19 જુલાઇના મોટા સમાચાર: 163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ,સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ

|

Jul 19, 2023 | 11:52 PM

Gujarat Live Updates : આજ 19 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

19 જુલાઇના મોટા સમાચાર: 163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ,સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ
Gujarat latest live news

Follow us on

આજે 19 જુલાઈને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Jul 2023 11:51 PM (IST)

    163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ,સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ

    Gandhinagar : ગુજરાતમાં(Gujarat) અતિભારે વરસાદની(Rain)આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેધ ખાંગાં થયા છે. જેમાં આજે રાજ્યના163 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ(Monsoon 2023)નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ જામજોધપુર અને વાપીમાં 7.5 ઇંચ વરસાદ ખાબકયો છે.

  • 19 Jul 2023 10:24 PM (IST)

    તેજ પ્રતાપ યાદવની તબિયત બગડી, છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ

    રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહાર સરકારમાં મંત્રી તેજ પ્રતાપ યાદવની તબિયત બુધવારે અચાનક બગડી ગઈ હતી. તેને છાતીમાં તીવ્ર દુખાવો છે. આ પછી તેજ પ્રતાપ યાદવને પટનાની માદિવરસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં ડોક્ટરની ટીમે તેનું ચેકઅપ કર્યું છે. હાલ તેઓ લગભગ અડધો કલાક હોસ્પિટલમાં છે.

  • 19 Jul 2023 08:33 PM (IST)

    સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ

    ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી.

  • 19 Jul 2023 07:26 PM (IST)

    એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને

    ઘણા વિવાદ અને લાંબી રાહ બાદ આખરે એશિયા કપ 2203નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે યજમાન પાકિસ્તાનના મુલતાનથી શરૂ થશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

  • 19 Jul 2023 06:43 PM (IST)

    ઈસ્લામાબાદમાં ભારે વરસાદને કારણે ઈમારતની દીવાલ ધરાશાયી, 11ના મોત

    ઈસ્લામાબાદમાં ભારે વરસાદને પગલે એક ઈમારતની દિવાલ ધરાશાયી થતા 11 લોકોના મોત થયા હતા અને 6 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી, કાટમાળમાંથી 11 મૃતદેહોને બહાર કાઢ્યા. ઘાયલોને ‘પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’માં દાખલ કરવામાં આવ્યા છે

  • 19 Jul 2023 06:11 PM (IST)

    જૂનાગઢમાં ઓઝત નદી બેકાંઠે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

    સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢમાંથી પસાર થતી ઓઝત નદીમાં પૂર આવ્યા છે. ઓઝત નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતી છે. ધોધમાર વરસાદને પગલે ઓઝત નદીમાં પૂરની સ્થિતી સર્જાઈ છે.

    ઓઝત નદીનુ પાણી ગેડ વિસ્તારમાં પહોંચતુ હોય છે. જેને લઈ હાલમાં ગેડ વિસ્તારના અનેક ગામો બેટ સ્વરુપ બન્યા છે. માણાવદર અને તેની આસપાસનો વિસ્તાર ગેડ વિસ્તાર છે. જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ બુધવારે ધોધમાર વરસ્યો છે. અનેક નદીઓ અને નાળાઓમાં ખૂબ જ પાણી વહી રહ્યા છે.

  • 19 Jul 2023 06:02 PM (IST)

    સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીનો ધ એન્ડ, પાકિસ્તાન ડિપોર્ટ કરવામાં આવશે

    પાકિસ્તાનની મહિલા સીમા હૈદરને તેના દેશ પાકિસ્તાન પરત મોકલવામાં આવશે. તેની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે આ નિવેદન આપ્યું છે. તેમણે બુધવારે કહ્યું હતું કે સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

  • 19 Jul 2023 05:50 PM (IST)

    Gujarat ની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકાથી વધુ ભરાયો

    હાલમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.31 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે
    ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયમાં 61.18 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 36.51 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 42.26 ટકા, કચ્છના 20 જળાશયમાં 63.31 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયમાં 63.85 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.
  • 19 Jul 2023 05:32 PM (IST)

    Surat: પલસાણામાં મકાનની છત પર વીજળી પડી, એક બાળકનું મોત એક બાળકી સારવાર હેઠળ

    સુરત જિલ્લામાં વીજળી પડતા બે બાળકો દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં એક બાળકનું મોત થયું છે જયારે એક બાળકી સારવાર અર્થે હોસ્પિટલમાં  દાખલ છે. ગત રોજ સુરત શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે સુરત જિલ્લામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે.

