ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી છે. હવામાન વિભાગે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની આગાહી કરી છે. બનાસકાંઠાના પાલનપુર, દાંતા, વડગામમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. પાટણના રાધનપુરના નાનાપુરા ગામે જૂથ અથડામણ થઇ છે.જેમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીમાં, આવતીકાલ 28મી ડિસેમ્બરના રોજ રિલાયન્સના સ્થાપક અને અગ્રણી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનો 93મો જન્મ દિવસ ઉજવવામાં આવશે. ધીરૂભાઇ અંબાણીના 93મા જન્મદિવસ અને રિલાયન્સ રિફાઇનરીના 25 વર્ષ પૂરા થવાની નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં બોલિવુડ સ્ટાર્સનો મોટો જમાવડો થયો છે. મુકેશ અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં યોજાનારા વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, સાહિલ ખાન, હેલન, સલમાન ખાન પરિવાર સહિત પહોંચ્યા છે. તેશ દેશમુખ, જેનીલીયા સહિતના ફિલ્મ સ્ટાર્સ અને હિરોઈન પણ પહોચ્યાં છે.
બનાસકાંઠાના વડગામના જલોત્રા-ધાણધા રોડ પર કારમાં જીવીત વ્યક્તિ સળગી જવાનો કેસમાં ખુલાસો થવા પામ્યો છે.
મૃતદેહના DNA અને FSLની તપાસ બાદ સામે આવ્યું છે કે, કારમાં સળગી ગયેલ વ્યક્તિ ઢેલાણાનો ભગવાનસિંહ નહીં હોવાનું સામે આવ્યું છે. કારમાં સળગી ગયેલી વ્યક્તિ અન્ય હોવાનું ખુલ્યું છે. કારમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી છે. સાથોસાથ કારમાં મૃતદેહ કોનો અને ક્યાંથી આવ્યો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 6000 કરોડના આ કૌંભાડમાં ભૂપેન્દ્ર ઝાલા મુખ્ય સુત્રધાર હોવાનું કહેવાય છે. ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના વિસનગરથી ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આવતીકાલ શનિવારે સવારે 8 વાગ્યે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય ખાતે લાવવામાં આવશે. સવારે 8.30 થી 9.30 સુધી સામાન્ય જનતા અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. 9.30 પછી તેમની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થશે.
કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
PMJAY યોજનાના કૌંભાડમાં પોલીસે, ડોકટર સહિત વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. PMJAY ના જનરલ મેનેજર ડો.શૈલેષ આનંદ, PMJAY ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ અને એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.
ડો. શૈલેષ આનંદ હાલમાં ખેડા જિલ્લાના વસો સીએચસી સેન્ટરમાં ફરજ બજાવે છે. ખ્યાતિ હોસ્પિટલના વિવાદીત કાંડ બાદ બીજા દિવસે ડો. શૈલેષ આનંદની બદલી થઈ હતી. pmjay ના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ કોન્ટ્રાકથી આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો. મિલાપ પટેલ અને ડો.શૈલેષ આનંદ સાથે મળી કામ કરતા હતા. ડો.શૈલેષ આણંદ અને મિલાપ પટેલ સાથે મળી PMJAY યોજનાના કાર્ડને એપ્રુવ કરતા હતા.
એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની જવાબદારી આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરિફાઈ કરવાનું હતું. નિખિલ તેના માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો હતો. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી.
આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રિઝનમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે, થંડર સ્ટ્રોમ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિકલાક રહેશે તેવી પણ આગાહી કરી છે.
અમદાવાદના મુમદપુરા રોડ પર સરખેજ પોલીસ ત્રાટકી હતી. મુમદપુરા રોડ પર આવેલ લુશ કાફે એન્ડ લોન્ચમાં ગેરકાયદેસર હુકાબાર ચાલતું હતું. પોલીસે દરોડા પાડીને ગેરકાયદે ચાલતા હુકાબારમાંથી 38 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરખેજ પોલીસે હુક્કાબારનો સામાન જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરીને હુક્કાબાર ચલાવતા હોવાની માહિતીને આધારે સરખેડ પોલીસે દરોડા પાડ્યા હતા. હુક્કાબાર માલિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાપીઃ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળીમાંથી નરેશ પટેેલે રાજીનામું આપ્યુ. સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો થયો. માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટના આક્ષેપ સાથે રાજીનામું આપ્યુ. સભાસદોના હિત વિરૂદ્ધ કામગીરી કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે.
