
આજે 30 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સૌરાષ્ટ્રના શાન ગણાતા સાવજના અદભત દ્રશ્યો..ગીર-સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યા છે..આમ તો ગીર-સોમનાથ જિલ્લામાં સિંહના આંટાફેરાની ઘટના સામાન્ય છે..પરંતુ એકસાથે દસ જેટલા સિંહ એકસાથે જોવા એ લ્હાવો છે..ગીર ગઢડા-ઉના હાઇવે પર એક-બે નહીં પણ આઠ થી દસ જેટલા સિંહોનો આખો પરિવાર રોડ લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો…હાઈ પર સિંહની એન્ટ્રીથી વાહનોના પૈડા થંભ્યા હતા અને સિંહ રસ્તો પાર કરે ત્યાં સુધી વાહનચાલકોએ રાહ જોઈ હતી…
જામનગર: જામજોધપુરમાં ભાઈ-બહેને શ્રમિકની કરપીણ હત્યા કરી છે. પરવડા ગામે કૂવામાંથી કોથળામાં બાંધેલો મૃતદેહ મળી આવ્યો. મૃતક શ્રમિક યુવતીઓને પરેશાન કરતો હોવાનો આરોપ લગાવ્યો. યુવતીએ અને તેના ભાઈએ શ્રમિકવિરુદ્ધ ફરિયાદ કરી હતી. ભાઈ-બહેનની જોડીએ યુવકની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો. મૃતદેહને કૂવામાં ફેંકતા દુર્ગંધ આવતા હત્યાનો ભાડો ફૂટ્યો. ભાઈ-બહેનની શાતિર ટોળકીને પકડવા કાર્યવાહી શરૂ કરી .
SIRની કામગીરી મુદ્દે વિરોધી પર Dy. CM હર્ષ સંઘવીએ વિરોધ કરનારા પર પ્રહાર કર્યા. વિરોધ કરનારાઓ બાંગ્લાદેશીઓને સાચવવા માગતા હોવાનો સવાલ કર્યો. “નેતા કોણ હશે એ નક્કી કરવાનો હક્ક જે તે વિસ્તારના નાગરિકોને છે. શું બાંગ્લાદેશી ઘૂસણખોરો મારા દેશના નેતા નક્કી કરશે તેવો સવાલ કર્યો છે. વિરોધ કરનારાઓનું ષડયંત્ર સમાજ સારી રીતે જાણે છે.
ભરૂચમાં હત્યાનો બીજો બનાવ અંક્લેશ્વરના પાનોલી વિસ્તારમાં સામે બન્યો. જ્યાં જૂની અદાવતમાં આલુંજ ગામના યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ બંને યુવકો વચ્ચે ઝપાઝપી થતાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 3 લોકોના મોત થતાં ચકચાર મચી. પ્રથમ ઘટના જંબુસરના સામોજ ગામે સામે આવી. જ્યાં ઘર કંકાસને પગલે પતિએ જ પત્નીનું કાસળ કાઢ્યું. પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે ઝધડો થયો હતો જે બાદ પતિએ ખેતીના તીક્ષ્ણ ઓજાર વડે પત્નીની હત્યા કરી. સમગ્ર ઘટના બાદ પતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન પતિનું પણ મોત નિપજતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: પંજાબના હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATS અને જામનગર SOGએ સંયુક્ત કાર્યવાહી કરી છે. એક મહિના પહેલા પંજાબના અમૃતસરમાં હત્યા થઈ હતી. પંજાબ પોલીસે ગુજરાત ATSને આરોપી અંગે જાણ કરી હતી. ફરાર આરોપી જામનગરની કંપનીઓમાં છૂટક માહિતી કામ કરતો
ATS અને જામનગર SOGએ હત્યાના આરોપીને દબોચ્યો
પંચમહાલ જિલ્લાના કોટડા ખાતે યોજાયેલા આદિવાસી સ્નેહમિલન કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમમાં આદિવાસી ભવનના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજને ટકોર કરતા કહ્યું કે સમાજે એક થવુ પડશે અને પગ ખેંચવાનું બંધ કરી મદદ માટે હાથ આપવાનું શરૂ કરો.
