
આજે 19 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભારે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું
રાજસ્થાન રોયલ્સને પાંચમો ઝટકો, હેતમાયર આઉટ, 3 બોલમાં 6 રનની જરૂર
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝટકો, રિયાન પરાગ 39 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને ત્રીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 74 રન બનાવી આઉટ, આવેશ ખાને કર્યો ક્લીન બોલ્ડ
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150 ને પાર, યશસ્વી-રિયાન વચ્ચે મજબૂત પાર્ટનરશિપ
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100 ને પાર, યશસ્વી-રિયાનની આક્રમક બેટિંગ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, નીતિશ રાણા સસ્તામાં આઉટ, શાર્દૂલ ઠાકુરે લીધી વિકેટ
14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક ઈનિંગ સમાપ્ત, ડેબ્યૂ મેચમાં 34 રન બનાવી થયો આઉટ
યશસ્વી જયસ્વાલની આક્રમક ફિફ્ટી, રાજસ્થાન રોયલ્સ 100 રનની નજીક
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 50 ને પાર, વૈભવ-યશસ્વીની આક્રમક શરૂઆત, વૈભવ-યશસ્વીએ બે-બે સિક્સર ફટકારી મચાવ્યો કહેર
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ મેચના પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી
લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને જીતવા 181 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં અબ્દુલ સમદે સંદીપ શર્માને ચાર સિક્સર ફટકારી
લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, આયુષ બદોની ફિફ્ટી ફટકારી થયો આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો, માર્કરામ 66 રન બનાવી થયો આઉટ, હસરંગાએ લીધી વિકેટ
માર્કરામની મજબૂત ફિફ્ટી, લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 ને પાર, માર્કરામની મજબૂત બેટિંગ
લખનૌને બીજો ઝટકો, નિકોલસ પૂરન પણ સસ્તમાં થયો આઉટ
લખનૌની ખરાબ શરૂઆત, મિચેલ માર્શ ત્રીજી જ ઓવરમાં થયો આઉટ, લખનૌને પહેલો ઝટકો, જોફ્રા આર્ચરે મિચેલ માર્શને કર્યો આઉટ
રાજસ્થાન સામે લખનૌએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, કેપ્ટન સંજુ સેમસન બહાર
અમદાવાદમાં એક યુવતીને તેના પૂર્વ મિત્ર સાથેના પ્રેમસંબંધ ભારે પડ્યો છે. યુવતીની ફરિયાદ મુજબ, આરોપીએ તેણીને ફરવા ગયા ત્યારે લીધેલા ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને તેના પર દુષ્કર્મ આચર્યું. યુવકે બળજબરીથી લગ્ન કર્યા હોવાનો પણ આરોપ છે. યુવતી દ્વારા આરોપીને સોશિયલ મીડિયા પર બ્લોક કર્યા પછી તેણે ફોટા વાયરલ કરી દીધા હતા. ફરિયાદીના પિતાએ આરોપીને 20 હજાર રૂપિયા આપી ફોટો અને વીડિયો ડિલીટ કરાવ્યા હતા. આરોપીએ યુવતીની બહેનને પણ સોશિયલ મીડિયા પર અશોભનિય મેસેજ કર્યાનો દાવો છે. આખરે, નારોલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે.
ભરૂચઃ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદે રીતે ચાલતા માટી ખનન પર દરોડા પાડ્યા, વાગરાના નાદીડા ગામે ખનિજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા.હીટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં રોષ છે.
મુસ્તફાબાદના શક્તિ વિહારમાં ગત મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભયાવહ દુર્ઘટના ઘટી. એક ચાર માળની ઈમારત એકાએક ધરાશાયી થઈ ગઈ. આ સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. સમાચાર મળતા જ NDRF, ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ માટે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન કરી 18 લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જેમાં 4 લોકો મૃત હાલતમાં મળ્યા હતા. જ્યારે 14 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
બનાસકાંઠાઃ SP પર આક્ષેપ કરનાર ASI સસ્પેન્ડ થયા. દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સસ્પેન્ડ થયા. વીડિયો બનાવી SP સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો. હેરાનગતિને કારણે કેનાલમાં પડી આપઘાત કરવાનું નિવેદન કર્યું હતું. બે દિવસ બાદ ASI ઘરે પહોંચ્યા અને નિવેદનોને ખોટા ગણાવ્યા. SPએ આ કરતૂત સામે પગલા લેતા ASIને સસ્પેન્ડ કર્યા.
Published On - 7:24 am, Sat, 19 April 25