત કરી.

  • 31 Dec 2024 12:56 PM (IST)

    અમરેલીઃ બગસરા પાલિકા દ્વારા વેરો વધારતા બંધનું એલાન

    અમરેલીઃ બગસરા પાલિકા દ્વારા વેરો વધારતા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. વેપારીઓએ ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ કર્યો છે. પાલિકા દ્વારા રૂ. 700 નો વેરો વધારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ રેલી કાઢી ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપશે.

  • 31 Dec 2024 12:42 PM (IST)

    મહાનગરો-શહેરોના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

    મહાનગરો-શહેરોના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. સરકારે વિકાસ કામ માટે એક દિવસમાં ₹ 1 હજાર કરોડ મંજૂર કર્યા છે. 17 નગરપાલિકા, 7 મહાનગરપાલિકા, 3 શહેરી વિસ્તારનો વિકાસ થશે. ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓનો પણ સમાવેશ થશે.  જન સુવિધા માટે નાણા ફાળવણીની ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવાનો હેતુ છે. આંતર માળખાકીય, રોડ, જન ભાગીદારી યોજનાના કામો થશે. આઉટ ગ્રોથ એરિયા સહિત વિવિધ સુવિધા માટે વિકાસ કામ થશે.

  • 31 Dec 2024 11:46 AM (IST)

    જૂનાગઢ: સોનાના દાગીનાની ચોરી કરનાર 3 ઝડપાયા

    જૂનાગઢ: સોનાના દાગીનાની ચોરી કરનાર 3 ઝડપાયા છે. મુખ્ય આરોપી મિહીર હરવાણી મથુરાથી પકડાયો છે. મોજશોખ માટે મિહીરે કાકાના ઘરમાં ચોરી કરી હતી. દાગીના ચોરી કર્યા બાદ વેચવા માટે મિત્રોને આપ્યા હતા. મિહીરના મિત્ર હિતેશ અને હર્ષે મદદ કરી હતી. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • 31 Dec 2024 11:18 AM (IST)

    ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની ધરપકડ

    ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે. કિરણસિંહના ફાર્મહાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. CID ક્રાઈમે કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. વિસનગગરના દવાડા ગામે કિરણસિંહનું ફાર્મ હાઉસ છે.

  • 31 Dec 2024 09:41 AM (IST)

    રાજકોટઃ શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું

    રાજકોટઃ શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું છે. 2 કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. 2 કાયમી કર્મચારીને શો કોઝ નોટિસ અપાઈ છે. ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેક્નિશિયન રાધિકા વાસાણીને છુટા કરાયા. તપાસ અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા કાર્યવાહી
    આરોગ્ય કેન્દ્રમાં ઠંડી ઉડાડવા માટે જોખમમાં મૂકે તેવું તાપણું કરાયું હતું.

  • 31 Dec 2024 09:31 AM (IST)

    રાજકોટ: વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા

    રાજકોટ: વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થઇ છે.  થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગઇકાલે સાંજે હુમલાનો બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થયુ છે.

  • 31 Dec 2024 09:29 AM (IST)

    પોરબંદરઃ 70 લાખના ફુલેકામાં એક આરોપી પકડાયો

    પોરબંદરઃ 70 લાખના ફુલેકામાં એક આરોપી પકડાયો છે. જલારામ કોપરેટીવના ત્રણ પૈકી એક સૂત્રધારને પોલીસે પકડ્યો. ગઈકાલે 70.73 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સંજય દાવડા, સપના દાવડા અને મનન દાવડા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં મનન દાવડાને પકડી પાડ્યો. સહકારી મંડળીએ આશરે 650 જેટલા થાપણદારો અને સભાસદો બનાવ્યા અનેફીકસ ડીપોઝીટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજની લાલચ આપી હતી. રોકાણકારોના 70.73 લાખ નહીં આપતા ફરિયાદ નોંધાઈ હતી.

  • 31 Dec 2024 08:52 AM (IST)

    અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીની બે ઘટના

    અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીની બે ઘટના બની છે. તપાસ એજન્સીએ અલગ અલગ બે ઘટનામાં 49.44 લાખનું સોનું પકડ્યું. જેદ્દાહથી આવતા પેસન્જર પાસેથી 440 ગ્રામ સોનાની બંગડી મળી આવી. કુવૈતથી આવતા એક વ્યક્તિ પાસેથી 174 ગ્રામ ગોલ્ડ બાર મળ્યા. ગત અઠવાડિયે પણ DRIએ 2.35 કરોડનું સોનું જપ્ત કર્યું હતું.

  • 31 Dec 2024 07:46 AM (IST)

    અમરેલીઃ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત

    અમરેલીઃ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયુ છે. ઈશ્વરીયા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. અમરેલી નગરપાલિકાના સદસ્યનું મોત થયું. દબાણ હટાવ સમિતિના ચેરમેન સન્ની ડાબસરાનું મોત થયુ છે. સન્ની ડાબરસાના નિધનથી શોકનો માહોલ છવાયો છે.

  • 31 Dec 2024 07:46 AM (IST)

    રાજકોટઃ નવા વર્ષવી ઉજવણી પહેલા પોલીસની ડ્રાઈવ

    રાજકોટઃ નવા વર્ષવી ઉજવણી પહેલા પોલીસે ડ્રાઈવ શરુ કરી છે. અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. દારૂ તેમજ ડ્રગ્સને લઈ ડ્રાઈવ યોજવામાં આવી. ACP, ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું. કાલાવડ રોડ, કોટેચા ચોક, કિશાનપરા ચોક સહિતના વિસ્તારમાં તપાસ શરુ કરવામાં આવી. આજે રાત્રે પણ રાજકોટમાં ચુસ્ત બંદોબસ્ત રહેશે.

Published On - 7:41 am, Tue, 31 December 24