
આજે 24 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને કારણે મૈસૂર પાકનું જ નામ બદલી દેવાયું…જયપુરની મીઠાઈ દુકાનોએ લોક જનભાવનાઓને માન આપીને મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવી દેવામાં આવ્યો..મૈસુરપાક હવે બની ગયું છે મૈસુર શ્રી…અત્યંત વૈભવી મીઠાઈ સ્વર્ણ ભસ્મ પાક હવે સ્વર્ણ ભસ્મ શ્રી તરીકે ઓળખાશે.
લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે… ઝારખંડની ચાઈબાસા MP-MLA કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યો..કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂને હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો…રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી…કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની અરજી દાખલ કરાઈ છે..
આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાનને આઈએમએફ બાદ હવે વિશ્વ બેન્ક તરફથી મોટી મદદ મળી શકે છે…અહેવાલ અનુસાર જૂનમાં વિશ્વ બેન્ક પાકિસ્તાન માટે 20 બિલિયન ડોલરની રકમ મંજૂર કરી શકે છે…ભારત સરકાર પાકિસ્તાનને આપવામાં આવનાર આ સહાય પેકેજ અંગે વિશ્વ બેંક સાથે વાત કરશે…ભારતનું કહેવું છે કે, પાકિસ્તાન આ પૈસાનો દુરુપયોગ કરી શકે છે અને તેને આતંકવાદ પર ખર્ચી શકે છે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી…ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વડાપ્રધાન મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી..જો કે આ બેઠક બિહારના CM નીતિશકુમાર, મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કર્ણાટકના CM સિદ્ધારમૈયા ગેરહાજર રહ્યા…
ભારતીય સાંસદોની વધુ બે ટીમો વિશ્વ સામે પાકિસ્તાનની પોલ ખોલવા માટે વિદેશ જવા રવાના થઈ…ભાજપ સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સાંસદોની એક ટીમ અખાતી દેશો માટે રવાના..બીજી ટીમ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં અમેરિકા માટે રવાના થઈ.. નેતાઓ આ દેશો સમક્ષ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતની સતત લડાઈ રજૂ કરશે…કહ્યું, આતંકવાદ ફક્ત ભારતની સમસ્યા નથી વિશ્વભરના ઘણા દેશોને પીડિત કરી રહ્યો છે….
અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ..શહેર સહીત ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ..દિવસભરનાં ઉકળાટ બાદ પડ્યો વરસાદ..ગળકોટડી, કરિયાણા, ખાખરીયા, દરેડ સહિતના ગામોમાં વરસાદ..વૃક્ષ ધરાશાયી થતા લાઠીથી દામનગરનાં રસ્તે વાહનવ્યવહાર ખોરવાયો.
જૂનાગઢના માંગરોળ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ..શીલ, ચંદવાણા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ..માંગરોળ-કેશોદ હાઈવે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી..ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી.
પાટણના ગદોસણ ગામે DJના વાહનમાં લાગી ભીષણ આગ..પાટણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ.. આગ લાગવાનું કારણ અકબંધ.. આગ લાગતા લોકોમાં દોડધામ..
સુરતના ઓલપાડ તાલુકામાં ત્રાટક્યું તોફાની વાવાઝોડું.. મૂળદ ગામ નજીક વીજ વાયરોમાં ફોલ્ટ થતાં તણખા ઉડ્યા.. તો પ્રભુનગર વિસ્તારમાં લગ્ન મંડપ અને ખુરશીઓ હવામાં ઉડી.. લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં વાવાઝોડાને પગલે અફરાતફરી મચી.. ભારે પવનના કારણે ઓલપાડ તાલુકામાં મોટાપાયે નુકસાન થયું..
સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અબુ ધાબી પહોંચેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત…બાંસુરી સ્વરાજ, અતુલ ગર્ગ, સસ્મીત પાત્રા સહિતનાં સાસંદોએ મંદિરમાં કર્યા દર્શન. ઉલ્લેખનીય છે કે આતંકવાદ સામે ભારતનાં ઓપરેશન સિંદુર અંગે વિશ્વને માહિતગાર કરવા ભારતીય સાંસદોનાં અલગ અલગ પ્રતિનિધિ મંડળ હાલ પ્રવાસ પર છે…
ગાંધીનગર જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો.. મગોડી SRP ક્વાટર્સ બાદ ચિલોડામાં પણ ચોરી.. આલમપુરમાં શાકમાર્કેટની 4 દુકાનોના તાળા તૂટ્યા.. ચોરીની ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ.. છેલ્લા 8 દિવસમાં 4થી વધુ ચોરીની ઘટનાને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા..
મહીસાગર: ઘર કંકાસમાં પુત્રએ જ લઈ પિતાનો ભોગ લીધો. પુત્રએ પિતાની ઉપર ગાડી ચઢાવીને હત્યા કરી દેતા ચકચાર મચી છે. ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામના વાડી ફળિયાની ઘટના છે. બોલેરો ગાડી ચઢાવતા ઈજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મોત થયુ છે. ઘર કંકાસને લઈ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની કરપીણ હત્યા કરી નાખી.
