21 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર, ઓછામાં ઓછા 10 લોકોના મોત

Gujarat Live Updates : આજ 21 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

21 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર, ઓછામાં ઓછા 10 લોકોના મોત
| Edited By: | Updated on: Dec 21, 2025 | 11:10 AM

LIVE NEWS & UPDATES

  • 21 Dec 2025 11:10 AM (IST)

    દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર, ઓછામાં ઓછા 10 લોકોના મોત

    દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબાર કરાયો હોવાની ઘટના બની છે. જોહાનિસબર્ગ નજીક બેકર્સડેલ ટાઉનશીપમાં આડેધડ કરાયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા દસ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.

  • 21 Dec 2025 10:59 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુર હાઇવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા

    બનાસકાંઠાના પાલનપુર હાઇવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા થઈ છે. બે યુવક પર જીવલેણ હુમલો થતા એકનુ મોત નીપજ્યું છે જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.ગત રાત્રે અચાનક 10 થી વધુ લોકો ઘસી આવ્યા હતા. હુમલો કર્યા બાદ તરત જ સ્થળ પરથી તમામ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં રખાયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. એલસીબી, એસઓજી અને પાલનપુર પશ્ચિમ પોલીસ આરોપીઓને પકડવાના કામે લાગી છે


  • 21 Dec 2025 10:56 AM (IST)

    2 વર્ષના વિલંબ બાદ, ગુજરાતના 133 કેન્દ્ર પર યોજાશે TET ની પરીક્ષા

    રાજ્યના TET ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદ શહેરમાં 26381 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. આ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો કરાયો છે. રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારો નસીબ અજમાવશે. પરીક્ષાનું સંચાલન ગુજરાતના 4 મોટા શહેરોમાં કરવામાં આવશે. અમદાવાદ,વડોદરા,સુરત સહિત રાજકોટ શહેરોમાં આયોજન કરાશે.

  • 21 Dec 2025 10:46 AM (IST)

    સુરતની આ 5 ડેરીમાં વેચાય છે નકલી ઘી-માખણ !

    સુરતના વિવિધ વિસ્તારોમાં ધી-દૂઘ અને માખણનું વેચાણ કરતી ડેરીમાંથી ચકાસણી અર્થે સેમ્પલ લેવાયા હતા.  થોડા દિવસ પહેલા સુરતની અલગ અલગ ડેરીમાંથી લેવાયેલા ઘી અને માખણના 45 ટસેમ્પલમાંથી 6 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે. વિજયનગર ઉધનાની નવી ગુજરાત ડેરીનું સાદુ ઘી અને ગાયના ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સાઈ જલારામ નગર ઉધનાની ધનરાજ ડેરીનું ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયું છે. જનતાનગર બોમ્બે કોલોની હીરાબાગની જનતા ડેરીના માખણાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. અયોધ્યા નગર પુણાગામની અમૃત ધારા ડેરી અને સ્વીટના માખણનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ. આ ઉપરાંત શક્તિ વિજય નાના વરાછા વિસ્તારની નવી જલારામ ડેરીના ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ. આ તમામ સામે હવે ફૂડ સેફટી એક્ટ 2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

  • 21 Dec 2025 10:39 AM (IST)

    ગીર સોમનાથના કોડીનાર શહેરમાં મૂળ દ્વારકા રોડ નજીક ઘૂસેલો દીપડો પકડાયો

    ગીર સોમનાથના કોડીનાર શહેરમાં મૂળ દ્વારકા રોડ નજીક ઘૂસેલો દીપડો પકડાયો છે. ચાર દિવસ પહેલા દીપડો ધોળા દિવસે રહેણાક વિસ્તાર નજીક પહોંચી અજીબ હરકતો કરતો જોવા મળ્યો હતો દિપડો. ચાર દિવસ બાદ વન વિભાગને સફળતા મળી હતી. આખરે દીપડો પાંજરે પુરાયો છે. જામવાળા એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે. દીપડો બીમાર છે કે નહીં તેની કરાશે તપાસ.

  • 21 Dec 2025 10:36 AM (IST)

    સુરતમાં અડાજણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમની કરી ધરપકડ

    સુરતમાં અડાજણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. અડાજણ સરદાર બ્રિજ નીચે બાઈકમાં ડ્રગ્સ રાખીને વહેંચતો હતો ઝડપાયેલો યુવક. પોલીસે બાતમીના આધારે રઝાક રોનક શેખની ધરપકડ કરી છે. પોલીસે  4 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે. આરોપીને ડ્રગ્સ આપનાર રિજવાન નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 21 Dec 2025 08:59 AM (IST)

    પોલીસે ડાયરો યોજીને કેવી રીતે સાયબર ફ્રોડથી બચવું તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરાયા

    રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડના કેસ વધતા પોલીસે જાગૃતિ લાવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.  રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા. ડિજિટલ છેતરપીંડી, ખોટી રીતે મોબાઈલમાં મેસેજ કરનાર વ્યક્તિઓને કઈ રીતે બ્લોક કરવા તે અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને ડાયરાના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ, સરપંચો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

     

     

  • 21 Dec 2025 08:37 AM (IST)

    બગીચાને બદલે શાકમાર્કેટ શરુ કરાતા સ્થાનિકોએ સુંદરકાંડના પાઠ કરીને કર્યો વિરોધ

    અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. બગીચાની જગ્યાએ શાક માર્કેટ શરૂ કરવાના તંત્રના નિર્ણય સામે આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.  સ્થાનિકોએ સુંદરકાંડના સામુહિક પાઠ કરી વિરોધ નોંધાવ્યો. શાકમાર્કેટના કારણે ટ્રાફિક અને ગંદકી સહિતના પ્રશ્નો ઉદ્દભવે એવી રજુઆત કરી હતી. અગાઉ નોટીફાઇડ એરિયા ઓથોરિટીની કચેરીમાં થાળી- વેલણ વગાડી વિરોધ નોંધાવાયો હતો.

  • 21 Dec 2025 07:48 AM (IST)

    દિલ્હીમાં AQI 400 ને પાર, ચોમેર છવાઈ ધુમ્મસની ચાદર

    આજે સવારે 6 વાગ્યે, દિલ્હીનો AQI 400 ને વટાવી ગયો હતો. CPCB અનુસાર, દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 438, ચાંદની ચોક વિસ્તારમાં 455, ITO વિસ્તારમાં 405, લોધી રોડ વિસ્તારમાં એક્યુઆઈ 359 અને વઝીરપુર વિસ્તારમાં 449 એક્યુઆઈ નોંધાયો હતો. જે અત્યંત ખરાબ માનવામાં આવે છે.

  • 21 Dec 2025 07:28 AM (IST)

    અભિનેત્રી નોરા ફતેહીનો મુંબઈમાં રોડ અકસ્માત

    અભિનેત્રી નોરા ફતેહીનો મુંબઈમાં રોડ અકસ્માત થયો હતો. જ્યારે તેમની કારને એક નશામાં ધૂત વાહનચાલકે ટક્કર મારી હતી. જોકે, તેને કોઈ ઈજા થઈ ન હતી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસે દારૂ પીધેલા વાહનચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેને કસ્ટડીમાં લીધો છે.

આજે 21 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:28 am, Sun, 21 December 25