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સમાજને અઢારમી સદી તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ભૂતકાળની રૂઢિમાંથી બહાર આવી વર્તમાન સમય સાથે તાલ મિલાવવો પડશે. દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ આગેવાન પ્રભા તાવીયાડે ટકોર કરી કે સમાજે બીડી અને ગુટકાના વ્યસનમાંથી બહાર આવવું જોઈએ. આ વ્યસનો ધીમે-ધીમે વ્યક્તિને ખતમ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં દિવના દરિયા કિનારે લાંગરેલા યુદ્ધ પોત આઈ.એન.એસ ખુકરી મ્યુઝીયમની પ્રશંસા કરી. દિવના દરિયા કિનારે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે આઈ.એન.એસ ખુકરીએ 194 સૈનિકોએ સાથે જળસમાધી લીધી હતી. જો કે વીર જવાનોની યાદમાં યુવા પેઢીને માર્ગદર્શન મળી રહે અને લોકોમાં દેશ પ્રેમની ભાવના જાગે તે માટે મ્યુઝિયમમાં ફેરવાયેલા વોર શીપની પ્રશંસા વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી હતી. જેને પગલે વોર શીપ ખુકરીની મુલાકાત લઈને પ્રવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
ભાજપ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ચૈતર વસાવા પર જ ગાળીયો કસ્યો. આમ આદમી પાર્ટીનાં જિલ્લા પ્રમુખ પર આરોપ લગાવતા મનસુખ વસાવાએ કહ્યું કે, નિરંજન વસાવાનો કોઇ મોટો આવકનો સ્ત્રોત નથી તો આટલું આલીશાન મકાન અને હોટલ બે નંબરના ધંધાથી જ બનાવી છે. નિરંજન વસાવા લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો ધંધો કરે છે મનસુખ વસાવાએ કહ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક માણસો દારૂ નો ધંધો કરે છે. એક બાજુ આપ ના લોકો દારૂ નો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલાં ધોવે છે આ એક પ્રકાર નો સ્ટંટ છે. મનસુખ વસાવાનો આરોપ છે કે, દારૂની ભલે 11 બોટલ ઝડપાઇ પરંતુ દારૂની 5 પેટીઓ અગાઉ જ સગેવગે કરાઇ..
આમ આદમી પાર્ટીનાં નર્મદા જિલ્લાનાં પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવા દારૂ સાથે ઝડપાયો. તેની પાસેથી પોલીસે વિદેશી દારૂની 11 બોટલ અને બિયરના 9 ટીન જપ્ત કર્યા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે રાજકારણમાં ખળભળાટ છે. ભાજપ આ મામલે આક્રમક છે તો આમ આદમી પાર્ટી બચાવની મુદ્રામાં આવી ગઇ છે. આમ આદમી પાર્ટીએ એ જ જૂનો પુરાણો રાગ આલાપ્યો કે, દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઇએ. સરકાર પોલીસ મારફતે અમને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે…પણ આમ આદમી પાર્ટીનાં નેતાઓ એ ભુલી ગયા કે ભદ્રેશ વસાવાના નામે અગાઉ પણ દારૂની હેરાફેરીનાં કિસ્સા બોલે છે.
અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષનો જીવ લીધો. નરોડાના સૈજપુર બોઘા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે આધેડનું મોત થયુ. રસ્તા પર પડેલા ખાડામાં પટકાતા આધેડનું ગંભીર ઈજાને કારણે મોત થયુ છે. રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી ન કરાઈ, નિર્દોષનો જીવ ગયો છે. હવે AMCએ દેખાડા માટે બેરીકેડિંગ કરી કાર્યવાહીનો ઢોંગ કર્યો
સ્થાનિક રહીશોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો અને ભારે આક્રોશ ઠાલવ્યો. અનેકવાર રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાઈ. અગાઉ પણ એક-બે લોકો પટકાયા હતા ત્યારે પણ કોઈએ કઈ કામગીરી નથી કરી. ઉપરથી અધિકારીઓ ગટરનું કામ અમારામાં નથી આવતુ તેવો જવાબ આપતા હતા. તો સ્થાનિકોએ હવે સવાલ ઉઠાવ્યો છે કે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો તેનો જવાબદાર કોણ ?
