આજે 25 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
અમદાવાદમાં પોલીસે એક એવો માસ્ટરમાઈન્ડ પકડી પાડ્યો છે કે જેણે લોકોને આવાસ યોજનાની સ્કીમમાં મકાન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાખી. છેલ્લા કેટલાય સમયથી પોલીસને આવાસના નામે છેતરપિંડી થયાની ફરિયાદો મળી હતી. તેના આધારે LCBએ આરોપી વિરમસિંહની ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછમાં મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે..આવાસ યોજનાની સ્કીમમાં મકાન તેમજ દુકાન અપાવી દેવાની લાલચ આપતો હતો અને લોકો પાસેથી મકાનના રજીસ્ટ્રેશન પેટે 3 હજાર અને દુકાનના રજીસ્ટ્રેશન પેટે 50 હજાર રૂપિયા પડાવી લેતો હતો. આરોપીએ 250થી વધુ વ્યક્તિઓ પાસેથી ત્રણ કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી. તેમજ દસ્તાવેજ સમયે 1.40 લાખ થી 1.60 લાખ જેટલી રકમ લેતો હતો.
બનાસકાંઠાના પાલનપુરમાં હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી,જ્યાં ત્રિપલ તલાક પર બેન હોવા છતાં ત્રિપલ તલાકની ફરિયાદ સામે આવી છે., પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક મુસ્લિમ મહિલાએ તેના પતિ અને અન્ય હિન્દુ મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યા કે, તેના પતિના હિન્દુ મહિલા સાથે આડા સંબંધ છે. જેના કારણે, પતિએ ત્રણ વખત તલાક… તલાક… તલાક… કહીને છૂટાછેડા લઇ લીધા અને દીકરીને પણ ગુમ કરી દીધી. ધાનેરાની મુસ્લિમ પરિવારની યુવતી, જેના લગ્ન થરાદ ખાતે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન પતિ તેની સાથે મારઝૂડ પણ કરીને દહેજની માગણી કરતો. જોકે સમાધાન અને વિવાદો વચ્ચે લગ્ન જીવન ચાલ્યું જતું હતું. પરતુ પતિની હરકતો જોતા મહિલાને તેના પતિ પર શંકા હતી કે તેના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. મહિલાએ પોતાની તપાસમાં તેના પતિ અને હિન્દુ મહિલાને એક જ મકાનમાં પકડી લીધા હતા. હાલ, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સસ્તા અનાજના દુકાનદારોએ પ્રધાન કુંવરજી બાવળિયા સામે કાઢ્યો બળાપો. સુરેન્દ્રનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કાર્યક્રમમાં સસ્તા અનાજના દુકાનદારો પહોંચ્યા હતા. તેમણે માગણી કરી કે, જે ગ્રાહકોને ફિગર પ્રિન્ટ ન આવતા હોય, તેમને OTPની મદદથી અનાજ મળી રહે. તેવી વ્યવસ્થા કરવામાં આવે.. દુકાનદારોની ફિંગર સિસ્ટમમાં નોમિનેશન કરવાની માગ પણ કરવામાં આવી છે. આ સાથે તેમની એવી પણ રજૂઆત હતી કે, સસ્તા અનાજની દુકાનો પર ગરીબોના પેટમાં જતી તુવેરદાળ અને ચણાનો જથ્થો 50 ટકા જ ફાળવામાં આવી રહ્યો છે. ચણા અને તુવેરદાળની 50 ટકા ફાળવણી કરવામાં આવે છે. તેની જગ્યાએ 100 ટકા ફાળવણી કરવા માગણી કરી છે. કુંવરજી બાવળિયાએ સસ્તા અનાજના દુકાનદારોની રજૂઆત સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું છે.
રાજકોટ શહેર જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડની ઘટના સામે આવી છે. અગાઉ અસામાજિક તત્વોએ હત્યાના સાક્ષી સાથે મારામારી કરી હતી. તેજ જગ્યાએ હવે તોડ ફોડ કરવામાં આવી. મોડી રાત્રિના સમયે સુમસામ જણાતા રોડ પર સ્કૂટર પર એક શખ્સ આવે છે. મા શક્તિ મદ્વાસ કાફે કે જે મોડી રાત હોવાથી બંધ હોય છે તેની પાસે સ્કૂટર ઉભુ રાખે છે અને ત્યારબાદ નાસ્તાવાળાએ ત્યાં એક તરફ મુકી રાખેલા ટેબલ અને ખુરશીઓ રસ્તા પર ફેંકી તોડફોડ કરે છે. માહિતી પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાવદાણીનો ભત્રીજો થાય છે આરોપી.. જો કે, મારામારી બાદ જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.. પણ આ ઘટના બાદ પણ લુખ્ખાઓ બેફામ હોવાની ચર્ચા છે.
