
આજે 24 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ધારાસભ્યો દર્શિતા શાહ અને ઉદય કાનગડ,મ્યુનિસિપલ કમિશનર,કલેકટર,કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા,શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,મેયર નયના પેઢડિયા,પૂર્વ મેયર પ્રદીપ ડવ આ તમામ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને જોવા પહોંચ્યા. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું નિવેદન,કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે મનપા અધિકારીઓને તાકીદ કરાઇ. સીએમએ પ્રદીપ ડવ સાથે વાત કરી એ બાઈટ આપણામાં જ છે ખાલી
સર્વેશ્વર ચોકમાં ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આવતીકાલનો રાજકોટનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. જામકંડોરણા ખાતે વર્ચ્યુઅલ જોડાય તેવી શક્યતા છે.
1 રાજકોટના માધાપર ચોકડી બ્રિજનું લોકાર્પણ.
2 રાજકોટના જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, ‘અમારી સરકાર રાજસ્થાનના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમારા પક્ષના કાર્યકર્તાઓએ અહીં લીધેલો પરિવર્તનનો સંકલ્પ રાજ્યમાં સર્વાંગી વિકાસના દ્વાર ખોલવા જઈ રહ્યો છે. આ ઠરાવને વધુ મજબૂત કરવા માટે, અમને આવતીકાલે બપોરે જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભામાં હાજરી આપવાની તક મળશે.
ભારતીય સેનાનું કહેવું છે કે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે, આજે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં વામપુરા અને કુલગામમાં બે અલગ-અલગ વાહન ચેકપોસ્ટ (MVCPs) ની સ્થાપના કરવામાં આવી હતી. આ દરમિયાન, પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના કબજામાંથી 2 પિસ્તોલ, 3 હેન્ડ ગ્રેનેડ, 1 UBGL ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો વોકળામાં ખાબક્યા. પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ભગવાન આદિકવિ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ નિમિત્તે રવિવારથી ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં 22મી ક્રિકેટ ટુર્નામેન્ટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કર્યું હતું. આ દરમિયાન પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા બ્રિજ ભૂષણ શરણ સિંહે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન સહિતની તમામ રમતો રમી શકે છે અને જરૂર પડે તો મારપીટ પણ કરી શકે છે.
Narmada : નર્મદા નદીમાં પૂરના (flood) કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરકારના આ રાહત પેકેજને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મજાક ગણાવ્યું છે.
મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી એસઓજી પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.
પંજાબમાં સરહદ પારથી થતી દાણચોરીનો પર્દાફાશ થયો છે. ગુરદાસપુર પોલીસ અને BSFએ સંયુક્ત ઓપરેશનમાં બે દાણચોરો પાસેથી 19.3 લાખ રૂપિયાના ડ્રગ મની સાથે 12 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ દવાઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવી હતી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અરુણાચલ પ્રદેશના તેજુમાં નવીનીકરણ કરાયેલ તેજુ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ એરપોર્ટમાં 170 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. 40,000 ચોરસ ફૂટનું એરપોર્ટ છે. આ ખૂબ જ સુંદર એરપોર્ટ છે.
અંબાજીના હડાદ માર્ગ ઉપર ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે 40થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. બાળકો સહિત મહિલાઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108, ખાનગી વાહન અને પોલીસની જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં 33 તાલુકામાં એક મીલિમિટરથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના જ, દેડીયાપાડામાં 2 ઈંચ તો સુરતના ઉમરપાડામાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં દોઢ ઈંચ, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આનાથી 11 રાજ્યોમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોના જોડાણને વેગ મળશે. નવી ટ્રેનોમાં અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. નવી ટ્રેનોમાં સુવિધાઓ પણ પહેલાની સરખામણીમાં વધારવામાં આવી છે. ખાસ વાત એ છે કે, વંદે ભારત ટ્રેનની સીટને વધુ આરામદાયક બનાવવામાં આવી છે, જેના કારણે હવે મુસાફરોની મુસાફરી વધુ સારી રીતે થશે.
