સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા, અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર અનેક ઠેકાણે લોકોએ ડિવાઈડર તોડીને ગેરકાયદે કટ બનાવેલ છે. આ કટ બંધ કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર થતા અકસ્માતોની સંખ્યા ઘટી જશે અને લોકોના મહામૂલા જીવન બચી જશે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં જ 80 થી વધુ જગ્યાએ ડીવાડર તોડી ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનુ પાલન ના કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગે લાલ આંખ કરી છે. આરટીઓ અને ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનારા 233 વાહનો જપ્ત કરીને વાહન માલિક સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નંબર પ્લેટ વિનાના અને નંબર પ્લેટમાં છેડછાડ વાળા વાહનો ડિટેઇન કરાયા છે. નંબર પ્લેટ કે લાયસન્સ વિનાનાં વાહનો લઈને નીકળતા લોકો દંડ દઈને છૂટી નહીં શકે તેમ પોલીસે જણાવ્યું છે.
અમદાવાદમાં વગર વરસાદે 2 ભૂવા પડ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં વિજય ચાર રસ્તા નજીક રોડ ઉપર ભૂવા પડતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જે સ્થળે ભૂવા પડ્યો છે ત્યાં એક મહિના પૂર્વે જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીએ ફરીથી એજ સ્થળે ભૂવો પડ્યો હોવાનું સ્થાનિકોમાંં ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાત સ્ટેટ GST વિભાગે B2C સેક્ટરમાં થતી કરચોરીને અટકાવવાના ભાગરૂપે માલ અને સેવાઓના પુરવઠાને લગતા વ્યવહારો છુપાવતા કરદાતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે. જેના ભાગરુપે, સ્ટેટ GST વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ખેડા, નડિયાદ, વડોદરામાં પાર્ટી પ્લોટ ભાડે આપનાર, મંડપ, શણગાર, કેટરીંગ સેવા પૂરી પાડતા 52 કરદાતા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા હતા. જેમાં આશરે 5.42 કરોડની કરચોરી પકડાઈ છે.
તાપી જિલ્લા SOGએ ડોલવણના ઘાણી ગામેથી બોગસ ડોક્ટરને પકડ્યો છે. બાતમીના આધારે સોમનાથ પટેલ નામના ડોક્ટરને પકડી પાડવામા આવ્યો છે. ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી બીમાર લોકોને એલોપેથિક દવા આપી સારવાર કરતો હતો. જિલ્લા એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલ ના લગતા સામાનનો જથ્થો મળી કુલ 2792 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તાપી જિલ્લા એસઓજીએ BNS કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક કલમ 30 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા પોલીસે, તમંચો અને બે જીવતા કારતુસ સાથે એકને પકડી પાડ્યો છે. ઝડપાયેલ વ્યક્તિએ મધ્યપ્રદેશથી તમંચો લાવ્યો હોવાનું જણાવ્યું છે. વરાછા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો છે. આરોપી શોખ માટે તમંચો લાવ્યો હતો કે વેચાણ અર્થે તેની તપાસ હાથ ધરાઈ છે. આરોપી અગાઉ મારામારીના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચલાવાતા PMJAY યોજના કૌંભાડ બાદ સરકાર એકાએક જાગી છે. આ PMJAY યોજના ને લઈ રાજ્ય સરકાર જાહેર કરશે મહત્વપૂર્ણ SOP, આવતી કાલે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી કરશે મહત્વપૂર્ણ SOPની સત્તાવાર જાહેરાત કરશે.
ટ્રેન નંબર 04065 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 23, 26 અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.15 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04066 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 અને 29 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી સવારે 08.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 02.10 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ એસી 3-ટાયર કેટેગરીના આરક્ષિત કોચ હશે.
ભરૂચ: ઝઘડિયા GIDCમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં વડોદરાની SSG હોસ્પિટલમાં હાલ બાળકી સારવાર હેઠળ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી . શક્તિસિંહ ગોહિલે ઘટનાને ખુબ જ શરમજનક અને નિંદનીય ગણાવી. કહ્યુ રાજ્ય સરકારના કોઇ મંત્રી દીકરીનાં પરિવારને મળવા નથી આવ્યા.
