18 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદના ગતરાડમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 9ના મોત, બે લોકોની અટકાયત

Gujarat Live Updates આજ 18 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદના ગતરાડમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 9ના મોત, બે લોકોની અટકાયત
| Edited By: | Updated on: Jul 18, 2026 | 8:58 PM

આજે 18 જુલાઈને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jul 2026 08:57 PM (IST)

    અમદાવાદ ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે કાર્યવાહી

    • ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે રામોલ પોલીસે બે લોકોની અટકાયત કરી
    • ફેક્ટરી સાથે જોડાયેલા બે લોકોની અટકાયત.
    • માલિક મેહુલ ડોડિયાને શોધવા અલગ અલગ ટીમો બનાવાઈ
    • ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ દુર્ઘટનાની તપાસ
    • દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
  • 18 Jul 2026 06:26 PM (IST)

    અમદાવાદ દુર્ઘટના અંગે CM ભુપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ

    • અમદાવાદ દુર્ઘટના અંગે CM ભુપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ
    • મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થનાઃ CM
    • મૃતકના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત: CM
    • પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી: CM
    • દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: CM
    • રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય કરશે
    • ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે રાજ્ય સરકાર

  • 18 Jul 2026 06:19 PM (IST)

    અમદાવાદ ફેક્ટરી દુર્ઘટના પર વડાપ્રધાનની સંવેદના

    અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમણે દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

    વડાપ્રધાને પોતાના સંદેશમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોની સાથે કેન્દ્ર સરકાર ઉભી છે.

    વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF) માંથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારજનોને ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.

    તે ઉપરાંત, દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ₹50 હજારની સહાય આપવામાં આવશે. સરકારે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.

    ફેક્ટરી દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે અને અકસ્માતના કારણો અંગે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 18 Jul 2026 04:37 PM (IST)

    ભાજપના MLA રમણ વોરાએ ખેતીની જમીન ખરીદીનો કેસ, ખેડૂતનો પુરાવો રજૂ નહીં કરતા જમીન સરકારને આપી દેવા કૃષિપંચનો આદેશ

    સાબરકાંઠાના  ઈડરના ધારાસભ્યને કૃષિ પંચ અને મામલતદારે આપ્યો મોટો ઝટકો. ઈડરના દાવડમાં ખરીદેલ ખેતીની જમીન સરકાર હસ્તક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ખેતીની જમીન અંગે ઈડર મામલતદાર અને કૃષિ પંચે હુકમ કર્યો છે. ધારાસભ્ય રમણ વોરા કે તેમના વારસદારો કેસની મુદતમાં ઉપસ્થિત રહ્યા નહીં. ખેડૂત હોવાના પુરતા પુરાવાઓ રજૂ નહીં કરતા કાર્યવાહી. રમણ વોરાને પોતાના જ મત વિસ્તારમાં મળ્યો ઝટકો. બોગસ ખેડૂત બની જમીન ખરીદી હોવાનો સર્જાયો હતો વિવાદ.

  • 18 Jul 2026 04:32 PM (IST)

    રાણપુરમાં ક્રિકેટ રમવા મુદ્દે બે જૂથ વચ્ચે થઈ ધોકાવાળી, બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રીનું માથુ ફુટ્યુ

    બોટાદના રાણપુરમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી ઈજાગ્રસ્ત થયા છે. રાણપુરમાં કબ્રસ્તાનના ગ્રાઉન્ડમાં ગઈકાલે સાંજે ક્રિકેટ રમવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાની અદાવત રાખી આજે બંને પક્ષો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો અને મારામારીનો બનાવ બન્યો હતો. એક તરફ રાણપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તથા રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા (કોળી પટેલ) નો પરિવાર અને બીજી તરફ બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી વિરમભાઈ જેસીંગભાઇ સીતાપરા (પગી) નો પરિવાર સામસામે આવી ગયો હતો. મારામારી દરમિયાન  બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • 18 Jul 2026 04:28 PM (IST)

    ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણાના ખેડ઼ૂતોએ સુરત કલેકટર કચેરીએ રેલી યોજી વીજલાઈન અંગેના પરિપત્રની કરી હોળી