અમદાવાદના ખોખરાની. જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરવાની સાથે, ખંડિત મૂર્તિના સ્થાને નવી મૂર્તિનું સ્થાપન કર્યું છે.પોલીસે ખોખરામાં મૂર્તિ ખંડિત કરનાર આરોપીઓનું સરઘસ કાઢ્યું. દોરડાથી બાંધીને પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.અહીં પ્રતિમાને ખંડીત કરનાર આરોપીઓ કાન પકડી માફી માગતા જોવા મળ્યા હતા. આ સાથે જ ખંડિત પ્રતિમાને હટાવીને નવી પ્રતિમાનું અનાવરણ થતા જ બે દિવસથી ચાલતાં ધરણાં પણ સમેટાયા હતા. સંવેદનશીલ મુદ્દે પોલીસે પણ કળથી કામ લઇને વિવાદનો સુખદ અંત આણ્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અગ્રણીઓએ પોલીસ સમક્ષ આંબેડકરની પ્રતિમા પાસે પોલીસ પોઇન્ટ ગોઠવવાની માગ કરી. સ્થાનિકોએ પોલીસ પોઇન્ટની સાથે CCTV લગાવવા પણ માગ કરી છે. હાલ આ પ્રકરણના તમામ આરોપી હવે પોલીસ કસ્ટડીમાં છે.
ડીંગુચા ગામના પરીવારના 4 સભ્યો 2022માં અમેરીકામાં ઘૂસ્યા હતા. તેમને એજન્ટે ગેરકાયદેસર રીતે તેમને મોકલવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષમાં ડિંગુચા પરિવારના 4 લોકોના દટાઈ જવાના કારણે મોત થયા હતા. આ કેસમાં EDએ અનેક સ્થળો પર દરોડા પાડીને તપાસ કરી છે. હવે માનવ તસ્કરીના આ કેસમાં EDના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે. તપાસમાં માનવ તસ્કરી મુદ્દે મહત્વના તથ્યો બહાર આવ્યા છે..ગેરકાયદેસર યુએસ જવા મામલે ભારતીયો વિદ્યાર્થીઓને કેનેડાની કોલેજમાં એડમિશન કરાવવામાં આવતું. કેનેડા જઈને કોલેજમાં જવાને બદલે તેઓ ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા બોર્ડરથી અમેરિકા જવા નીકળી જતા હતા. કેનેડાની કોલેજમાં ભરવામાં આવેલી ફી પણ વ્યક્તિને એકાઉન્ટમાં પરત મળી જતી હતી. મુંબઈ નાગપુર ગાંધીનગર અને વડોદરામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મહત્વની કડીઓ સામે આવી છે..મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા કેનેડાની કોલેજમાં એડમિશન કરાવી આપવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 112 જેટલી કોલેજોનું એક સંસ્થા સાથે તો બીજી 150 જેટલી કોલેજોનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે
દ્વારકાના ઓખામાં જેટી પર દુર્ઘટના સર્જાઈ હતી. જેમા કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી સમયે ક્રેન તૂટતા ત્રણ શ્રમિકો દટાયા હતા. આ ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે એક શ્રમિક દરિયામાં ડૂબ્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણ થતા જ 108, ફાયર વિભાગની ટીમ, પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્રણેય મૃતકોની ઓળખ કરી લેવાઈ છે. આ ત્રણેય શ્રમિકો જેટી પર ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બે અને દરિયામાં પડી જવાથી એક એમ કૂલ ત્રણ શ્રમિકોના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં દરિયામાં ડૂબેલા શ્રમિકને રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી 6 પહેલનો પ્રારંભ કરાયો છે.
