સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સામે નોંધાઇ એટ્રોસિટીની ફરિયાદ. ચાંપલાનાર ગામે જાતિવાચક ભાષાનો ઉપયોગ કરી યુવકને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. ગાંભોઇ પોલીસ મથકે ઉપપ્રમુખ કમલેશ બારોટ વિરુદ્ધ ગુનો નોંધાયો. કમલેશ બારોટ સહિત ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
સુરતની લાજપોર જેલમાંથી ફરી મળ્યા 4 મોબાઈલ ફોન. જેલની પાણીની પાઈપલાઈનમાંથી મળ્યા મોબાઈલ. 15 દિવસમાં જેલમાંથી કુલ 22 મોબાઈલ મળ્યા. DGPની કાર્યવાહી બાદ પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ યથાવત રહી છે. જેલની સુરક્ષા વ્યવસ્થાના દાવાઓ સામે સવાલો. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ.
સુરતના ઇચ્છાપોર-હજીરા રોડ પર ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી થયો ફરાર. ડમ્પરની ટક્કરથી 40 વર્ષીય ઉપમાબેનનું કરુણ મોત. પતિ સાથે માતાજીની મુર્તિનાં વિસર્જન માટે જતાં હતાં તે સમયે બની ઘટના. ડમ્પરને કારણે મોત બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમાં માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો.
અંબાજીમાં ગતરાત્રીએ જૂથ અથડામણની બની હતી ઘટના. રાવણ દહનના સ્થળે જ સામસામે આવી જતા પથ્થર મારાની ઘટના. રાવણ દહન પૂર્ણ થતા જ આ ઘટના બની હોવાની ચર્ચા. પથ્થરમારાની સામસામે ઘટના થતા લોકોમાં પણ દોડધામ મચી હતી. જેમાં ચાર લોકોને થઈ ઈજા. તેમાં એક પોલીસકર્મીને પણ પહોંચી હતી ઈજા અને એક અંદાજિત ચાર વર્ષની બાળકી પણ ઘાયલ થઈ હતી. જુથ અથડામણ કરનાર બધા જ લોકો ફરાર. પોલીસ દ્વારા વીડિયોને આધારે લોકોને પકડવાની તજવીજ હાથ ધરશે. સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ.
મોરબીના પીપળીયા હાઈવે પર લુટાવદર ગામ પાસે અકસ્માત સર્જાયો છે. બોલેરો કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરોમાં 8 ખેત શ્રમિકો હતા સવાર. 2 શ્રમિકોના મોત અને 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી.
કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ સાથે એમ્બ્રોઇડરીનાં શ્રમિકો પર પોલીસનાં બળપ્રયોગ મામલે કરાયેલ ફોનનું રેકોર્ડિગ વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસે આગળની તપાસ શરુ કરી. સામાજિક કાર્યકરે “IMCHOTAYOGIJIMAHARAJ” એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. ફોન કરનારે પોતાની ઓળખ કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપી હતી. એમ્બ્રોઇડરીનાં શ્રમિકો પર પોલીસનાં બળપ્રયોગ મામલે કર્યો હતો કોલ. શખ્સે વાતચીતનો વીડિયો વાયરલ કરવાની સાથે સાથે કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલનો મોબાઈલ નંબર પણ સાર્વજનિક કર્યો હતો.
આજે 21 ઓક્ટોબરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 10:46 am, Wed, 21 October 26