અમદાવાદ: નગરદેવી માં ભદ્રકાળીને સોનાનો મુગટ અર્પણ કરાયો. 1 બિલ્ડર દ્વારા માતાજીને 1 કિલો સોનાનો મુગટ અર્પણ કરાયો. માતાજી પ્રત્યે શ્રદ્ધાને પગલે બિલ્ડર પરિવારે મુગટ અર્પણ કર્યો. ઢોલના તાલે ગરબા રમીને ભદ્રકાળી મંદિરે પહોંચ્યો પરિવાર. 1 કિલો સોનાનો મુગટ બનતા દોઢ મહિનાનો સમય લાગ્યો છે. બિલ્ડર પરિવારે માં ભદ્રકાળીની પૂજા કરી ધન્યતાની અનુભૂતિ કરી.
મહિસાગરઃ 150થી વધુ સમાધિ પર બુલડોઝરથી વિવાદ થયો છે. સંતરામપુરના સણબાર ગામે વર્ષો જૂની સમાધિ હતી. વિચરતી વિમુક્ત જાતિના સમુદાયની આ સમાધિ પર બુલડોઝર ફેરવી દેવાયુ છે. અસામાજિત તત્વોએ બુલડોઝર ફેરવ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. વાદી સમાજના પૂર્વજોની સમાધિને નુકસાનને લઈને 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મહત્વનું છે કે, શણબોર ગામના આમલી ફળિયામાં પડતર જમીનમાં વર્ષોથી વાદી સમાજના લોકો અવસાન પામેલા વ્યક્તિઓની સમાધિ કરે છે. રાતના કેટલાક ઇસમો દ્વારા જેસીબી ફેરવી સમાધિ તોડી પાડવામાં આવતા ગ્રામજનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ મામલે હવે પોલીસે 8 વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ બિલિયાળામાં મગફળીની ખરીદીને લઈને વિવાદ સર્જાયો છે. ખેડૂત સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થયા છે. માપદંડ કરતા વધુ મગફળી લેવાતી હોવાનો દાવો કરાયો છે. ખેડૂતે વિરોધ કરતા 6 થી 7 લોકોએ માર માર્યાનો પણ આરોપ કરાયો છે. ગોંડલ પોલીસ ફરિયાદ પણ ન લેતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગોંડલ ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે. બિલિયાળા ગામે મગફળી ખરીદીને લઈને ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. મગફળી ખરીદ કેન્દ્ર પર ગોટાળો ચાલતો હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો. ખેડૂતનો દાવો છે કે, 35.8 કિલોની જગ્યાએ 36.2 કિલો મગફળી લેવામાં આવતી હતી. આ મામલે વિરોધ કર્યો, તો ખેડૂતને માર મરાયો. ખેડૂતે ગણેશ જાડેજાના નામે લાલો રૂપારેલિયાએ ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
SIRની કામગીરી ચાલી રહી છે. ત્યારે BLOનો ઉત્સાહ વધારવા સુરત શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણાને લઈને વિશેષ ડ્રાઈવ યોજાઈ. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિવિધ બુથો પર પહોંચ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કામગીરીનું નિરીક્ષણ કર્યું. હર્ષ સંઘવીએ BLOની કામગીરીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, પોતાની તકલીફોને બાજુએ મુકીને કામગીરી કરવી તે પ્રશંસાને પાત્ર છે. સાથે જ કહ્યું કે, BLO ઉપર ઓછામાં ઓછું ભારણ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તરફ સી.આર. પાટીલે BLOની કામગીરી સંતોષકારક હોવાનું કહ્યું. સાથે જ કહ્યું કે, આ કામગીરીથી બોગસ મતદારો મતદાન યાદીમાંથી દૂર થશે. એકથી વધુ જગ્યાએ મતદારનું નામ હશે, તેના નામ કમી થશે. તેમણે અપીલ કરી કે, જે મતદારોના હજુ પણ ફોર્મ ભરવાના બાકી હોય તેઓ ઝડપથી ફોર્મ ભરી પ્રક્રિયા પૂર્ણ કરે.
