કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને, અમદાવાદમાં મેટ્રો ટ્રેન મોડી રાત્રે પણ દોડશે. 25 અને 26 જાન્યુઆરીના રોજ મધરાત્રે 12:30 કલાક સુધી મેટ્રો બન્ને રૂટ ઉપર દોડશે. દર આઠ મિનિટના સમયાંતરે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામ સુધીના રૂટ ઉપર મેટ્રો રાત્રે 12.30 સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ભળતા સળતા નામથી હિન્દુ હોવાનો દેખાવ કરતા હોટલ માલિકોની હોટલ-રેસ્ટોરન્ટના પરવાના રદ કરાયા છે. છેલ્લા એક વર્ષ મા 27 હોટલોના પરવાના રદ કરી દેવાયા છે. ખોટા નામથી ચાલી રહેલી હોટલો અથવા તો હિન્દુ નામથી તથા કેટલાક કિસ્સામા માલિકના નામ હિન્દુ હોવાનો ઉપયોગ કરીને લેવાયેલા પરવાના રદ કરાયા છે. GSRTC બસોને આ હોટલ પર હોલ્ડ કરવાના પરવાના રદ કરાયા છે. વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટલ, રાજકોટ 2, પાલનપુર 3, ગોધરા 2, નડિયાદ 2, અમદાવાદ 1, ભરૂચ 4, સહિત 27 હોટલોના પરવાના રદ કરાયા છે.
જૂનાગઢ: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનું મોત થયુ છે. હાર્ટ એટેકને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસની ભરતી માટે શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો વિદ્યાર્થી. શારીરિક કસોટી બાદ પોતાના મિત્રના ઘરે ગયા બાદ અચાનક મોત થયુ. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
બનાસકાંઠા: થરાદના આંત્રોલ ગામની સીમમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો છે. રાણકપુર બ્રાન્ચ કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. ફાયર વિભાગની ટીમે કેનાલમાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢ્યો. મૃત નવજાત શિશુ કેનાલમાંથી મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.
કચ્છ: નલિયા સામૂહિક દુષ્કર્મકાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. વર્ષ 2017માં બનેલા ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો. ભાજપના નેતાઓને સાંકળતા ચકચારી કેસમાં કોર્ટે ચુકાદો આવ્યો. કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ગુજરાત સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી.
સુરતઃ ટુ વ્હીલર પર આવતા મહિલા બેભાન થઈ હતી. મહિલા અચાનક બેભાન થતાં પોલીસ મદદે પહોંચી. પોલીસે મહિલાને PCRમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી. જીવનજ્યોત ત્રણ રસ્તા પર ઘટના બની. ઉધના પોલીસે સરાહનીય કામગીરી કરી.
અમરેલીઃ વાહનની અડફેટે દીપડાનું મોત થયુ છે. સાકુડલા મહુવા રોડ બાયપાસ નજીક દીપડાનું મોત થયું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. દીપડાને ટક્કર મારનારા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી.
મહારાષ્ટ્ર: જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં મૃતાંક 13 પર પહોંચ્યો છે. 9 મુસાફરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા બાદ મુસાફરો ટ્રેનમાંથી કૂદ્યા હતા. મુસાફરો નીચે કૂદ્યા બાદ સામેથી આવતી ટ્રેનની અડફેટે આવ્યા. કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવતા અનેકના ઘટના સ્થળે જ મોત થયુ.રેલવે વિભાગ તરફથી મૃતકોના પરિવારજનોને ₹1.50 લાખની સહાય આપવામાં આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ₹50 હજારની સહાય અપાઇ.
રાજકોટ: સોખડા ગામે મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. સ્ટીલની બરણીમાં એસિડ ભરી ઘરે જઈ મહિલા પર એટેક કર્યો. એસિડ એટેકમાં મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ છે. પ્રકાશ સરવૈયા નામના યુવકે એસિડ એટેક કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
અમદાવાદનાં આવેલા વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ યોજાવવા જઇ રહ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનાર કોન્સર્ટમાં દેશભરમાંથી ચાહકો ઉમટવાનાં છે. ત્યારે હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનાં ભાડા આભને આંબી રહ્યા છે. બીજી તરફ લગ્ન સિઝનને કારણે પણ હોટલો બુક છે ત્યારે હોટલ સંચાલકોમાં ખુશીની લહેર છે. શહેરમાં સતત આવા આયોજનોને કારણે હોટલ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને વેગ મળી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે. વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત શાહ કરશે. રૂ.651 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. GMDCમાં હિન્દુત્વ મેળાનો અમિત શાહ પ્રારંભ કરાવશે. સુરત કેન્સર હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ઝુંડાલ, થલતેજના વિકાસકાર્યોની શહેરીજનોને ભેટ આપશે.
ફ્લાવર શોમાં વધુ બે દિવસ વધારવામાં આવ્યા છે. કોલ્ડપ્લેના કોન્સર્ટના કારણે વધુ બે દિવસ વધારવામાં આવ્યા છે. 26 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રી વેડિંગ અને મૂવી માટે મુલાકાતીઓ માટે સમયમાં પણ ફેરફાર કરાયો હતો. પરંતુ એક પણ બુકિંગ ન મળતા ફ્લાવર શો રાબેતા મુજબ સવારે 9 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે.
મહારાષ્ટ્રનાં જલગાંવમાં ટ્રેન દુર્ઘટનામાં 12નાં મોત. આગની અફવા બાદ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને સામેના ટ્રેક પરની ટ્રેને લીધા અડફેટે. જંત્રી મુદ્દે સરકારને મળ્યા 11 હજારથી વધુ વાંધા સૂચનો. જંત્રીના અમલ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું, આગામી દિવસોમાં અંગે લેવાશે અંતિમ નિર્ણય. બેટદ્વારકા ડિમોલિશનનો મામલે હાઇકોર્ટમાં અરજી મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ. ચૂકાદો ન આવે ત્યાં સુધી સ્ટેટ્સ ક્વો જાળવી રાખવા કોર્ટનો હુકમ. પોરબંદર જલારામ ક્રેડિટ કોઓપરેટીવનો કૌભાંડી ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયો. કોર્ટે મોકલ્યો 5 દિવસના રિમાન્ડ પર. ક્રેડીટ સોસાયટીમાં રૂપિયા 70 લાખની ઉચાપતનો આરોપ. ધાનેરામાં લકી ડ્રો મામલે પોલીસની નોટિસ બાદ હાજર થયો આયોજક અશોક માળી. લકી ડ્રોની મંજૂરી, બેંક બેલેન્સ અંગે પોલીસે કરી પુછપરછ. સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો. એક તોલા સોનાની કિંમત પહોંચી 82 હજારને પાર.. જૂન સુધીમાં સોનું 85 હજારને પાર જાય તેવી શક્યતા.
Published On - 7:30 am, Thu, 23 January 25