    સુરત જિલ્લાના ખેડૂતોએ સરકારના પરિપત્રની હોળી કરી. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો મોરચો આવ્યો હતો. પાવરગ્રીડની લાઇનના ટાવર સામે વિરોધ કર્યો. વળતર નહીં તો ટાવર નહીં ની માંગ સાથે વિરોધ કરાયો. પાવરગ્રીડની લાઇનના ટાવર ઉભા કરવા અસગ્રસ્ત ખેડૂતોને લઈ સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો, જે પરિપત્રનો વિરોધ કરાયો છે. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા, સહિત વિવિધ તાલુકાના ખેડૂતો મોરચો લઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. વીજ ટાવર અંતે ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવા માંગ, બજાર કિંમત પ્રમાણે વળતર અથવા ભાડું ચૂકવવાની માંગ કરાઈ હતી. ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પાવર ગ્રીડ લાઇન ઊભી કરવા ટાવર ઉભા કરવાની કામગીરી. જે કામગીરીના પગલે ખેડૂતોની જમીનને થઈ રહેલા નુકશાન સામે રોષ

  • 18 Jul 2026 04:07 PM (IST)

    રામોલથી ગતરાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં લાગી આગ, 15 લોકો ઈજાગ્રસ્ત

    રામોલથી ગતરાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી છે. ફટાકડા ફેક્ટરીમાં આગને કારણે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગની ટીમ અને સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા છે.

  • 18 Jul 2026 04:06 PM (IST)

    હાથીજણ રિંગરોડ પર મિની આઈસરે અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત

    હાથીજણ રિંગરોડ પર પખવાડિયાની અંદર બીજો એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. કઠવાડાના રોયલ રિજોયસ ફ્લેટમાં રહેતો  યુવકને ઈંટો લઈ જતી મિની આઈસરે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું. અકસ્માતમાં યુવકનું માથું આગળના વ્હીલમાં ચગદાઈ જતા જ તેનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર રિંગરોડ પર થયો ટાફિઁક જામ અને વાહનની કતારો લાગી જેને હળવો કરવા ટ્રાફિક J ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને કામે લાગી. પોતાની બાઈક પર જઈ રહેલ આ યુવકને અકસ્માત તો થયો પણ બાઈકને કોઈ નુકશાન ના થયું પણ તેનું મુખ આખું ચગદાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું. ગત 6 જુલાઈના ના રોજ માતા અને સાડા ત્રણ વષઁના બાળક નું પણ અકસ્માતમાં આ જગ્યાએથી બસ્સો મીટરના અંતરે ડમ્પરની અડફેટે આવતા મોત નીપજ્યું હતું.

  • 18 Jul 2026 03:51 PM (IST)

    કુખ્યાત બૂટલેગર લાલા જયસ્વાલની 75 કરોડથી વધુની 13 મિલકતો ટાંચમાં લેવાશે

    રાજસ્થાનના રતનપુર સ્થિત કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ સામે કાયદાનો કોરડો વીંઝાયો છે. બુટલેગરની મિલ્કતો જપ્ત કરવાં વડોદરા જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વડોદરા જિલ્લા પોલીસે મિલ્કતો ટાંચમાં લેવા ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગી. દારૂનાં ધંધાથી લાલા જયસ્વાલે 75 કરોડથી વધુની 13 જેટલી મિલકત વસાવી છે. ખેતર, જમીનો, મકાન, પેટ્રોલ પંપ તેમજ ઘરેણાં મળીને બુટલેગર પાસે 75 કરોડની મિલકત હોવાની વિગતો ગૃહવિભાગને સુપરત કરવામાં આવી છે. કેલનપુરમાં સચિન પેટ્રોલિયમ નામે લાલાનો નાયરાનો પેટ્રોલ પંપ હોવાની વિગતો છે. રતનપુર અક્ષરસિટીમાં મકાન તેમજ અક્ષર કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. રતનપુર ચોકડી, અભરમપુરા, અલ્હાદપુરા ગામમાં 6 જેટલી જમીન છે. યુનિયન બેંકમાં પરિવારના સભ્યોના નામે સોનું પણ મળી આવ્યું છે. ગુનાખોરીની કાળી કમાણીને સફેદ નાણાંમાં ફેરવવા મિલકતો વસાવી હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. સચિનનાં નામે પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ, ઓટો પ્લાઝા વસાવ્યા છે. બુટલેગર લાલો દારૂના વેચાણના રૂપિયા યુપીઆઈથી મેળવતો હતો. લાલા જયસ્વાલ પર પોલીસ પર હુમલો કરીને હત્યાનાં પ્રયાસનો આરોપ છે. હાલ કુખ્યાત લાલા જયસ્વાલ સહિત ચાર આરોપી જેલમાં છે.

