16 નવેમ્બરના મહત્વના સમાચાર : ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોના શંકાસ્પદ હાલતમાં મળ્યાં મૃતદેહ, 10 દિવસથી હતા ગુમ, અધિકારી પતિ શંકાના દાયરામાં

Gujarat Live Updates : આજ 16 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 નવેમ્બરના મહત્વના સમાચાર :  ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોના શંકાસ્પદ હાલતમાં મળ્યાં મૃતદેહ, 10 દિવસથી હતા ગુમ, અધિકારી પતિ શંકાના દાયરામાં
| Edited By: | Updated on: Nov 16, 2025 | 9:30 PM

આજે 16 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Nov 2025 09:00 PM (IST)

    મહેસાણાના બહુચરાજી અને જોટાણા તાલુકાના ખેડૂતો પરેશાન

    મહેસાણાના બહુચરાજી અને જોટાણાના તાલુકાના ખેડૂતો હાલ પરેશાન છે. નર્મદા વિભાગની કેનાલોમાં સિંચાઈનું પાણી ન છોડતા. ખેડૂતોની મુશ્કેલી વધી છે. અને ખેડૂતોને ઊભો પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ કેનાલોમાં પાણી છોડવા માટે મૌખિક આદેશ અપાયો હતો. પણ, તેમ છતાં પાણી નહીં છોડાતા નર્મદા વિભાગના વહીવટ સામે સવાલો ઊઠી રહ્યા છે.

    એરંડા, રાયડો, કપાસ, ઘઉં, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ માયનોર કેનાલની સફાઈ ન થયાનું પણ સામે આવ્યું છે. કેનાલમાં કેટલાંક સ્થળોએ છોડવા ઉગી નીકળેલા જોવા મળી રહ્યા છે. જેને પગલે તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે જો પાણી છોડવામાં આવે તો પણ તેમના સુધી પહોંચતું નથી. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો તેમની જમીન વેચવા મજબૂર બન્યા છે.

  • 16 Nov 2025 08:40 PM (IST)

    બુવાલડી કામે શ્રમિકો પર કાર ફરી વળતા સગર્ભાનું મોત

    અમદાવાદના બુવાલડી ગામે બેફામ કારચાલકે રફતારનો કેર વરતાવ્યો છે. ભુવાલડી ગામ નજીક રસ્તા પર પેવર બ્લોકનું કામ કરતા શ્રમિકો પર કાર ફરી વળતા સગર્ભા મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં બે લોકોને ગંભીર ઈજા છે. ભુવાલડી ગામના પૂર્વ સરપંચના પુત્રે અકસ્માત કર્યો હોવાનો આરોપ છે. મૃતક મહિલાના પતિ ત્રણ દિવસનું કામ રાખ્યું હતું અને બ્લોક નાંખવાની કામગીરી ચાલતી હતી ત્યારે કાળ બનીને આવેલી કારે મહિલાનો ભોગ લીધો. મહિલાના મોતથી પાંચ બાળકોને માની મમતા ગુમાવી છે. ગ્રામજનોનો આરોપ છે કે પૂર્વ સરપંચનો પુત્ર અવારનવાર આ રીતે સ્પીડમાં કાર ચલાવીને રોલા પાડે છે. વારંવાર ટોકવા છતાં તેની હરકતોમાં કોઈ સુધારો નથી થયો. બેફામ રીતે ચાલતી કાર સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સ્થાનિકોનો દાવો છે કે પૂર્વ સરપંચના પુત્ર સાથે અન્ય બે લોકો પણ કારમાં હતા. કારચાલકના સોશિયલ મીડિયામાં પણ કારના સ્ટંટ અને રીલના વીડિયો જોવા મળ્યા છે.


  • 16 Nov 2025 08:30 PM (IST)

    સુરતઃ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નેત્રમ’નું લોકાર્પણ

    સુરતઃ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નેત્રમ’નું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.  પોલીસ કમિશનર કચેરી ખાતે હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યુ. સુરત શહેરમાં 2 હજારથી વધુ કેમેરાથી નજર રખાઈ રહી છે. 709 કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગરના ત્રિનેત્રમથી પણ થઈ શકશે. ગુનાખોરી અટકાવવામાં પોલીસને મળશે મદદ

  • 16 Nov 2025 08:20 PM (IST)

    માતૃભૂમિનો ઋણ સ્વીકાર કરવા જગતનાં તાતની વ્હારે આવ્યા ઉદ્યોગપતિ

    કમોસમી વરસાદથી પાયમાલ થવાને આરે આવીને ઉભેલા ખેડૂતોની મદદે આવ્યો ખેડૂતપુત્ર. જુનાગઢ તાલુકાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ બાદલપુર, પ્રભાતપુર, સેમરાળા અને સાંખડાવદર ગામના ખેડૂતોને કરી આર્થિક સહાય. માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર ખાતે ખેડૂતોને સહાયની રકમનાં ચેકનું વિતરણ કરાયું.

