The liveblog has ended.
-
25 Sep 2023 11:47 PM (IST)
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટવાની ઘટનામાં એકનું મોત
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટવાની ઘટનામાં એકનું મોત થયું છે. ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. 63 વર્ષીય મહિલા ભાવના ઠક્કરનું નિપજ્યું મોત. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.
-
25 Sep 2023 11:02 PM (IST)
કપરાડાના વડોલી ગામમાં દીપડો પડ્યો કૂવામાં
- વલસાડના કપરાડાના વડોલી ગામમાં દીપડો પડ્યો કૂવામાં
- શિકારની શોધમાં કૂવામાં પડ્યો દીપડો
- કૂવામાં પાણીની પાઇપને બટકું ભરી ડૂબતા બચવાના દીપડાએ કર્યા પ્રયાસ
- ગામ લોકોએ વન વિભાગને કરી જાણ
- દીપડાને વન વિભાગની ટીમે બહાર કાઢ્યો
- વન વિભાગે દીપડાને જંગલમાં છોડવામાં આવ્યો
-
-
25 Sep 2023 10:22 PM (IST)
મધ્યપ્રદેશ ચૂંટણીને લઈ તૈયારી, રાહુલ ગાંધીએ ફરી OBCનો મુદ્દો ઉઠાવ્યો, સહિતના સમાચાર
- મધ્યપ્રદેશ ચૂંટણી માટે ભાજપે વિધાનસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. ત્રણ કેન્દ્રીય પ્રધાન સહિત 6 સાંસદોને આપી ટિકિટ. કૈલાશ વિજયવર્ગીય અને નરેન્દ્રસિંહ તોમર લડશે ચૂંટણી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્લીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું. કહ્યું, તેમનું જીવન પણ રેલવેના પાટા સાથે જોડાયેલું, મારું પણ જીવન રેલવેના પાટા સાથે જોડાયેલું.
- રાજસ્થાનના રાજકીય રણમાં સાડા 4 વર્ષ બાદ જયપુરમાં PM મોદીએ કરી સભા. કહ્યું, ઘમંડિયા ગઠબંધન સનાતનને ખતમ કરવા માગે છે, પરંતુ તેઓ પોતે જ જડમૂળથી ઊખડી જશે.
- તો છત્તીસગઢના બિલાસપુરમાં રાહુલ ગાંધીએ ફરી OBCનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે કહ્યું જાતીય જનગણના કરાવતા ડરે છે પીએમ મોદી.
- ભાજપે શરૂ કરી લોકસભાની તૈયારી. ગાંધીનગરમાં યુવા મોરચાના કાર્યકરોને સી.આર. પાટીલે કહ્યું, લડાઈ લડવાની છે, તુટી પડવાનું છે.
- સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં પડ્યો ધોધમાર. નાની નદીઓમાં પૂર.
- એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ સહિત ભારતે 11 મેડલ જીત્યા. ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ જીત્યો. તો મેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં રૂદ્રાંક્ષ, દિવ્યાંશ અને ઐશ્વર્યાએ અપાવ્યો ગોલ્ડ.
-
25 Sep 2023 09:47 PM (IST)
સુરેન્દ્રનગરમાં બાઇક લઇ ગઠિયો ફરાર
- સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઇ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇક લઇ ગઠિયો ફરાર
- આરોપી ડમ્પરમાંથી ઉતરી બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો
- સ્થાનિક લોકો પાછળ દોડ્યા પરંતુ આરોપી બાઇકને લઇ ફરાર થયો
-
25 Sep 2023 09:22 PM (IST)
વલસાડ-સુરત વિભાગ વચ્ચે વેડછા યાર્ડમાં બ્લોક થવાને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત
26મી સપ્ટેમ્બરના રોજ 9.00 કલાક થી 15.00 કલાક સુધી વેડછા યાર્ડ ખાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ કામ શરૂ કરવા માટે 6 કલાકનો બ્લોક લેવામાં આવશે. વલસાડ-સુરત સ્ટેશન વચ્ચે બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની 26 ટ્રેનો પર અસર. સૌથી વધુ મુંબઇ ની ટ્રેનોને પડશે અસર. તેમજ સૌરાષ્ટ્ર અને રાજસ્થાન ની ટ્રેનો પણ અસર
ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ – સુરત ઇન્ટરસિટી 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12932 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09152 સુરત – વલસાડ મેમુ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22930 વડોદરા – દહાણુ રોડ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12980 જયપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 35 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 20908 ભુજ – દાદર 30 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22947 સુરત – ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22195 વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09412 અમદાવાદ – કુડાલ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 20968 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09087 સંજન – સુરત મેમુ સ્પેશિયલ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા એક્સપ્રેસ 25 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 14805 યશવંતપુર – બાડમેર એસી એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12217 કોચુવેલી – ચંદીગઢ સંપર્ક ક્રાંતિ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19667 ઉદયપુર – મૈસુર હમસફર એક્સપ્રેસ 30 મિનિટ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.