  • 18 Jul 2026 03:26 PM (IST)

    કચ્છમાં પ્રતિ કિલોના રૂ. 2 લેખે, પશુ દિઠ ચાર કિલો સુકુ ઘાસ અપાશે

    કચ્છમાં વરસાદના આભાવે ધાસચારાના ભાવમાં થયેલા ભારે વધારાને ધ્યાને લઈે રાજ્ય સરકાર પશુપાલકોની મદદે આવી છે. સરકારે ઠરાવ કર્યો છે કે. દર એક પશુ દિઠ ચાર કિલો સુકુ ઘાસ રાહતના ભાવે પુરૂ પાડવામાં આવશે. કચ્છ જિલ્લાના તમામ તાલુકાના નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, જમીનવિહોણા પશુપાલક ખેતમજૂરો અને માલધારીઓ લાભાર્થી રહેશે. દરેક પશુપાલકને વધુમાં વધુ પાંચ પશુ માટે એક ઘાસ કાર્ડ આપવામાં આવશે. દરેક પશુ માટે દરરોજ 4 કિલો સુકો ઘાસચારો મળશે. ઘાસચારો પ્રતિ કિલો ₹ 2ના રાહત દરે વેચવામાં આવશે.

  • 18 Jul 2026 03:20 PM (IST)

    અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટ ગ્રુપના રોકાણકારોએ રેરામાં કરી ફરિયાદ, ગોદરેજ પ્રોપટી લિમિટેડ અને શ્રી સિદ્ધ ગ્રુપ સામે પગલાં લેવા કરી માંગ

    ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટે ગ્રુપના રોકારણકારો રેરા ઓફિસે ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ચાર વર્ષ થી શ્રી સિદ્ધિ ગ્રુપ દ્રારા પ્રોજેકટનું કામ કાજ બંધ છે. છેલ્લા દોઢ વર્ષથી રેરા ખાતે રોકાણકારોએ કરી હતી ફરિયાદ. 1100 પરિવાર કરી હતી રેરામાં ફરિયાદ. આજે રોકાણકરોની રેરાના અધિકારીઓ સાથે બેઠક થઇ. બેઠક દરમિયાન શરૂઆતમાં રેરા તરફથી યોગ્ય જવાબ ન મળતા રજુઆત કરતા રોષે ભરાય. મામલો ઉગ્ર બને તે પહેલાં રેરાના એડીશનલ કલેક્ટર પછી રોકારણકારો સાથે બેઠક કરીને તેમને શાંત કર્યા. રેરાના એડીશનલ કલેક્ટર રોકારણકારોને આપ્યું આશ્વાસન. રેરા સિદ્ધિ ગ્રુપ સામે લેશે પગલાં. ગોદરેજ પ્રોપટી લિમિટેડ અને શ્રી સિદ્ધ ગ્રુપ સામે પગલાં લેવાશે. આગામી એક માસમાં રેરા લેશે કડક પગલાં. રેરાની વેબસાઈટ પર આગામી એક માસમાં ગોદરેજ પ્રાઇવેટ પ્રોપટી તથા શ્રી સિદ્ધ સામે ફરિયાદ ઓનલાઈન પબ્લિકલી દેખાતી થશે. જેથી અન્ય લોકો છેતરતા બચે. ગોદરેજ ગ્રુપ અને શ્રી સિદ્ધિ ગ્રુપ સહકાર નહિ આપતો પગલાં લેવાશે. રેરા લેશે કડકમાં કડક પગલાં. રેરા બને ગ્રુપ સામે ઇડીમાં ફરિયાદ દાખલ કરશે. દેશભરમાં પ્રથમ કિસ્સો બનશે જેમાં રેરા ઇડી માં ફરિયાદ દાખલ કરશે. આગામી 10 દિવસ બાદ શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ પ્રોપટી પ્રાઇવેટ લિમિટેડ જોડે બેઠક કરશે રેરા. રેરાની બિલ્ડર ગ્રુપ સાથે છેલ્લી બેઠક હશે. જો બેઠકમાં બિલ્ડર રોકાણકારો મકાન આપે અથવા રૂપિયા રીફન્ડ વ્યાજ સાથે નહિ કરે તો કડક પગલા લેવાશે.