દ્વારકા તાલુકાનાં ઓખા ખાતે જેટી પર દુર્ઘટના સર્જાઈ છે. કોસ્ટ ગાર્ડની જેટી બનાવાની કામગીરી સમયે ક્રેન તૂટી પડતા 3 મજૂરોના મોત થયા છે. જીએમબી કોસ્ટ ગાર્ડ, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવ્યો છે. નેશનલ હાઇવે નંબર 48 પર દારુનો જથ્થો પકડ્યો છે. 31 ડિસેમ્બર પહેલા સુરતના બુટલેગરનો લઈ જવાતો દારૂ પકડી પાડ્યો છે. પોલીસને ચકમો આપીને ભાગી રહેલા બુટલેગરની ઈનોવા ગાડી ઝડપી પાડી છે. બે આરોપીઓની ધરપકડ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મૃતક ભુવા નવલસિંહ સામે સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડરની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં મથકે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તાંત્રિક વિધિમાં, પિતા, માતા અને બહેનની કરાઈ છે હત્યા. ફરિયાદીના પિતા દિપેશભાઈ પાટડિયા, માતા પ્રફુલાબેન, બહેન ઉત્સવી ની હત્યા નીપજાવી હતી. હત્યા બાદ દુધરેજ નર્મદા કેનાલમાં ત્રણેયની લાશ ફેંકી દેવામાં આવી હતી. નવલસિંહ ભુવાનુ લોકેશન તેની આસપાસ હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે આજે મૃર્તકના પુત્ર ભાવિકે બી ડિવિઝન પોલીસમાં મથકે નવલસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં 67 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
અમરેલીના ખાંભાના પચપચીયા ગામની સીમમાં, ગત મોડી રાત્રે 10 વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધો. વાડી ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સુતા સમયે, દીપડો આવી જતા ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મૃતક બાળકનું નામ મયુર જીતુભાઇ સોરઠીયા હોવાનું અને તે ઉનાના સામતેરના રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. દીપડો શિકાર કરીને 500 મીટર દૂર ઝાડીમાં ઢસડી લઈ જઈ બાળકને ફાડી ખાધો હતો. વનવિભાગની ટીમ દોડી બાળકના શરીરના હાથ પગ સહીત શરીરના અન્ય અવશેષો મળી આવ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગની કવાયત શરૂ છે.
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની અંદર પહોંચી ગયો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.5 ડિગ્રીએ પહોંચ્યો છે. તો અમરેલીમાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. અમરેલીમાં 9.7 ડિગ્રીએ ઠંડી નોંધાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં સામાન્ય કરતા આશરે 4 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આજે ઠંડીનો પારો 9.8 ડિગ્રીએ પહોચ્યો હતો.
અમદાવાદમાં 15 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, ભાવનગરમાં 13.4 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, દાહોદમાં 15.4 ડિગ્રી, ડિસામાં 13.5 ડિગ્રી, દ્વારકામા 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, જામનગરમાં 16.5 ડિગ્રી, નર્મદામાં 13.6 ડિગ્રી, ઓખામાં 17 ડિગ્રી, પોરબંદરમાં 12.2 ડિગ્રી, સુરતમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જામકંડોરણામાં શ્વાને હુમલો કરતા 7 વર્ષીય બાળકનું મોત થયું છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને રવી નામના બાળકને અસંખ્ય બચકાં ભરી લેતા મોત થયું છે. ત્રણ બાળકો કુદરતી હાજતે જતા હતા તે સમયે શ્વાને હુમલો કર્યો હતો. બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડતા, સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું.
આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલને દારૂ વેચતા પોલીસે ઝડપી પાડ્યો છે. આણંદમાં દિવા નીચે જ અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ આણંદ જિલ્લાની પોલીસ 31 ડિસેમ્બરને લઈ એક્શનમાં દેખાઈ રહી છે. તો બીજી તરફ પોલીસ કર્મચારી જ દારુનુ કરી રહ્યો છે વેચાણ. પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. ભારતીય બનાવટ વાળી 20 પેટી જેમાં 240 બોટલ મળી રુપિયા 3,63,360 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આણંદ એલસીબી પોલીસે બાતમી આધારે રેડ કરી હતી.
સુરેન્દ્રનગર લીંબડી એસ.ટી. ડેપોમાં વિધાર્થીઓએ મચાવ્યો હોબાળો. એ.ટી. તંત્ર દ્રારા કોઇપણ જાતની જાણ કર્યા વગર જે બસમાં વિધાર્થીઓ અભ્યાસ માટે અપ ડાઉન કરતા હતા તે ગ્રામ્ય રૂટો બંધ કરી દેતા વિધાર્થીઓ રઝળી પડ્યા છે. લીંબડી, અને ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે લીંબડી આવે છે. પરંતુ કેટલાક દિવસથી એસ.ટી. તંત્ર દ્રારા ગામડાના રૂટો બંધ થતા વિધાર્થીઓ રઝળી પડ્યા છે અને ખાનગી વાહનોનો સાહરો લેવો પડે છે. જેથી વિધાર્થીઓએ લીંબડી એસ.ટી. ડેપોમાં એકઠા થઇ કર્યો હોબાળો મચાવ્યો હતો અને ગ્રામ્ય રૂટની એસટી બસ ચાલુ કરવા માંગ કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કાંકરેજ તાલુકાના વિભાજન કરવાની માંગ કરી છે. ભૌગોલિક ક્ષેત્રફળમાં કાંકરેજ તાલુકાનો બહુ જ મોટો વિસ્તાર હોવાથી લોકોને હાલાકી પડી રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. કાંકરેજ તાલુકાનું વિભાજન કરીને શિહોરી અને થરાને તાલુકા મથક બનાવવામાં આવે તેવી પણ તેમણે પત્રમાં માંગ કરી છે. 90 થી વધુ ગામો ધરાવતા કાંકરેજ તાલુકાનું વિભાજન કરાય તો 40થી વધુ ગામો નવીન શિહોરી તાલુકામા સમાવેશ થઇ શકે છે બીજી તરફ 45થી વધુ ગામો નવીન થરા તાલુકા મથકને મળી શકે છે. કાંકરેજ તાલુકાનો વિસ્તાર મોટો હોવાથી લોકોનું સમય અને નાણાનો દુરુપયોગ થાય છે.
સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 11 મહિનામાં 14 મિનરલ વોટર પેકેજ્ડ બોટલ અને જારના નમૂનાઓ ચકાસણી અર્થે લીધા હતા. જે પૈકી 9 નમૂના ફેઈલ થયા છે. 7 નમૂનામાં પીએચ મૂલ્ય 6.5 કરતા ઓછું હતું, જ્યારે આ મૂલ્ય 6.5થી 8.5 વચ્ચે હોવું જરૂરી છે. એક નમૂનામાં ક્લોરાઇડ અને હાર્ડનેસ 500થી વધુ સ્તરે જોવા મળ્યું.
1. કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
2. એચ. એન. ટ્રેડર્સ
3. વરૂણ એન્ટરપ્રાઇઝિસ
4. ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
5. રાઠોડ બ્રધર્સ
6. બ્રીથ બેવરેજેસ
7. પી.એમ. માર્કેટિંગ
8 . નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
9 . ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ
બનાસકાંઠાના પાલનપુરમાં લવ જેહાદમાં ત્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિન્દુ મહિલા સાથે સંબંધ બાંધી આપ્યા ત્રિપલ તલાક. થરાદથી પાલનપુરમાં ભાડે રહેવા આવેલા એ સમયે હિન્દુ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. સંબંધ બાંધીને પત્નીને આપ્યા ત્રિપલ તલાક. પીડીતા પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ત્રિપલ તલાક મામલે નોંધાવી પોલીસ ફરિયાદ.
IMD મુજબ, આજે સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું, લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ગાઢ ધુમ્મસની શક્યતા છે. જુઓ દ્વારકા એક્સપ્રેસવેનો ધુમ્મસભર્યા વાતાવરણનો વીડિયો
#WATCH | A thin layer of fog covered parts of Delhi this morning as the minimum temperature was recorded at 9°C with a possibility of dense fog, as per IMD.
(Visuals from Dwarka Expressway) pic.twitter.com/rGYioQmfei
— ANI (@ANI) December 25, 2024
ગાંધીનગરના સર્કલ ચ-5 પાસે ટ્રકમાં આગ લાગી હતી. વહેલી સવારે ટ્ર્કમાં એકાએક આગ લાગતા, સમગ્ર ટ્ર્ક આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદ બાદ હવે વડોદરામાંથી હાઈબ્રીડ ગાંજો પકડાયો છે. 22 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે 20 વર્ષીય આદીબને પોલીસે પકડી લીધો છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે 734 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. હાઈબ્રીડ ગાંજાના સપ્લાયના વિદેશ કનેક્શન હોવાની આશંકા છે. ફરાર અબ્દુલ પકડાય તો હાઈબ્રીડ ગાંજાનું નેટવર્ક ખુલી શકે તેમ છે. ફરાર અબ્દુલ પટેલ 9 મહિના પહેલા પણ 5 કિલો ગાંજા સાથે પકડાયો હતો. વર્ષ 2020 માં પણ ગાંજા સાથે પકડાયો હતો, પુત્ર આદીબની પોલીસે અટકાયત કરી હતી.
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી કરવામાં આવી છે. અમદાવાદના નિવૃત્ત આર્મી મેને, ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી છે. અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનના મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાયાના આક્ષેપ સાથે હેબિયસ કૉર્પસ કરાઈ છે. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેઈન વોશ થતુ હોવાનો અરજદારે હેબિયસ કૉર્પસ અરજીમાં આક્ષેપ કર્યો છે. ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી તેમ અરજદારે અરજીમાં જણાવ્યું છે. અરજદાર અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા કર્યો હતો ઇન્કાર. અરજદારની દીકરીને ભડકાવી 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો આરોપ અરજીમાં કરાયો છે.
ગુજરાત સહિત દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. મધ્યરાત્રીએ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાતાલની રાત્રે ચર્ચને લાઇટ્સ, સ્ટાર્સ અને ક્રિસમસ ક્રાઇબ્સથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ મીણબત્તીઓ પ્રગટાવીને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા રિવર ઇન્ટરલિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ નદી ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે.
Published On - 7:11 am, Wed, 25 December 24