    આ દરમ્યાન મકાનના ટેરેસ પર અચાનક વીજળી પડતા 9 વર્ષીય બાળક શરીરે દાઝી જતા બેભાન થઇ ગયો હતો જયારે તેની સાથે રમી રહેલી જશોદા પણ દાઢી તથા જમણા હાથ ઉપર દાઝી ગયી હતી

  • 19 Jul 2023 04:53 PM (IST)

    Gujaratમાં બાયોટેક સેક્ટરમાં બે હજાર કરોડના રોકાણો માટેના MOU

    રાજ્ય સરકારે  બાયોટેકનોલોજી પોલીસી 2022-27  ની જાહેરાત કરેલી છે.આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકાર 25 ટકા  CAPEX સપોર્ટ, પાંચ વર્ષ માટે 15 ટકા  OPEX સપોર્ટ, બેંક લોન પર 7  ટકા વ્યાજ સબસીડી અને રોજગાર સપોર્ટ જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે.

    સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નેહરાએ રાજ્ય સરકાર વતી આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતની 13 અને મહારાષ્ટ્ર તથા દિલ્હીની એક એક એમ કુલ 15  કંપનીઓએ કરેલા આ MOUથી આવનારા બાયોટેક ઉદ્યોગોમાં અંદાજે ૩ હજાર જેટલી રોજગારીનું ભવિષ્યમાં સર્જન થશે.

  • 19 Jul 2023 04:30 PM (IST)

    વલસાડના વાપીમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદ બાદ શહેર પાણીમાં ડૂબ્યું

    વલસાડ જિલ્લામાં વરસાદે (Rain) ધમાકેદાર બેટિંગ કરી છે. જિલ્લાના વાપી (Vapi) શહેરમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ બેહાલ થઇ ગઇ છે. આ શહેર નહીં પરંતુ કોઇ નદી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચારેય તરફ વરસાદના એટલા પાણી ભરાઇ ગયા છે. જાણે નદીમાં કોઇ શહેર વસી ગયું હોય. વાપી શહેરના બજારો પાણીમાં ગરકાવ થયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે.

  • 19 Jul 2023 04:11 PM (IST)

    આ ગામમાં ગધેડાના લગ્ન, આખા ગામે ધામધૂમથી કરી ઉજવણી

    ચિંતલાપલ્લી ગામમાં વરસાદના અભાવની સ્થિતિ છે. આખી જમીન વરસાદ વગર સુકાઈ ગઈ છે. લોકો વરસાદ માટે ભગવાન વરુણને પ્રાર્થના કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેમની માન્યતા મુજબ ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આખા ગામમાં આ સમારોહ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તેઓ દ્રઢપણે માને છે કે ગઘેડાના લગ્ન કરવાથી વરસાદ આવશે.

  • 19 Jul 2023 03:57 PM (IST)

    અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી

    અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સ્વસ્થ થવા આવનારા દર્દીઓની હાલત વધુ કફોળી બની જાય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. શારદાબેન હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓની સારવાર થતી હોય છે. જોકે અહીં એક બનેલી એક ઘટનાથી હવે દર્દીઓ અને તેમના સ્વજનો અહીં સારવાર લેવી કે નહીં તે અંગે વિચારમાં પડી ગયા છે.

  • 19 Jul 2023 03:28 PM (IST)

    અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો ટ્રેન દોડશે

    અમદાવાદ શહેરની મેટ્રો સેવામાં વધુ બે મેટ્રો ટ્રેન ઉમેરાવા જઇ રહી છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોરમાં બે વધારાની મેટ્રો રેલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોની માગણીને ધ્યાનમાં રાખીને GMRC એટલે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના સત્તાધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે નિયમિત કરતા અડધો કલાક વહેલા પ્રથમ ટ્રેન ઉપાડવામાં આવશે.

  • 19 Jul 2023 03:03 PM (IST)

    જોધપુરમાં 4 લોકોની હત્યા કરી સળગાવી દેવાના કેસમાં પરિવારનો સભ્ય હત્યારો

    જોધપુરમાં ચાર લોકોની હત્યા કરીને સળગાવવાના કેસમાં હત્યારો પરિવારનો જ સભ્ય હોવાનું સામે આવ્યું છે. મૃતકના ભત્રીજા દ્વારા હત્યા. મૃતકના ભાઈ ભેરારામના ભત્રીજા પપ્પુરામે આ હત્યા કરી હતી. તેણે ચારેયને કુહાડી વડે મારી નાખ્યા અને પછી સળગાવી દીધા.