  • 18 Jul 2026 02:41 PM (IST)

    આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ

    આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હાલ રાજ્યમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ સક્રિય છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દ્વારકામાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકામાં 233 mm ની સામે માત્ર 8.4 mm વરસાદ રહ્યો છે. દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો. અમદાવાદમાં 227 mm ની સામે 115 mm વરસાદ પડ્યો છે. અમદાવાદમાં 47% વરસાદ ઓછો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 255.7 mm વરસાદની સામે 137 mm વરસાદ નોંધાયો છે. જે રાજ્યમાં અત્યાર સુધી 32% ઓછો વરસાદ નોંધાયો છે.

  • 18 Jul 2026 02:05 PM (IST)

    વરસાદની અછતને કારણે કચ્છમાં ઘાસચારા, ખોળ અને ભૂસાનાં ભાવમાં ભારે વધારો

    ચોમાસુ ખેંચાતા કચ્છમાં ઘાસચારાનાં ભાવમાં ભારે વધારો થયો છે. પશુ પાલકોમાં ભાવવધારાને લઇને ભારે ચિંતા પ્રવર્તી રહી છે. 6-8 રુપિયે મળતું ઘાસ હવે 20-22 રુપિયે મળી રહ્યુ છે. ખોળ અને ભૂસાનાં ભાવમાં પણ ધરખમ વધારો
    1200-1300 માં મળતી ભૂસાની ગુણી 1500-1600 રુપિયે પહોંચી. પશુઓનો મુખ્ય આહાર ખોળને પણ વરસાદનું ગ્રહણ નડ્યુ. ખોળ 2200-2300 રુપિયે બજારમાં મળતાં પશુપાલકોને વેઠવાનો વારો. ચોમાસાનાં ગાળામાં 100 ટકા ક્ષમતા સામે દુધાળા પશુઓની દુધની ક્ષમતા 50 ટકાએ પહોંચી ગઇ.બન્નીનાં નાની દદ્ધર સહિત આસપાસનાં ગામોમાં લીલું ઘાસ અને પાણીની અછતની સ્થિતી. પશુપાલકો માટે પશુઓનું જતન કરવા માટે મુશ્કેલી ભરી સ્થિતીનું થઇ રહ્યુ છે નિર્માણ.

  • 18 Jul 2026 01:49 PM (IST)

    ગ્રીન હાઉસ પ્રોજેક્ટનાં નામે IOB માંથી કૃષિ ધિરાણ લઇને છેતરપિંડી કરનારા બેંકના પૂર્વ મેનેજર સહીત 2 આરોપીને 3 વર્ષની કેદ

    બેંક સાથે છેતરપીંડીનાં કેસમાં CBI કોર્ટે, 2 આરોપીને 3 વર્ષની સજા ફટકારી છે. IOB નાં પૂર્વ બ્રાંચ મેનેજર સહિત બે દોષી ઠેરવાયા છે. કોર્ટે બંને આરોપીઓ પર કુલ 1.12 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. IOB નાં પૂર્વ બ્રાંચ મેનેજર નીરજ કુમાર જૈન અને કેતન પટેલ છે કેસમાં આરોપી. હિંમતનગર સ્થિત IOB બેન્કનાં મેનેજરને 2.60 લાખ અને કેતન પટેલને 1.10 કરોડનો દંડ ભરવા કોર્ટનો આદેશ. 2014 માં CBI એ કેસ નોંધીને શરુ કરી હતી તપાસ. તપાસમાં નકલી દસ્તાવેજો ઊભા કરીને છેતરપિંડી કરાઇ હોવાનો થયો ખુલાસો. ગ્રીન હાઉસ પ્રોજેક્ટનાં નામે કૃષિ ધિરાણ લઇને કરાઇ હતી છેતરપિંડી. નીરજ જૈને પોતાનાં પદનો ઊપયોગ કરીને 14 કૃષિ ટર્મ લોન કરી હતી મંજૂર. નિલેશ અને કેતન પટેલે પોતાનાં સગાસંબંધીઓની 19-19 લાખની લોન અપાવી હતી.

  • 18 Jul 2026 01:45 PM (IST)

    સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 25 સે.મી.નો વધારો

    સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં  25 સે.મી.નો વધારો થયો છે. ડેમની જળ સપાટીની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. હાલની સપાટી 127.48 મીટરે પહોચી છે. ગ્રોસ સ્ટોરેજ 6344.41 MCM છે. એટલે કે ડેમમાં સમગ્ર કરાયેલ પાણીનો જથ્થો 67.07 % છે. પાણીની આવક 38760.00 ક્યુસેકની છે. જ્યારે નદીમાં પાણીની જાવક 601 ક્યુસેક છે. કેનાલમાં પાણીની જાવક 16132.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો થયો છે.