-
25 Sep 2023 09:20 PM (IST)
દાંતીવાડા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીનીનો આપઘાત
- બનાસકાંઠાના દાંતીવાડા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીનીનો આપઘાત
- ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત
- વિદ્યાર્થીની પાસેથી સુસાઇડ નોટ મળી
- પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું ઉલ્લેખ
- પરિવારજનો વિદ્યાર્થીનીના મૃતદેહને ડીસા સિવિલમાં પેનલ પીએમ અર્થે લઈ ગયા
- દાંતીવાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
-
25 Sep 2023 09:18 PM (IST)
દુધઇ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇક લઇ ગઠિયો ફરાર
સુરેન્દ્રનગરમાં મુળી તાલુકાના દુધઇ ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇક લઇ ગઠિયો ફરાર
આરોપી ડમ્પરમાંથી ઉતરી બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો
સ્થાનિક લોકો પાછળ દોડ્યા પરંતુ આરોપી બાઇકને લઇ ફરાર થયો
-
25 Sep 2023 08:50 PM (IST)
કપડવંજ શહેરમાં એસબીઆઇ બેન્કના જનરેટરમાં આગ લાગી
- કપડવંજ શહેરમાં એસબીઆઇ બેન્કના જનરેટરમાં આગ લાગી
- અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
- ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળા ઉમટી પડ્યા
- કપડવંજ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી
- ધટનામાં કોઈ જાનહાનિ નહી
- બેન્ક બહાર રાખેલા જનરેટરમાં આગ લાગતા બેંકનો માલસામાન સુરક્ષિત
-
25 Sep 2023 08:50 PM (IST)
વડાપ્રધાન નાં આગમન અને સભાને લઈને VVIP મૂવમેન્ટ રહેશે
- ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને કરાઈ અપીલ
- આવતીકાલે બપોર બાદ VVIP મુવમેન્ટને રહેશે
- વડાપ્રધાન નાં આગમન અને સભાને લઈને vvip મૂવમેન્ટ રહેશે
- લોકો માટે એરપોર્ટ તરફથી અવરજવર ધીમી રહેશે
- ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધીના રસ્તાને અસર થશે
- લોકોએ બિનજરૂરી એરપોર્ટ ની આસપાસ નહિ નીકળવા તેમજ અન્ય રસ્તા પરથી અવરજવર કરવા જાણ કરાઈ
-
25 Sep 2023 08:28 PM (IST)
વડોદરાના શિનોર તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં સાપો આવ્યા બહાર
- સાર્વત્રિક વરસાદ તેમજ નર્મદા નદીમાં આવેલા પુરના પાણીને લઈ સાપો સહિતના ઝેરી જાનવરો આવ્યા બહાર
- નર્મદા નદીના પાણી ઓસરતા ખેતરોમાં સાપોના દરોમાં પાણી ભરાતા મોટા ભાગના સાપ, ઝેરી જાનવરો ગામડાઓ તરફ વળ્યા
- નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ શિનોરના વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના વોલેન્ટીયર ભરતભાઈ મોરેએ મગર 4, નીલગાય 3, ઝેરી સાપ 15, અજગર 2 સહિત કોબ્રા, રસલ વાઈપર, કોમન ક્રેટ જેવા અનેક સાપોના રેસ્ક્યુ કર્યા
- જ્યારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પટેલ અશોકભાઈએ નર્મદા નદીના પાણી ઓસર્યા બાદ સાપના 40 કોલ રેસ્ક્યુ કર્યા
- શિનોર તાલુકાના ગામડાઓ માંથી રસલ વાઈપર, કોમન ક્રેટ, કોબ્રા, રૂપ સુંદરી સહિતના સાપોનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યા
- જ્યારે મોટા ભાગના રેસ્ક્યુ કરેલા સાપોને સુરક્ષિત જગ્યાએ રિલીઝ કર્યા
-
25 Sep 2023 07:30 PM (IST)
દરિયાઇ સીમામાંથી ફરી ઝડપાયું ચરસ
- કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી ઝડપાયું ચરસ
- BSFના જવાનોએ ફરી ચરસનો એક પેકેટ કબ્જે કર્યુ
- અબડાસાના જખૌ કિનારેથી 5 કિલોમીટર દૂર વેરાન છાબલી થાર બેટ પરથી ચરસનું એક પેકેટ મળ્યુ
- 15 એપ્રિલથી અત્યાર સુધી BSFએ 108 જેટલા ચરસના પેકેટ ઝડપી પાડ્યા
- BSFના જવાનોએ વધુ તપાસ હાથ ધરી
-
25 Sep 2023 07:21 PM (IST)
લોરેન્સ બિશ્નોઈ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી
અમદાવાદ લોરેન્સ બિશ્નોઈ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. લોરેન્સના વકીલે જેલ સત્તાધીશ અને સરકારની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા. લોરેન્સના વકીલે કહ્યું કે કોઈપણ વ્યક્તિ જેલમાં હોય તો કેવી રીતે કોઈ પણ હત્યાની જવાબદારી લઈ શકે અને જો આવું બન્યું હોય તો તો જેલ સત્તાધીશો આ મામલે ખુલાસો કરે સાથે જ લોરેન્સ બિશ્નોઈના વકીલે તપાસ સંસ્થાએ રજૂ કરેલા રિપોર્ટમાં પણ ઉઠાવ્યો વાંધો. કહ્યું કે જો વકીલને પોતાના અસીલોને મળવા દેવામાં નહી આવે તો તે અધિકારોનું હનન છે.
-
25 Sep 2023 06:54 PM (IST)
ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયા પહોંચી રાજકોટ
- ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયા રાજકોટ પહોંચી છે.
- સયાજી હોટલ ખાતે ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- ગરબા દ્વારા ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું
- રવિન્દ્ર જાડેજા,કે એલ રાહુલ,મોહમ્મદ સિરાજ,ઈશાન કિશાન,સુર્યા કુમાર યાદવ,શ્રેયસ ઐયર સહિતના ક્રિકેટરો પહોંચ્યા રાજકોટ
- રોહિત શર્મા,વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા આવતીકાલે આવશે રાજકોટ,
- આગામી 27 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની ત્રીજી અને આખરી વનડે રમાશે
- સિરીઝની પહેલી બંને મેચ ભારત જીતી ચૂક્યું છે
- રાજકોટની મેચ જીતીને ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટ વોશ કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા
-
25 Sep 2023 06:54 PM (IST)
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ
- ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે 5.88 લાખ યાત્રિકોએ મા અંબાના દર્શનનો લાભ લીધો
- અંબાજી મંદિરે ત્રીજા દિવસે મંદિરના શિખરે 526 જેટલી ધજાઓ ચઢી
- અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના 3.08 લાખ જેટલા પાકીટ વેચાયા
- ફરાળી ચીકીના 12 હજાર પેકેટનું વિતરણ
- અંબાજી મંદિરમાં મેળાના ત્રીજા દિવસે દાન ભેટની આવક 74.19 લાખની થઈ
- મેળાના ત્રણ દિવસમાં અંબાજીમાં 13. 32 લાખ યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા
-
25 Sep 2023 06:04 PM (IST)
ચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ દૂધ ભાવમાં વધારો કર્યો
કચ્છના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ દૂધ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેેટે 15 રૂપિયાનો પશુપાલકોને વધારો આપ્યો છે. હવે પ્રતિકિલો ફેેટે 815 રૂપિયા મળશે. પ્રતિ વર્ષ 15 કરોડ રૂપિયા વધુ ચુકવણુ સરહદ ડેરી કરશે. 1 ઓક્ટોમ્બરથી નવો ભાવ વધારો લાગુ કરાશે.