રાજકોટ: સિટી બસ ચાલકે માસૂમ બાળકનો ભોગ લીધો છે. સિટી બસ ચાલકે માસૂમ બાળકને કચડી નાખ્યું. કણકોટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા.
સિટી બસ પૂરપાટ ઝડપે ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
ખેડાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. નડિયાદ પાસે એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક અથડાતા અક્સ્માત સર્જાયો. અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયુ છે. ટ્રકનો ક્લિનર ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરત: અમરોલીમાં એસિડ ભરેલા ટેન્કરે પલટી મારી છે. વરિયાવ રિંગ રોડ પર ટર્ન લેતા સમયે સર્કલ પાસે ટેન્કર પલટી મારી ગયું. રોડ પર એસિડ ઢોળાઈ જતા અફરાતફરી સર્જાઇ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી એસિડને ડાઈલ્યુટ કરાયું.
રાજકોટ: GPSCની સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા થઇ રહી છે. કુલ 300 જગ્યા માટે આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યભરમા 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી પરીક્ષાનો સમય છે. ઉમેદવારોની ફિંગર પ્રિન્ટ આધારિત પહેલીવાર હાજરી લેવાશે. રાજકોટમાં 41 કેન્દ્રોના 9,688 ઉમેદવારોની પરીક્ષા થશે.
કર્ણાટક: બેંગલૂરૂ ગ્રામ્યના નેલમંગલા વિસ્તારમાં અકસ્માત થયો છે. ચાલતી કાર અને બાઇક પર કન્ટેનર પડ્યું. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયા છે.
પંજાબ: મોહાલીમાં બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 લોકોનાં મોત થયા છે. સૈન્ય અને NDRFએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. 20 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. કાટમાળમાં 12 લોકો દટાયેલા હોવાની આશંકા છે. ધરાશાયી થયેલી ઇમારતની બાજુમાં ખોદકામ ચાલતું હતું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 25,26 અને 27 ડિસેમ્બરે માવઠાનું અનુમાન આપ્યુ. તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: ફતેવાડીમાં મારામારીની ઘટના હત્યામાં પરિણીમી છે. મારામારીમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું મોત થયુ છે. 4 શખ્સ ઈજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ આદરી છે. તમામ ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરાયા. ત્રાગડ વિસ્તારમાં કારમાં બંને આરોપીઓ ઝડપાયા.
હવામાન ખાતાએ ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી છે. આ વરતારામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની શક્યતા હોવાનું કહેવાયું છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે વરસાદની શક્યતા હોવાનું જણાવાયું છે.
ભાવનગર: વડવા નેરામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. ખાણી પીણીની દુકાનમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો.
કુવૈતમાં ભારતીય સમુદાયને PM મોદીનું સંબોધન. ગુજરાતને કર્યું યાદ. કહ્યું કુવૈત અને ગુજરાતના વેપારીઓનો અતૂટ સંબંધ… બંને દેશો ડિપ્લોમસી જ નહીં, દિલથી પણ જોડાયેલા. GST કાઉન્સિલની બેઠકમાં મધ્યમ વર્ગને મોટો ઝટકો. ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નહીં મળે રાહત, વાહનોના વેચાણ પર 18 ટકા GST. દિલ્લી બોર્ડર પર આમરણ ઉપવાસના 26માં દિવસે ખેડૂતોની ચેતવણી. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલાને કંઈ થયું, તો થશે હિંસક આંદોલન. અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં. શાહપુર, કારંજ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ. 400 પોલીસ કર્મીઓ ઉતર્યા રસ્તા પર. અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટથી 2 લોકોને ઈજા. આરોપીના ઘરે તપાસમાં મળી આવી દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી. અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાવ્યાનો ખુલાસો. ભર શિયાળે વરસાદની હવામાન વિભાગની આગાહી.. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં પડી શકે માવઠું.. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં માવઠાની વકી..
Published On - 7:43 am, Sun, 22 December 24