    1000 જેટલા ખેડૂતોને માટે દિનેશ કુંભાણીએ સહાય પેકેજ જાહેર કર્યું હતું. અગાઉ તેના માટે આ ગામનાં સરપંચો તથા સ્થાનિક આગેવાનો જોડે બેઠકો યોજાઇ હતી. ખેડૂત-ખાતેદારોની જમીન, ઉતારા, બૅન્કની વિગતો, આધાર કાર્ડ સહિતની માહિતી એકઠી કરાઇ. એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાયનાં ચેકનું વિતરણ કરાયું. આ નવતર પ્રયોગને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પરબધામના મહંત કરશનદાસ બાપુએ પણ બિરદાવ્યો

  • 16 Nov 2025 07:50 PM (IST)

    નવસારીમાં લસણની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

    દારૂની ઘૂસણખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આ વખતે બુટલેગરે દારૂ દમણથી જુનાગઢ પહોંચાડવા માટે લસણની બોરીઓનો ઉપયોગ કર્યો. જે દારૂની કિંમત 1 કરોડ 1 લાખ રૂપિયા થાય છે.. નવસારી LCBની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પર તુલસી હોટલની સામે નાકાબંધી ગોઠવી. જે દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા રસ્તા પર ટ્રકમાં તપાસ કરાઈ. પોલીસને ગુમરાહ કરવા આગળના ભાગે લસણની ગુણીઓ મૂકાઈ હતી અને પાછળના ભાગે દારૂનો જથ્થો.જોકે પોલીસે પણ ચોક્કસાઈપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે એક આરોપીની ધરપકડ કરાઈ. જ્યારે દારૂનો જથ્થો મોકલનારા અને મંગાવનારા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ટ્રક સહિત દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

  • 16 Nov 2025 07:30 PM (IST)

    રાજકોટમા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

    કુદરતના કહેર બાદ હવે સતત હવામાનમાં પલટાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. વાતાવરણમાં સતત ફેર પલટાથી ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી જતા ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.. સારા ભાવની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાતાવરણ કર્યું હતુ.. પરંતુ આશા પર પ્રથમ માવઠાએ જ પાણી ફેરવી દીધું. કારણ કે ડુંગળીના પાકમાં ફાલ બેસી ગયો ત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયું.

    જોકે તે બાદ પણ ખેડૂતોએ મહામહેનતે ફરીથી પાકનું ઉછેર કર્યું તો વાતાવરણમાં ફેરફાર થતા  ડુંગળીના પાકમાં થીપ્સ અને ચાર્મી નામનો રોગ આવી જતા પાક પીળો પડવા લાગ્યો છે અને સુકાવા લાગ્યો છે. જેને કારણે ઉત્પાદન પર ભારે અસર વર્તાશે. વીઘા દીઠ કુલ 30થી 35 હજારનો ખર્ચ થયો. તો બીજી તરફ બજારમાં પણ પૂરતા ભાવ મળી નથી રહ્યાં. હાલ ડુંગળીના 100થી 150 રૂપિયા પ્રતિ મણ ભાવ હોવાથી ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી

  • 16 Nov 2025 07:10 PM (IST)

    વડોદરા: કંપનીનાં ડિરેક્ટરને ધમકી આપી ખંડણી માંગનારા 2 ઝડપાયા

    વડોદરા: કંપનીનાં ડિરેક્ટરને ધમકી આપી ખંડણી માંગનારા 2 ઝડપાયા છે. સયાજીગંજ પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી કરી. કંપની બંધ કરાવવાની ધમકી આપી રૂ. 15 કરોડ માગ્યા હતા. ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરે ધમકી આપી ખંડણી માગી હતી. એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સનાં અધિકારીનાં નામે ધમકી આપી હતી. અન્ય એક આરોપીએ ફરિયાદીને કાર્ડ આપ્યું હતું. રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના ગુજરાત પ્રમુખનું કાર્ડ આપ્યું હતું.

    ટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને એક આરોપીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સના અધિકારીનાં નામે ધમકી આપી, તો અન્ય એકે પોતાની ઓળખ રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટનાં ગુજરાત પ્રમુખ તરીકેની ઓળખ આપી. હાલ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણા નામનાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  • 16 Nov 2025 07:03 PM (IST)

    ગીર સોમનાથ : કોડીનારના મૂળ દ્વારકા ગામેથી મળ્યા હથિયાર

    ગીર સોમનાથ : કોડીનારના મૂળ દ્વારકા ગામેથી હથિયાર મળ્યા છે. દરગાહના ગ્રાઉન્ડમાંથી તલવાર સહિત 4 હથિયાર મળ્યા. પોલીસને કોમ્બિંગ દરમિયાન ગ્રાઉન્ડમાં દફન હથિયારો મળ્યા.