-
25 Sep 2023 05:44 PM (IST)
અમદાવાદમાં ચોમાસાની વચ્ચે રસ્તાઓની હાલત ખરાબ
અમદાવાદમાં ચોમાસાની વચ્ચે રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. તેમાં પણ કેટલાક વિસ્તારમાં તો જાણે જમીન પર ચંદ્ર ઉતર્યો હોય તેવા દ્રશ્યો દેખાઇ રહ્યા છે. વાત છે ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલા રસ્તાની. અહીં વરસાદના કારણે રસ્તો ધોવાઇ ગયો છે.. રસ્તા પર ખાડા પડી ગયા છે. ખાડામાં પાણી ભરાઇ ગયા છે.
-
25 Sep 2023 05:38 PM (IST)
મહેસાણામાં પાંચ લૂંટારુઓએ દોઢ કલાક બંધક બનાવી ચલાવી લૂંટ
- પાંચ લૂંટારુઓએ દોઢ કલાક બંધક બનાવી ચલાવી લૂંટ
- મહેસાણાના જોટાણાની આ ઘટના
- પિસ્તોલ, છરીઓ સાથે 5 લૂંટારુઓએ આચરી લૂંટ
- પરિવારમાં 3 મહિલાઓ તેમજ 2 બાળકોને હથિયાર બતાવી ચલાવી લૂંટ
- જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે બનેલી ઘટના
- ઘરમાં હાજર ત્રણ મહિલાઓને બંધક બનાવી માર મારી ચલાવી લૂંટ
- બાળકો, મહિલાઓ અને વૃધ્ધાને કપડાથી બાંધી રૂમમાં પૂરી દેવાઈ હતી
- વૃદ્ધાને ઢસડીને લૂંટારૂ રૂમમાં લઈ ગયા હતા
- લૂંટારુઓ કિયા સેલટોસ કારમાં આવ્યા હતા
- અંદાજે 30થી 35 તોલા સોનું સહિત રોકડ રકમની ધોળા દિવસે લૂંટ
- મહેસાણા LCB , SOG સહિત સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
-
25 Sep 2023 05:36 PM (IST)
સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ
સુરત શહેરમાં સાર્વજનિક ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી છે. દરેક સરકારી ખાતાનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતપોતાની ફરજ મુજબ કામગીરીમાં જોડાઈ ગયા. આજે મહિધરપુરા વિસ્તારમાં કંઈક નવું જોવા મળ્યું. ઓવરટેક કેબલ જે કામ મ.ન.પા (smc)ની ફરજમાં આવતું કામ મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યું. કોઈપણ પ્રકારની સેફટી વીના પોલીસ વાયરો ખેંચી રહ્યા છે.
-
25 Sep 2023 05:13 PM (IST)
શામળાજી પાસે ખાનગી બસ પલટી
અરવલ્લી શામળાજી પાસે ખાનગી બસ પલટી હોવાનો બનાવ બ્નયો છે. અમદાવાદથી કાનપુરની સ્લીપર કોચ બસ પલટી હતી. બસમાં બેઠેલા 16 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તમામને શામળાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પાંચ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલમાં ખસેડાયા છે. અણસોલ પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે.