  • 19 Jul 2023 03:00 PM (IST)

    મુંબઈમાં ભારે વરસાદે મચાવી તબાહી

    મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાયગઢના રસાયણી પોલીસ સ્ટેશનમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે રાયગઢ જિલ્લામાં 19 જુલાઈએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. IMD એ 19મી જુલાઈ માટે પાલઘર રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. થાણે મુંબઈ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • 19 Jul 2023 02:50 PM (IST)

    આ દેશના વિદેશ પ્રધાન થયા ‘ગુમ’, Extra Marital Affair નો ખુલાસો થતા જ સરકારે કર્યા ગાયબ !

    ચીનના વિદેશ પ્રધાન કિન ગેંગ લગભગ 3 અઠવાડિયાથી કોઈપણ જાહેર પ્લેટફોર્મ પર દેખાયા નથી, આ દરમિયાન ઘણી વૈશ્વિક પરિષદો, મહત્વપૂર્ણ બેઠકો અને વિદેશ મુલાકાતો થઈ છે. પરંતુ ગેંગ ક્યાં છે, આ પ્રશ્ન દરેકના મનમાં છે. કિન ગેંગ છેલ્લે 25 જૂને જોવા મળી હતી.

  • 19 Jul 2023 02:46 PM (IST)

    અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ભરાયા પાણી

    હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચાંદખેડા સહિતના પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તેમજ વસ્ત્રાપુર, નરોડા, બોપલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે.

  • 19 Jul 2023 02:40 PM (IST)

    સિંધુભવન રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગ મુદ્દે AMCનો યુ-ટર્ન, 24 કલાકમાં જ ટેન્ડરપ્રક્રિયા રદ કરવા આદેશ

    અમદાવાદનો જાણીતો વિસ્તાર અને પોશ વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ પર મોટા પ્રમાણમાં કોમર્શિયલ મિલકતો આવેલી છે. એસજી હાઈવે પર આવેલા સિંધુભવન રોડ પર પાર્કિંગની સમસ્યાને કોર્પોરેશનને ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડ્યુ હતુ પરંતુપ તે 24 કલાકમાં રદ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

  • 19 Jul 2023 02:20 PM (IST)

    વરસાદને કારણે ગીર સોમનાથ,વિસ્તારની ખરાબ હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે.અતિ ભારે વરસાદ કારણે 20 થી 25 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે cm ને રજુઆત કરાઈ છે, અનેક જગ્યા લોકો ફસાયેલા છે, રેસ્ક્યુ શરૂ કરવું જોઈએ CM સાથે ટેલિફોનિક ચર્ચા પણ થઈ છે. તમામ મદદ નું આશ્વાસન આપવામાં આવ્યું છે ખેતી ને પણ નુકસાન થયું છે.વરસાદ અટકે ત્યારે સર્વે બાદ વળતર મળે એવી પણ કરાઈ રજુઆત.

  • 19 Jul 2023 02:07 PM (IST)

    ગુજરાતમાં 24 કલાક અતિભારે ! દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  • 19 Jul 2023 02:02 PM (IST)

    J-K: કઠુઆમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ છે

    જમ્મુ-કાશ્મીરના કઠુઆના ઉપરના વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 8 લોકોના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગેલા છે.

  • 19 Jul 2023 01:08 PM (IST)

    ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, નમામી ગંગે પ્રોજેક્ટમાં વીજ કરંટથી 10 લોકોના મોત

    ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરંટ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

  • 19 Jul 2023 01:00 PM (IST)

    સુરત : પલસાણાના જોળવા ગામે મકાનની છત પર પડી વીજળી, એક બાળકનું મોત, બાળકી સારવાર હેઠળ