દરિયાકાંઠે પવન સાથે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. જૂનાગઢના માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટને કારણે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટના દરિયામાં ભરતી જોવા મળી રહી છે. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા.
ગીર-સોમનાથઃ બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી. ઊનાના કાણકીયા ગામેથી બોગસ તબીબ ઝડપાયો. ડિગ્રી વગર જ દર્દીની સારવાર કરતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
જૂનાગઢઃ મેંદરડા પંથકમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ભારે પવન ફૂંકાતા તલના પાકમાં ભારે નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોએ સરકાર સમક્ષ વળતરની માગ કરી. તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માગ છે. હજુ પણ વરસાદની આગાહીના પગલે વધુ નુકસાનની ભીતિ છે.
રત્નકલાકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. રત્નકલાકારોના બાળકોની ફી સરકાર ચૂકવશે. વાર્ષિક 13 હજાર 500 સુધીની ફી સરકાર ચૂકવશે. હીરા ઉદ્યોગમાં 5 લાખની મુડી ઉપર 9 ટકાના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય અપાશે. વીજ ડ્યુટીમાં એક વર્ષ સુધી રાહત અપાશે. ઓછામાં ઓછા 3 વર્ષના અનુભવીને રાહત મળશે. રોજગારીથી વંચિત અને 21 વર્ષથી વધુની ઉંમરના રત્નકલાકારોને રાહત મળશે.
CM ભૂપેન્દ્ર પટેલ બે દિવસની દિલ્લીની મુલાકાતે છે. દિલ્લીમાં PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક છે. CM ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. CM સાથે મુખ્ય સચિવ પણ દિલ્લીમાં છે. નીતિ આયોગની બેઠકમાં ગુડ ગવર્નન્સ પર રાજ્ય સરકાર પ્રેઝન્ટેશન કરશે. આવતીકાલે ભાજપ શાસિત રાજ્યના મુખ્યપ્રધાનોની બેઠકમાં પણ હાજરી આપશે. PM મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય BJP અધ્યક્ષ JP નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
પાટણ: રિક્ષામાં મુસાફર બનીને લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ. પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી. રિક્ષામાં મુસાફરને બેસાડીને સતર્કતાથી ચોરીને અંજામ આપતા હતા. મોટા નાયતા ગામની મહિલા પણ ત્રિપૂટી લૂંટ ગેંગનો શિકાર બની. મહિલાના થેલામાંથી સોનાની ચેઈન કાઢીને આરોપી ફરાર થઈ ગયા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય આરોપીને ઝડપ્યાં. આરોપીઓ પાસેથી સોનાની ચેઈન કબજે કરી ફરિયાદી મહિલાને પરત સોંપાઈ.
નવસારીઃ સામાન્ય વરસાદમાં જનજીવન પ્રભાવિત થયુ છે. પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયા છે. 110 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજમાં સામે પાણી ભરાયા. મનપાએ પાણીને રોકવા 17 લાખના ખર્ચે દીવાલ ઉભી કરી. મનપા દ્વારા વધારાનો ખર્ચ કરવા છતા સમસ્યા યથાવત છે. રેલવે અંડર પાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો.
વાવાઝોડાની વલસાડ જિલ્લામાં અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મહારાષ્ટ્ર-ગુજરાતના બોર્ડર, સંઘ પ્રદેશ દમણ, સેલવાસમાં પણ વરસાદ ખાબક્યો છે. સંભવિત વાવાઝોડાને લઈ દક્ષિણ ગુજરાતમાં આગાહી કરાઈ હતી. વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ છે.
અમદાવાદ શહેરના મધ્યમાંથી નીકળતી સાબરમતી નદીને 15 મેથી 5 જૂન સુધી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નદીમાંથી સૌથી વધુ પ્લાસ્ટિક અને કાપડ સહિતની જે વસ્તુઓ બળી શકે તેવી નીકળે છે. જેથી આ કચરો મ્યુનિસિપલ કોર્પોરેશનના રેફ્યુઝ સ્ટેશન ખાતે અલગ કરીને સીધો વેસ્ટ ટુ એનર્જી અને વેસ્ટ ટુ પ્લાસ્ટિક એમ બંને પ્લાન્ટમાં મોકલવામાં આવે છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3.39 ઈંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.26 ઈંચ વરસાદ પડ્યો , આજે પણ દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેની આગાહી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
કચ્છ: માંડવીના ત્રગડીમાં SMCએ દરોડા પાડ્યા. ₹ 83.78 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે. 13,661 દારૂની બોટલ અને ટીન જપ્ત કરાયા. ઘર અને વાહનોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો. 7 વાહનો, 4 મોબાઈલ કબજે કર્યા. પોલીસ મથકે 16 આરોપી સામે ગુનો દાખલ કરાયો. ₹ 1.21 કરોડનો મુદ્દામાલ SMCએ જપ્ત કર્યો.
ગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હજુ 5 દિવસ વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદથી તબાહી સર્જાઇ છે.
Published On - 7:35 am, Sat, 24 May 25