-
25 Sep 2023 05:09 PM (IST)
ગણેશ ઉત્સવમાં 11000 લાડુનો પ્રસાદ તૈયાર કરાયો
- કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિદાદાને 11000 લાડુનો પ્રસાદ ધરાવાયો
- ગણપતિ દાદાને 11000 નંગ લાડુનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો
- જય અંબે મિત્ર મંડળના મહિલાઓ સહિતના 100થી વધુ સભ્ય અને આસપાસના રહેવાસીઓએ ગણપતિ દાદા માટે લાડુ તૈયાર કર્યા
- આજે ગણપતિજીના ચરણોમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યા છે, અને તેનું ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે
- આ વખતે લાડુ બનાવવા માટે ધારાસભ્ય રીવાબાએ પણ સેવા આપી
- રીવાબાએ સ્વયંસેવક મહિલાઓ સાથે લાડુ બનાવ્યા
-
25 Sep 2023 05:08 PM (IST)
વેળાકોટ ગામે વાડી વિસ્તારમાં વીજળી પડી
ગીર ગઢડાના વેળાકોટ ગામે વાડી વિસ્તારમાં વીજળી પડી છે. નાળિયેરીના ઝાડ પરથી મકાન પર વીજળી પડતાં ઘરમાં રહેલા ઉપકરણો બળીને ખાંખ થયું છે. કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી
-
25 Sep 2023 05:00 PM (IST)
કચ્છના ભચાઉ પાસે ભૂકંપનો આંચકો
- સાંજે 4: 24 કલાકે ભચાઉમાં 2.5 ની તીવ્રતાનો ભૂકંપ
- કચ્છના ભચાઉ પાસે ભૂકંપનો આંચકો
- ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી 11 કિલોમીટર દૂર
-
25 Sep 2023 04:09 PM (IST)
સચીન GIDC હજીરા હાઇવે પર ગભેની ચોકડી પાસે ટેન્કરે પલટી
- ગભેની ચોકડી પાસે ચાલુ ટેન્કરે હાઇવે પરથી સિધુ સર્વિસ રોડ પર જઈ પલટી મારી
- સચીન GIDC હજીરા હાઇવે પર ગભેની ચોકડી પાસે ટેન્કરે પલટી મારી
- ટેન્કર નંબર GJ06 TT 5907 નંબરનો વડોદરા RTO પાસિંગના ટેન્કરે પલટી મારી
- ટેન્કર પલટી મારવાની ઘટનામાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા
- સચીન GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ ક્રેન બોલાવી પલટી થયેલી ટેન્કરને સીધી રીતે ઉભી કરવા કવાયત હાથ ધરી
-
25 Sep 2023 04:08 PM (IST)
ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી 63,354 ક્યુસેક પાણીની આવક
- ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી 63,354 ક્યુસેક પાણીની આવક
- ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટને પાર થઇ
- ડેમની ભયજનક સપાટી 345 ફૂટ
- ડેમના 4 દરવાજાઓ, હાઇડ્રો પાવર સ્ટેશનના ચાર યુનિટ અને કેનાલ મળી કુલ 63,354 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
-
25 Sep 2023 04:00 PM (IST)
PM નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુરની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ સારુ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
-
25 Sep 2023 03:49 PM (IST)
CTET પરીક્ષાનું પરિણામ થયું જાહેર
CTET 2023 પરીક્ષાનું આયોજન 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થયું હતું. અરજી કરવા માટે 26 મે 2023 સુધીનો સમય હતો. આ પરીક્ષા 20 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવી હતી. હવે પરિણામની લિંક વેબસાઈટ પર એક્ટિવ થઈ ગઈ છે. રિઝલ્ટ ચેક કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in પર જવું પડશે.
-
25 Sep 2023 03:39 PM (IST)
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયુ
સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સાપુતારામાં ગાઢ ધૂમમ્સ છવાયુ છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારામાં વરસાદ અને ગાઢ ધૂમમ્સને કારણે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
-
25 Sep 2023 02:59 PM (IST)
Breaking news : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં મહિલા ક્રિકેટ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ક્રિકેટ ટીમને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
-
25 Sep 2023 02:52 PM (IST)
અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદૂષણે માઝા મૂકી, ખાડીમાં સફેદ ફીણ વહેતું નજરે પડ્યું
Ankleshwar : અંકલેશ્વર નજીક વહેતી આમલાખાડી(Aamla Khadi) દેશની સૌથી પ્રદુષિત નદીઓ(Most Polluted Rivers In India) પૈકીની એક માનવામાં આવે છે. ભારતમાં ઘણી નદીઓ વહે છે. આ નદીઓ લોકમાતા તરીકે પૂજવામાં આવે છે. ભારતની આ નદીઓનું ધાર્મિક મહત્વ છે પરંતુ તેમ છતાં દેશની નદીઓની હાલત ખૂબ જ ખરાબ છે.
