અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો, 4ને હોસ્પિટલ ખસેડાયા છે. મજૂરી કામ કરવા જતાં પરિવાર પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. 4 લોકોને મધમાખીના ડંખની અસર થવા પામી છે. રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફત તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે નાનો બાળકોને વધારે અસર થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલ કેરની લે વેચ કરતી દુકાનમાં આગ લાગી હતી. છાપરા રોડના 60 પ્રીતમ ગાડી લે વેચની દુકાનમાં આગ લાગતા, દુકાનમાં મૂકેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. નવસારી ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
યુપીના સંભલ ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ કહ્યું કે, શાહી મસ્જિદનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે ટીમને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી રહી છે. તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ છોડવામાં નહીં આવે.”
લીંબડી-અમદાવાદ હાઇવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. રળોલ ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલા સહિત 5 વ્યકિતને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બે વ્યક્તિઓને વધું ગંભીર હાલતમા સુરેન્દ્રનગર રીફર કરાયાં છે. અમદાવાદનો પરીવાર દ્વારકા દર્શનને જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો.
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કેમ્પ કાંડ સામે આવ્યો છે. મહેસાણાના જોરણંગ ગામમાં પણ કર્યો હતો કેમ્પ. ઓપરેશન કર્યા બાદ 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. આરોગ્યતંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. કેમ્પ કરી 15 થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવાયા હતા. પૂર્વ સરપંચ દ્વારા આ સમગ્ર મામલે આક્ષેપો કર્યા છે. કેમ્પ બાદ 7 વ્યક્તિઓને સ્ટેન્ટ મુકાયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં ત્રણ માસ બાદ એક દર્દીનું મોત થયું હતું. જ્યારે 6 દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022ના રોજ કેમ્પ કર્યો હતો.
નારોલમાં આવેલ મહાલક્ષ્મી ફેબ્રિક કોટન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ભીષણ આગ લાગી છે. નારોલ બ્રિજ પાસે આવેલ ગોડાઉનના ભીષણ આગનો કોલ હતો. જેના કારણે સલાલી,જમાલપુર,મણીનગર ફાયર સ્ટેશનની આઠ વાહનોનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. હાલમાં આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની કાર્યવાહી ચાલુ છે.
વહેલી સવારે ધંધુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે કાર પલટી ગઈ હતી. મધ્ય પ્રદેશથી શ્રમિકો ભરી જુનાગઢ જતા કારનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક બાળક સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગમાં સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો છે. બંનેએ 201 રનની ભાગીદારી કરી હતી, જે રાહુલની વિકેટ પડવાની સાથે તૂટી ગઈ હતી. સ્ટાર્કે કેએલ રાહુલની વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી સૌથી વધુ ઓપનિંગ ભાગીદારી 191 રનની હતી. જે 1986માં રમાયેલી સિડની ટેસ્ટમાં ગાવસ્કર-શ્રીકાંતે બનાવી હતી. આ ઓપનિંગ રનની ભાગીદીરીને આજે યશસ્વી- રાહુલે તોડી નાખી હતી.
અંબાજી મંદિરમાં એક કરોડ એકવીસ લાખની કિંમતના સોનાની ભેટ મળી છે. મુંબઈના બે અલગ અલગ માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં સોનાની ભેટ ધરી છે. બે ભકતોએ 1.520 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. જે પૈકી 1 કિલો સોનાની લગડી માતાજીના ચરણોમાં મૂકાઈ છે, જેની અંદાજે કિંમત 80 લાખ છે. તો મુંબઈના બીજા એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી અર્પણ કરાઈ છે. જેની અંદાજે કિંમત રૂ. 41,34,000 છે. મુંબઈના બે અલગ અલગ માઈભક્તો દ્વારા ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ ચડાવાઈ છે.
અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. મહિલા સાયક્લિસ્ટને SUV કાર ચાલકે ટક્કર મારી હતી. ટક્કર મારીને કારચાલક ફરાર થયો છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર કલોલ કોર્ટ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમા 1નુ મોત થયુ છે તો 3 ઈજાગ્રસ્ત થયા છે. હિટ એન્ડ રનની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી છે.
આજે આઈપીએલ 2025 માટે ખેલાડીઓની હરાજી થશે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચક્રો ગતીમાન થશે. મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં આનંદ દિઘેની પ્રતિમા પર શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ સર્જાયો છે, પેટાચૂંટણીના છેલ્લા રાઉન્ડની મતગણતરીમાં કોંગ્રેસનો વિજય થયો છે. મહારાષ્ટ્રના પરિણામો પર પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પોતે તો ડૂબે છે, બીજાને પણ ડૂબાડે છે. જો કોઈ સારું હોય તો દેશનો મહાન મંત્ર છે, આજે ભત્રીજાવાદનો પરાજય થયો છે.
આજે 24 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - 7:25 am, Sun, 24 November 24