સુરત: મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. સરકારી જમીન પર કરાયેલા તમામ બાંધકામ દૂર કરાયા છે. કતારગામ, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઇ છે. મંજૂરી વગરના દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે. મામલતદારની હાજરીમાં ડિમોલિશનની કામગીરી કરાઈ છે. શહેરમાં સરકારી ગૌચરની જમીન પરના બાંધકામો તોડી પડાશે.
મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સાળા અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં હાઈ ડાયાબિટીસના કારણે તેમની સારવાર ચાલી રહી હતી.
મહેસાણાઃ વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. રેલવે પુલ ઉપર બાઈક લઈને જતા સમયે ઘટના બની હતી. મિતેષ જોશી નામનો યુવાન ચાઈનીઝ દોરીથી ઘાયલ થયો હતો. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર અપાઇ. અગાઉ ચાઈનીઝ દોરી વાગતા એક યુવાનનું મોત થયું હતું.
રાજકોટ: ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. માવઠાની આગાહીને લઈને ખરીદ કેન્દ્રએ નિર્ણય કર્યો છે. મગફળીનો પાક ન પલળે તે માટે 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ કરાઇ છે. બે દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરાઈ છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રએ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરી છે. હવામાન અનુકૂળ થયા બાદ જ ફરી પ્રક્રિયા શરૂ કરાશે.
મહીસાગરઃ સતત 6 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બાલાસિનોર સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પાકમાં જીવાત પડવાની શક્યતા છે. ઘઉં, મગફળી, બાજરી, જુવાર, મકાઈના પાકોને નુક્સાનની શક્યતા છે.
સુરતઃ સરથાણા વિસ્તારમાં પોતાના જ પરિવારની સામૂહિક હત્યાનો પ્રયાસ થયો છે. યુવકે તેના માતા – પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા હતા. યુવકે પોતાને પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતુ.
સ્મિત જીયાણી નામના યુવકે પરિવારજનોની હત્યા કરી. ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું. માતા, પિતા અને યુવક હાલ સારવાર હેઠળ છે. પરિવારમાં આંતરીક કલેહને કારણે બની ઘટના. જીયાણી પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી છે.
રાજકોટઃ કાલાવડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો છે. કણકોટ પાટીયા નજીક ઇનોવેટીવ સ્કૂલની બસને અકસ્માત નડ્યો છે. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઇ.
ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ડો.મનમોહન સિંહનું અવસાન થતા સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને આજના તેમના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.
પીએમ મોદીએ મનમોહન સિંહના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી.
#WATCH | Delhi | PM Narendra Modi pays last respects to late former PM Dr Manmohan Singh and offers condolences to his family pic.twitter.com/7vn1PB1Xdj
— ANI (@ANI) December 27, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
#WATCH | Delhi | Union Home Minister Amit Shah arrives at the residence of former PM Dr Manmohan Singh pic.twitter.com/Gvk7LbNY8e
— ANI (@ANI) December 27, 2024
અમદાવાદના કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈ રાષ્ટ્રીય શોકને કારણે જાહેરાત કરવામાં આવી છે. AMC તરફથી આ સત્તાવાર જાહેરાત કરાઇ. 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે. હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે.
સુરતઃ ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે તેલની ચોરીની ઘટના બની છે. રાંદેરમાં ચાલતા ટેમ્પોમાંથી ખાદ્ય તેલની ચોરી થઇ છે. ડિલિવરી માટે ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારની ઘટના છે. યુવક ચાલતા ટેમ્પા પર ચડી બે બોક્સ કપાસીયા તેલની ચોરી કરી પલાયન થયો.
બનાસકાંઠાઃ પાલનપુર, દાંતા, વડગામમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું. માવઠાથી ખેડૂતો ચિંતિત, પાકને નુકસાનની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રપતિ ભવનમાં અડધી કાંઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો. પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની વયે અવસાન થયું. ભારત સરકારે આજે નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર જાહેર કરાયો. આવતીકાલે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મનમોહન સિંહના પાર્થિવ દેહને વતન લવાયો છે. નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રખાશે. હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે. તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા.
Published On - 8:51 am, Fri, 27 December 24