-
25 Sep 2023 02:50 PM (IST)
ભાજપે 3 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની કરી જાહેરાત
ભાજપે પુડુચેરી, મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી છે. એસ સેલવાગનબાથને પુડુચેરીમાં, રિકમેન મોમિનને મેઘાલયમાં અને બેન્જામિન યેપથોમીને નાગાલેન્ડમાં પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
-
25 Sep 2023 02:50 PM (IST)
દિલ્હીની પરિવહન નીતિ સૌથી ખરાબઃ મીનાક્ષી લેખી
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું છે કે દિલ્હીની પરિવહન નીતિ સૌથી ખરાબ છે. જો પ્રદૂષણ ઘટાડવું હોય તો દિલ્હીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુધારો કરવો પડશે અને ફ્રીની લાલચ આપવી જોઈએ નહીં.
-
25 Sep 2023 02:24 PM (IST)
રાજસ્થાનના સિરોહીમાંથી 3 કરોડથી વધુની રોકડ સાથે પાટણના બે આરોપી ઝડપાયા
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા આબુ રોડ પરથી કારમાંથી 3 કરોડ 15 લાખની રોકડ (Cash) મળી આવી હતી. કારમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે. પોલીસે બંને આરોપીઓની વધુ પુછપરછ શરુ કરી છે.
-
25 Sep 2023 02:04 PM (IST)
ઓવૈસીએ મોદીને પડકારવો જોઈએ, રાહુલ ગાંધીને નહીં : સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, ઓવૈસીએ રાહુલ ગાંધીને નહીં કે મોદીજીને ચેલેન્જ કરવી જોઈએ કે તે હૈદરાબાદ જઈને ચૂંટણી લડે. હવે રાહુલ ગાંધીનું કદ એટલું વધી ગયું છે કે તેઓ દેશમાં ક્યાંય પણ ચૂંટણી લડે તો જીતી જાય.
-
25 Sep 2023 01:35 PM (IST)
Gujarat News Live : રાજસ્થાનમાંથી નૈઋત્યના ચોમાસાના વિદાયની થઈ શરૂઆત
દેશમાં મોડેથી બેઠેલા નૈઋત્યનું ચોમાસુ સમયસર પરત થઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ, રાજસ્થાનના કેટલાક ભાગમાંથી આજે વિદાય લીધી છે. આગામી છોડાક દિવસોમાં ગુજરાતમાંથી પણ ચોમાસુ વિદાય લેશે.
-
25 Sep 2023 01:19 PM (IST)
Gujarat News Live : મુખ્તાર અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળ્યાં જામીન
ગેંગસ્ટર એક્ટના એક કેસમાં મુખ્તાર અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 10 વર્ષની કેદના કેસમાં મુખ્તાર અંસારીના જામીન મંજૂર કર્યા છે અને 5 લાખ રૂપિયાના દંડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
-
25 Sep 2023 12:07 PM (IST)
Gujarat News Live : ખાલિસ્તાની નેટવર્ક પર NIA એક્શન મોડમાં, ઓક્ટોબરમાં યોજાશે મોટી બેઠક
ખાલિસ્તાની આતંકવાદી નેટવર્કને લઈને NIA સંપૂર્ણ એક્શન મોડમાં છે. વિદેશમાં બેસીને ભારતને નિશાન બનાવી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓ NIAના રડાર પર છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં NIA હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક મળશે. આ બેઠકમાં NIA અધિકારીઓની સાથે તમામ રાજ્યોના ATS અધિકારીઓ પણ ભાગ લેશે.
-
25 Sep 2023 11:25 AM (IST)
Gujarat News Live : BJP હેડક્વાર્ટર પહોંચ્યા રમેશ બિધુરી, દાનિશ અલી કેસમાં પાર્ટીએ માંગ્યો છે જવાબ
BJP સાંસદ રમેશ બિધુરી ભાજપ મુખ્ય કાર્યાલયે પહોચ્યાં છે. રમેશ બિધુરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મળવા માટે પાર્ટી કાર્યાલયે પહોચ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના વિશેષ સત્ર દરમિયાન, ભાજપના સાંસદ રમેશ બિધુરીએ, બસપાના સાંસદ દાનિશ અલી માટે સંસદના ગૃહ બિનસંસદીય શબ્દો ઉચ્ચાર્યા હતા. આ મુદ્દે ખૂબ જ વિવાદ સર્જાયા બાદ, પાર્ટીએ રમેશ બિધુરીને કારણ દર્શક નોટીસ ફટકારી છે.