મહત્વનું છે કે, મજુરા, ચોર્યાસી, ઉધના, લિંબાયત વિધાનસભા ક્ષેત્ર બુથોની મુલાકાત લેવાઈ. ઉધના, કરંજ, કતારગામ, વરાછા, સુરત પશ્ચિમ વિધાનસભાના બુથોની મુલાકાત પણ લીધી. વધુમાં વધુ મતદારો SIRના ફોર્મ ભરી શકે, તે માટે દરેક બુથોમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી Congres AP બનાવવાની તૈયારી કર્યા બાદ તેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરનાર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું છે. હવે તેણે કહ્યું છે કે, તે નવી પાર્ટી નહીં બનાવે. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે તે માટે નવી પાર્ટી નહી બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી AAP અને BJP માં જોડાઈ ગયા હતા. અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી લડે તેવું કાર્યકર્તા ઈચ્છે છે. હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું તેવુ પણ ફૈઝલે જણાવ્યું હતુ. સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટ અંગે ચબરાકીથી બચાવ કરતા કહ્યું કે, લોકો શું ઈચ્છે છે તે જાણવા માટે પોસ્ટ મૂકી હતી. મારે કોંગ્રેસ અથવા અપક્ષ ચૂંટણી લડવી જોઈએ એવા સમર્થકોના મને ખુબ અભિપ્રાય મળ્યા હતા.
રાજકોટ ગોંડલના બિલીયાળા ગામે મગફળી ખરીદીને લઈને હોબાળો થયો હતો. મગફળી ખરીદ કેન્દ્ર પર ભ્રષ્ટાચારનો આરોપ ખેડૂતોએ લગાવ્યા છે.
35.8 કિલોની જગ્યાએ 36.2 કિલો મગફળી લેવામાં આવતી હોવાનો આરોપ ખેડૂતોએ કર્યો છે. વધુ મગફળી લેવાનો વિરોધ કરનાર ખેડૂત વિમલ
સોરઠીયાને સરપંચના માણસોએ માર માર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. બિલીયાળાના સરપંચ લાલાના માણસોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. લાલો રૂપારેલીયા ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નામે ધમકી આપતો હોવાનો પણ આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. લાલાની સામે ગોંડલ પોલીસ ફરિયાદ પણ ના લેતી હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલ જય અંબે સોસાયટીના એક ઘરમાં રાખવામાં આવેલ ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. ફ્રીજમા બલાસ્ટ થતા ઘરમાં વિકરાળ આગ લાગી હતી. આખા મકાનમાં ળા ડિબાગ ધુમાડા પ્રસરી જવા પામ્યા હતા. ઘરના રહીશો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. બનાવવાની જાણ ફાયર વિભાગને કરાતા, ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ફ્રિજમાં બ્લાસ્ટ કેમ થયો તેની જાણ થઈ નથી.
વડોદરાથી NDRF ની પાંચ ટુકડીને ચેન્નાઈ મોકલાઈ છે. દીતવાહ વાવાઝોડાના કારણે NDRF ની ટુકડીને મોકલાઈ છે. FWR અને CSSR ની ટુકડી પણ મોકલાઈ ચેન્નાઈમાં મોકલવામાં આવી છે. દીતવાહ ચક્રવાતની આગાહીને પગલે સાવચેતીની ભાગરૂપે ટુકડીઓ મોકલાઈ છે. સંભવિત સ્થિતમાં બચાવ અને રાહત કામગીરી કરવા માટે NDRF ની ટુકડીમાં 153 જેટલા રેસ્ક્યુઅરો અને મેડિકલ ઓફિસરને મોકલવામાં આવ્યા છે.