    ગતરોજ સુરત શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે સુરત જિલ્લામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના જોળવા ખાતે નક્ષત્ર સોસાયટીમાં ૯ વર્ષીય પુખરાજ નેમીચંદ ભૂરારામ સુથાર અને ૮ વર્ષીય જશોદાબેન સોહનરામ ભૂરારામ સુથાર તથા ૭ વર્ષીય પરી નેમીચંદ ભૂરારામ શાળાએથી આવ્યા બાદ વરસાદ ચાલુ હોવાથી મકાનના ટેરેસ પર ધાબા ઉપર રમતા હતા આ દરમ્યાન મકાનના ટેરેસ પર અચાનક વીજળી પડતા ૯ વર્ષીય બાળક શરીરે દાઝી જતા બેભાન થઇ ગયો હતો જયારે તેની સાથે રમી રહેલી જશોદા પણ દાઢી તથા જમણા હાથ ઉપર દાઝી ગયી હતી

  • 19 Jul 2023 12:41 PM (IST)

    દમણમાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ

    • ભારે વરસાદના કારણે દમણના કેટલાક વિસ્તારો અને GIDC વિસ્તારની અંદર પાણી ભરાયા
    • દમણના ખારીવાડ તેમજ દમણના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા
    • ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
  • 19 Jul 2023 12:38 PM (IST)

    અમદાવાદ: અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

    • હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
    • હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈ ના નિર્દેશથી બહાર પડાયો હુકમ
    • તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ભારે વરસાદની અસરના સમયે પોતાના જિલ્લા ની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે
    • અદાલતો ચાલુ કે બંધ રાખવા અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ ને અપાઈ
    • સ્થાનિક પ્રશાસન સાથેના સંકલન સહિતની સત્તા અને જવાબદારીઓ ભારે વરસાદના સમય પુરતી જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજને અપાઈ
  • 19 Jul 2023 12:21 PM (IST)

    ભારે વરસાદના કારણે પરિવહન સેવા થઇ પ્રભાવિત, ST બસની અંદાજે 264 ટ્રીપ રદ

    ગુજરાતમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જાણે આભ ફાટ્યુ છે. અનેક વિસ્તારો જળ મગ્ન થઇ ગયા છે. નાના મોટા અનેક માર્ગો જળ મગ્ન થઇ ગયા છે. ત્યારે ભારે વરસાદના કારણે પરિવહન સેવા પ્રભાવિત થઇ છે. ભારે વરસાદના પગલે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી બસની અંદાજે 264 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોને જોડતી બસોની ટ્રીપ રદ કરી દેવામાં આવી છે.

  • 19 Jul 2023 11:57 AM (IST)

    અમદાવાદ: નરોડા વિસ્તારમાં યુવતીની હત્યાનો બનાવ

    અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવતીની હત્યાનો બનાવ
    સરદાર પાર્ટી પ્લોટ પાસે રિંગ રોડ પર શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ
    દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા
    ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ સ્થળ પર પહોંચ્યા
    FSLની મદદ લેવાઈ
    પીએમ રિપોર્ટ બાદ થઈ શકે છે વધુ ખુલાસા

  • 19 Jul 2023 11:20 AM (IST)

    ગીર સોમનાથ: વેરાવળમાં વોર્ડ નંબર 5 અને 6 માં પાણી 3-3 ફુટ ભરાયા

    • રાત્રે હિરણ ડેમનાં 7 ગેટ 8 મીટર ખોલાયા પછી હવે 7 ગેટ 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે
    • ગ્રામ્ય વિસ્તારમાં 248 લોકોનું સ્થળાંતર
    • શહેરમાંથી 180 લોકોનું સ્થળાંતર
    • તાલાળામાં 160 લોકોનું સ્થળાંતર
  • 19 Jul 2023 11:20 AM (IST)

    બિહાર: PFI ટ્રેનર અને NIA વોન્ટેડ યાકુબની મોતિહારીમાંથી ધરપકડ

    બિહારના મોતિહારીથી પીએફઆઈ ટ્રેનર અને NIA વોન્ટેડ ઉસ્માન સુલતાન ખાન ઉર્ફે યાકુબને પટના એટીએસ દ્વારા મોતિહારી જિલ્લા પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી છે.

  • 19 Jul 2023 10:10 AM (IST)

    કર્ણાટક: 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, બેંગલુરુમાં બ્લાસ્ટની યોજના બનાવી હતી

    સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે. એવી આશંકા છે કે તેઓએ બેંગલુરુમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. આ પાંચેય લોકો 2017ના એક હત્યાના કેસમાં આરોપી હતા અને પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. ત્યાં તેઓ બધા આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. સીસીબીએ વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે.