-
25 Sep 2023 09:28 AM (IST)
Gujarat News Live : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુંસાર, આજે સવારે 8:35 વાગ્યે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
-
25 Sep 2023 09:13 AM (IST)
Asian Games 2023 : સેલિંગમાં ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા
સોમવારે અહીં એશિયન ગેમ્સમાં પુરુષોની ચાર સેઇલિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ, ભારતે મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિવસની શરૂઆત જસવિંદર સિંઘ, ભીમ સિંહ, પુનીત કુમાર અને આશિષ ગોલિયાનની ટીમે પુરુષોની ચોગ્ગા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને કરી હતી, ત્યારબાદ સતનામ સિંહ, પરમિન્દર સિંહ, જાકર ખાન અને સુખમીત સિંહે પુરુષોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્વાડ્રપલ સ્કલ્સમાં ભારતીય ટીમે છ મિનિટ 8.61 સેકન્ડનો સમય લીધો હતો. ચીન (6:02.65) ને ગોલ્ડ મેડલ મળ્યો, જ્યારે ઉઝબેકિસ્તાન (6:04.64) ને સિલ્વર મેડલ મળ્યો. ભારતીય ટીમ શરૂઆતમાં ચોથા સ્થાને હતી પરંતુ 2000 મીટરની છેલ્લી 500 મીટરની દોડમાં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ જીતવા માટે પુનરાગમન કર્યું હતું.
-
25 Sep 2023 09:01 AM (IST)
Gujarat News Live : મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર મોટી દુર્ઘટના, કારચાલકે 5ને કચડ્યાં, 3ના મોત
મહારાષ્ટ્રના નાસિક હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્પીડમાં આવતી કારે રસ્તા પર ચાલી રહેલા 5 લોકોને કચડી નાખ્યા છે. 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે કાર જપ્ત કરી લીધી છે.
-
25 Sep 2023 08:08 AM (IST)
Asian Games 2023 : ભારતે વર્લ્ડ રેકોર્ડ સાથે શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ, આ રમતમાં વધુ એક બ્રોન્ઝ મળ્યો
એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે શૂટિંગમાં મેન્સ ટીમ ઈવેન્ટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય બીજા દિવસે પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
-
25 Sep 2023 08:04 AM (IST)
Gujarat News Live : બોટાદના કાનીયાડ ગામની વાડીમાંથી ગાંજાનું વાવેતર મળ્યું
બોટાદ પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે, કાનીયાડ ગામમાં ધીરૂ પરાળીયાની વાડીમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. ધીરૂભાઈ પરાળીયા છેલ્લા કેટલાક સમયથી ગાંજાનું વાવેતર કરી વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે લીલો અને સુકો મળીને કુલ 48.594 કિલો ગાંજો પકડ્યો છે.
-
25 Sep 2023 07:03 AM (IST)
Gujarat News Live : અમેરિકાનુ સૌથી મોટુ BAPS મંદિર, 8 ઓક્ટોબરે ભક્તો માટે ખુલશે
અમેરિકાનું સૌથી મોટુ સ્વામિનારાયણ મંદિર આગામી 8 ઓક્ટોબરે ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકાશે. જુઓ USAના સૌથી મોટા મંદિરની એક ઝલક.
-
25 Sep 2023 06:28 AM (IST)
Gujarat News Live : રાહુલ-કોંગ્રેસમાં તાકાત હોય તો વાયનાડને બદલે મારી સામે હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે-ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું રાહુલ ગાંધીને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકી રહ્યો છું. રાહુલ ગાંધી મોટા મોટા નિવેદનો આપતા રહે છે, મેદાનમાં આવો અને મારી સામે લડો. કોંગ્રેસના લોકો આ અંગે ઘણુંબધુ કહેશે. પરંતુ ગમે તે થાય, હું ગાંધી સામે લડવા તૈયાર છું. કોંગ્રેસના શાસનમાં જ બાબરી મસ્જિદ અને સચિવાલય મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.