  • 18 Jul 2026 11:11 AM (IST)

    ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 147 વિદ્યાર્થીનીને થયેલ ફ્રુડ પોઇઝનીંગ અંગે પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

    સુરેન્દ્રનગરના ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા ગઈકાલ શુક્રવારે ફ્રુડ પોઇઝનીંગનો કેસ બનવા પામ્યો હતો. 147 વિદ્યાર્થીનીને ફ્રુડ પોઇઝનીંગની અસર થવા પામી હતી. આ બાબતે,  ચુડા પોલીસ મથકમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલકો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાળકીઓને આપવામાં આવતા ભોજનમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને ખાવા માટે આપવામાં આવેલ ખીર, ભાખરી, દાળ ઢોકળીના નમુના લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કસુરવારો સામે થશે કાર્યવાહી.

  • 18 Jul 2026 11:05 AM (IST)

    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળદર્દીઓ સારવાર હેઠળ

    જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ કરાયા છે. ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર ચાલુ છે. જામનગરના બે અને દ્વારકાના એક બાળક સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસની શંકાએ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યા બાદ જ થશે વાયરસની પુષ્ટિ. નિષ્ણાત તબીબોની ટીમ સતત બાળકો પર નજર રાખી રહી. આરોગ્ય વિભાગ સતર્ક, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારાયું છે. નાના બાળકોની સ્વચ્છતા અને સુરક્ષા રાખવા આરોગ્ય વિભાગની અપીલ
    તાવ, ઊલટી, આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન

  • 18 Jul 2026 09:42 AM (IST)

    ગિરનારના યાત્રાળુઓએ હવે IN અને OUT રજીસ્ટ્રેશન કરાવવું પડશે

    જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા ગિરનારની મુલાકાતે આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આજે 18મી જુલાઈથી ગિરનાર પર્વત પર અવરજવર માટે ‘IN અને OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. યાત્રાળુઓ નવી-જૂની સીડી કે રોપવે મારફતે જતી વખતે QR કોડ સ્કેન કરીને ઓનલાઈન અથવા સ્માર્ટફોન ન હોય તો સ્થળ પર સ્ટાફની મદદથી ઓફલાઈન નોંધણી કરાવી શકશે. આ માટે યાત્રિકોએ પોતાની સાથે ઓળખકાર્ડ રાખવું પડશે. દર્શન કરીને પરત ફરતી વખતે ‘OUT’ એન્ટ્રી કરાવવી ફરજિયાત રહેશે. NIC ટીમ દ્વારા આ વિશેષ સુરક્ષા પોર્ટલ તૈયાર કરાયું છે, જે આપત્તિ સમયે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને વન્યજીવોના સંરક્ષણમાં વહીવટી તંત્રને મદદરૂપ બનશે.

  • 18 Jul 2026 09:26 AM (IST)

    હળવદનાં ચરાડવા પાસે ખાનગી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત, 8 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

    મોરબીના હળવદનાં ચરાડવા પાસે ખાનગી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે. દેવીપુર નજીક બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી ગઈ. અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. 6 વિદ્યાર્થીઓને ચરાડવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પાડ્યા છે. 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કરાયા છે. વિદ્યાર્થીઓને ચરાડવા લઈ જતી વખતે સર્જાયો અકસ્માત.

  • 18 Jul 2026 09:24 AM (IST)

    જંતર-મંતર ખાતે 20 દિવસથી ભૂખ હડતાળ કરનારા સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલમાં કર્યા દાખલ

    દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુકને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

  • 18 Jul 2026 09:19 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4 ઈંચ વરસ્યો

    ગુજરાતમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 25 જિલ્લાના 94 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લગઊગ સાર્વત્રિક કહી શકાય તે રીતે વરસાદ નોંધાયો છે.
    રાજ્યમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 2026ના વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીનો 26 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 4 તાલુકા એવા છે જ્યા હજુ સુધી એક મિલીમીટર પણ વરસાદ નોંધાયો નથી.

Published On - 9:18 am, Sat, 18 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.