રાજકોટમાં આનંદ બંગલા નજીક સિટી બસચાલકે ટુ-વ્હીલરચાલક મહિલાને અડેફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ ઘટનાને લઈ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ સિટી બસના કાચ તોડી નાખ્યા છે. આ ઘટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીકની છે.જ્યાં સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારીને મહિલાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
આંધ્રપ્રદેશમાં IT કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમને બોર્ડર પર નજરકેદ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં તેમની ધરપકડ બાદ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ વધી રહી છે. આંધ્રપ્રદેશમાં સરકાર લોકોને રસ્તા પર આવવાની પરવાનગી નથી આપી રહી. આજે જ્યારે આઈટી કંપનીના કર્મચારીઓએ નાયડુના સમર્થનમાં વિશાળ કાર રેલી કાઢવાની વાત કરી તો સરહદ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે. જી 20 સમિટને કારણે ભારતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે.
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે ભારતીય સંસ્થાઓ, કોન્સ્યુલેટ અને વિદેશમાં દૂતાવાસોને નુકસાન પહોંચાડનારા અને ત્યાં હિંસક વિરોધ પ્રદર્શન કરનારા લોકોના ભારતીય પાસપોર્ટ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ રદ કરવામાં આવી શકે છે.
રાજકોટ દુધ ઉત્પાદક સંઘને આઈટીએ દંડ ફટકારતા કેન્દ્રીય નેતાઓને રજુઆત કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગે 173 કરોડની વસુલાત કરવા નોટીસ ફટકારી છે. નોટબંધી સમયે રાજકોટ ડેરીએ દુધ વિતરકો પાસે 2-2 લાખનો રોકડ વ્યવહાર કર્યો હતો. નેશનલ ફેસલેસ અપિલ ઓથોરીટીએ રાજકોટ ડેરીને 3 લાખનો દંડ ભરવાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદાની સામે ઈન્કમ ટેક્સે ટ્રિબ્યુનલમાં અપિલ કરી હતી. અપિલ પરત ખેંચાવવા ડેરીના આગેવાન કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલાને રજુઆત કરી છે.
સરકાર ખાલિસ્તાની આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરી રહી છે. નેટવર્કના હવાલા સિન્ડિકેટને તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. થાઈલેન્ડ મારફતે કેનેડામાં ફંડિંગ મોકલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 2019-21 વચ્ચે 13 વખત કેનેડામાં વાયા થાઈલેન્ડ કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા હતા. લોરેન્સ બિશ્નોઈએ ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા પડાવ્યા હતા.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે, સવા બે લાખથી વધુ ભાવિક ભક્તો ઉમટ્યાં હતા. ભક્તોએ માં અંબાના ચરણોમાં 56.38 લાખની ભેટ અર્પણ કરી હતી.
એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનો પહેલો મેડલ જીત્યો છે. ભારતના અરવિંદ સિંહ અને અર્જુન લાલે લાઇટ વેઇટ મેન્સ ડબલ સ્કલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અર્જુન અને અરવિંદની જોડીએ 6:28:18 કલાક સાથે સતત બીજી વખત એશિયાડમાં સ્થાન મેળવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના વિવિધ શહેરોને જોડતી 9 વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ 9 ટ્રેનો 11 રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડમાં કનેક્ટિવિટી વધારશે.
જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તેમાં જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ, ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા-ચેન્નઈ (રેનીગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 105મા એપિસોડને સંબોધિત કરશે. મન કી બાતનો કાર્યક્રમ પ્રતિ માસના છેલ્લા રવિવારે પ્રસારીત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશમાં પ્રેરણાદાયી બનાવની વાત કરે છે. આવનારા તહેવારોની શુભેચ્છા પાઠવે છે અને દેશના પ્રગતિની જાણી અજાણી વાત કરે છે.
અમદાવાદના ઈદગાહ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી. લારી મુકવા બાબતે થયેલ અથડામણમાં બન્ને જૂથે પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારો કરી રહેલા કેટલાક લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
Published On - 6:36 am, Sun, 24 September 23