સુરતના સચિનમાં કિમયાગરોએ યુકો બેંકના ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવીને લોકોના રૂપિયા ચોરી કરી લેતા હતા. ડબલ ગમ પટ્ટી લગાવી હોવાથી ATMમાંથી રૂપિયા કાઢવા આવનારા ગ્રાહકોના રૂપિયા નીકળવાને બદલે ગમ પટ્ટી સાથે ચોટી જતા અને બહાર આવતા નહીં. ડબલ ગમ પટ્ટીમાં ચોટી ગયેલા રૂપિયા આ ભેજાબાજો, પછીથી કાઢી લેતા હતા. ATMમાં કોઈક પ્રકારની ગરબડ હોવાની શંકાએ બેંક મેનેજરે સચિન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે, ચાર જણાને ઝડપી લઈને તેમની પાસેથી 30,000 રૂપિયા જપ્ત કર્યાં હતા.
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું સિક્સલેનનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. હજી પણ આગામી દોઢથી બે વર્ષ કામ ચાલે તેવી શકયતા છે. રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળ પારડી ગામ પાસે ટ્રાફિક જામ થયો. સવાર-સાંજ ટ્રાફિક જામથી પોણા સૌરાષ્ટ્રના લોકો પરેશાન થાય છે. રાજકોટ જેતપુર વચ્ચે અત્યાર સુધીમાં માત્ર પાંચ બ્રિજ બન્યા છે. કુલ 28 બ્રિજમાંથી 11 બ્રિજનું કામ અન્ડર કન્સ્ટ્રક્શન છે. રાજકોટથી રીબડા વચ્ચે શાંતિધામનો બ્રિજ તૈયાર થતાવાહન ચાલકોને થોડી રાહત થઈ છે.
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આધેડે આપઘાત કર્યો છે. મૃતક સુરેશભાઈ બદાણી અને તેના પુત્ર પિયુષ વચ્ચે થઈ હતી માથાકૂટ. પોલીસ સ્ટેશનની છત પરથી કુદી કર્યો આપઘાત. સુરેશભાઈની સારવાર દરમ્યાન મોત નીપજ્યું. મૃતક સુરેશભાઈ અને તેના પુત્ર પિયુષ વચ્ચે થઈ હતી માથાકૂટ.
ઘરકંકાસને કારણે પિતા પુત્ર પોલીસ મથક પહોચ્યા હતા. પુત્રએ પિતા વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદની પ્રક્રિયા દરમ્યાન પિતા સુરેશભાઈએ કર્યો આપઘાત. પોલીસે અકસ્માત નોંધ કરી કાર્યવાહી શરૂ કરી.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 43 લાખના I phone જપ્ત કર્યા છે. દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી મળી આવ્યા 30 I Phone. ફ્રિસ્કિંગ દરમિયાન શંકા જતા તપાસ કરતા I Phone મળી આવ્યા. 20 I Phone 17 Pro Max (256 GB) અને 10 I Phone 17 Pro (256 GB) ઝડપાયા.
કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીની સિરામિક ફેક્ટરીમાં પ્રેમી યુગલ વચ્ચે ઝઘડામાં પ્રેમિકાને હેવાન ની જેમ પટ્ટા તેમજ બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રેમિકાનું મોત નીપજ્યું હતું પરંતુ બાદમાં આરોપી પ્રેમીની પોલીસે અટકાયત કરી અને બાદમાં તેનું પણ કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યું હતું.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી FIR દાખલ કરી છે. આ FIRમાં છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓ સાથે તેમના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. આરોપ છે કે, કોંગ્રેસ સાથે જોડાયેલી કંપની AJL (એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ) ને કપટથી હસ્તગત કરવા માટે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેંચતા પકડાયા. વીરભ્રદ્ર સિંહ ( ભદ્રેશ ) વસાવા દારૂની 11 બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો. આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ હોવાથી રાજકારણમાં ખળભળાટ. જોકે આ અગાઉ પણ એક વાર દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયેલ હતો. હાલ નર્મદા જિલ્લા LCB દ્વારા બાતમીના આધારે રેડ કરતા 11 દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદ ઝોનલ યુનિટના GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) એ આશરે ₹800 કરોડના નકલી GST ઇન્વોઇસ સાથે સંકળાયેલા મોટા GST છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. અને આ છેતરપિંડીમાં સંડોવણી બદલ ત્રણ અલગ અલગ કેસોમાં ચાર મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે.
Published On - 7:32 am, Sun, 30 November 25