  • 19 Jul 2023 10:07 AM (IST)

    ગુજરાતમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં વરસ્યો વરસાદ, સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસી ગયો

    Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 13 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. 50થી વધુ તાલુકામાં વરસ્યો 1થી 22 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ છે. તો ગુજરાતમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે જળાશયોનું સરેરાશ જળસ્તર 53.43 ટકા થયુ છે. 43 જળાશયો એલર્ટ પર છે. રાજ્યમાં ખરીફ પાકનું 71.31 ટકા વાવેતર નોંધાયું છે.

  • 19 Jul 2023 09:59 AM (IST)

    Rajkot : ભારે વરસાદને પગલે મોજ ડેમમાં પાણીની આવક

    Rajkot : મોજ ડેમના (Moj Dam) ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે મોજ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મોજ ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલી મોજ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. મોજ નદીમાં પાણી છોડાતા નદી ગાંડીતૂર બની છે. તો ખાખી જાળીયાથી ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહારને અસર થઈ છે. ગઈકાલથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • 19 Jul 2023 09:30 AM (IST)

    શેરબજારમાં તેજી યથાવત, Sensex અને Nifty એ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

    Share Market Today : મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ 19 જુલાઈ 2023 ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજના કારોબારના પ્રારંભ સમયે સેન્સેક્સ(SensexToday) 0.16 ટકા અને નિફટી (Nifty Today) 0.27 ટકા વૃદ્ધિ સાથે કારોબારનો પ્રારંભ કરવામાં સફળ રહ્યા છે. મંગળવારે 18 જુલાઈ 2023 ના રોજ સેન્સેક્સ (Sensex Life Time High) 67,007.02 અને નિફટી (Sensex Life Time High) 19,819.45 સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

  • 19 Jul 2023 09:02 AM (IST)

    જુનાગઢ: માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ

    • માંગરોળમાં ચાર કલાકમાં 10 ઇંચ
    • માળિયામાં બે કલાકમાં 4ઇંચ વરસાદ
    • ભારે વરસાદથી જનજીવન પર અસર
    • માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા
    • ખેતરો પણ થયા પાણી પાણી
    • નદી નાળાઓમાં પુર જેવી સ્થિતિ
  • 19 Jul 2023 08:29 AM (IST)

    ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    • ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
    • સવારે 10 વાગે મળશે કેબિનેટ બેઠક
    • રાજ્યમા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા તથા જરુરી સુચનાઓ અપાશે
    • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસ ગુજરાત મુલાકાત તૈયારીઓની સમીક્ષા
    • વરસાદ બાદ પાક વાવેતરની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે
    • અન્ય જરુરી નિતિ વિષયક બાબતો પર ચર્ચા અને નિર્ણય
  • 19 Jul 2023 07:44 AM (IST)

    ગીરસોમનાથ: સુત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યું

    • અતિ ભારે વરસાદના કારણે વેરાવળ કોડીનાર હાઇવે થયો બંધ
    • સુત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યું
    • સુત્રાપાડા ફાટક આખું પાણી પાણી થયું
  • 19 Jul 2023 07:27 AM (IST)

    Festival Season પહેલા Bharuch Police ના 180 પોલીસકર્મીઓએ મેગા કોમ્બિંગ કર્યું

    Bharuch : તહેવારોની સીઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) મંગળવારે રાતે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું.ભરૂચ શહેર, દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી 690 જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

  • 19 Jul 2023 06:59 AM (IST)

    આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં અપાયુ ઓરેન્જ એલર્ટ

    Weather Forecast : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા  ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

  • 19 Jul 2023 06:44 AM (IST)

    તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત સરકારે દસ્તાવેજ જમા કર્યા, SCમાં આજે સુનાવણી

    ગુજરાત સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) સામેના કેસની તપાસ સાથે સંબંધિત તેના દસ્તાવેજો દાખલ કર્યા છે. સેતલવાડ પર ગુજરાતમાં 2002ના રમખાણોના સંબંધમાં સરકારી અધિકારીઓને ફસાવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ છે. સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન અરજીના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા આ દસ્તાવેજો આપવામાં આવ્યા છે. કેસ ડાયરી સહિતના દસ્તાવેજ દ્વારા આ મામલે ગુજરાત પોલીસની તપાસ સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતી આપવામાં આવી છે. ત્યારે આજે એટલે કે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

Published On - 6:42 am, Wed, 19 July 23