  • 16 Nov 2025 06:45 PM (IST)

    છોટાઉદેપુર: ટેન્કરમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    છોટાઉદેપુર: ટેન્કરમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.  ટેન્કરમાંથી 2 કરોડ 50 લાખનો અંગ્રેજી દારૂ મળી આવ્યો છે.  પોલીસે પાવીજેતપુર તરફ જતા ટેન્કરમાં તપાસ હાથ ધરી હતી.  20 લાખના ટેન્કર સાથે કુલ 2 કરોડ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂ ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે રાજસ્થાનના બાડમેરના શખ્સની ધરપકડ કરી છે. આ અગાઉ નવસારીમાં લસણની આડમાં દારૂની હેરાફેરી પકડાઈ હતી.  જોકે બન્ને કેસમાં પોલીસ સજાગ જોવા મળી અને દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે..

  • 16 Nov 2025 06:19 PM (IST)

    સાબરકાંઠા: શેરબજારમાં રોકાણ કરવાની લાલચે છેતરાયો યુવક

    સાબરકાંઠા: શેરબજારમાં રોકાણ કરવાની લાલચે યુવક છેતરાયો છે. હિંમતનગરના યુવકે રોકાણના નામે 4.33 લાખ રૂપિયા ગુમાવ્યા છે. યુવકને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જુદા-જુદા 6 બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે. IT એક્ઝિક્યુટીવ તરીકે યુવક નોકરી કરે છે. ફરિયાદી યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • 16 Nov 2025 05:59 PM (IST)

    ગુજરાત યુનિ. 15 હજારથી વધુ અધ્યાપકોને AI ની તાલીમ આપશે

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બધે બોલબાલા છે ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે..યુનિવર્સિટી 15 હજારથી વધુ અધ્યાપકોને AIની ટ્રેનિંગ આપશે. દેશની એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ ટેકનોલોજીમાં પાછળ ના પાડી જાય તે માટે AICT એ આ વર્ષને AI વર્ષ તરીકે જાહેર કર્યું છે અને GTUના અધ્યાપકો ઇમર્જિંગ ટેકનોલોજી સમજે એ માટે યુનિવર્સીટી સંલગ્ન તમામ કોલેજના અધ્યાપકને એક અઠવાડિયાની AI તાલીમ આપવામાં આવશે. અધ્યાપકોએ આ તાલીમ એક વર્ષ અંદર લેવાની રહેશે. જો સેલ્ફ ફાઈનાન્સ કોલેજના અધ્યાપકો AI તાલીમ નહીં મેળવે તો એન્ડોર્સમેન્ટને અસર થશે એવી સૂચના પણ રજિસ્ટ્રારે આપી છે

  • 16 Nov 2025 05:40 PM (IST)

    ગીર સોમનાથમાં ફરી સિંહના આંટાફેરાનો વીડિયો વાયરલ

    ગીર સોમનાથમાંથી ફરી સિંહનો વીડિયો વાયરલ થયો. રાત્રિ દરમિયાન જગંલના રાજા ફોરટ્રેક હાઈવે પર ચડી આવ્યા હતા. ઉના-કોડીનાર ફોરટ્રેક હાઈવે પર સિંહ આવી પહોંચ્યો હતો. જેને જોઈને વાહનો અટવાયા હતા અને વાહનચાલકોમાં ભારે ભય ચ છવાયો હતો. હાઈવે પર સિંહની લટારનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

  • 16 Nov 2025 05:20 PM (IST)

    વડોદરા: ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

    વડોદરા: ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો. સાવલી–સમલાયા રોડ પર ટેમ્પોમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ  છે. કરચિયા ગામ પાસે ચાઈનીઝ દોરીની 2700 રીલ કબજે કરાઈ છે. ટેમ્પોચાલકની ધરપકડ સાથે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

  • 16 Nov 2025 04:58 PM (IST)

    ઉત્તર પ્રદેશઃ સોનભદ્રમાં પથ્થરની ખાણમાં દુર્ઘટના, 15 શ્રમિક દટાયા

    ઉત્તર પ્રદેશઃ સોનભદ્રમાં પથ્થરની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે. કૃષ્ણા માઈન્સ ખાણની અંદરની દીવાલ ધરાશાયી થતા ખાણમાં કામ કરતા 15 કામદારો કાટમાળમાં ફસાયા છે. ખાણ માલિક અને બે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ થઈ છે. ખાણના કાટમાળમાંથી એક કામદારનો મૃતદેહ બહાર કઢાયો છે. NDRF અને SDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

  • 16 Nov 2025 04:00 PM (IST)

    વાવ થરાદ : સરહદી વિસ્તારમાંથી અજાણ્યો ઇસમ મળી આવ્યો

    વાવ થરાદ : સરહદી વિસ્તારમાંથી અજાણ્યો ઇસમ મળી આવ્યો છે. ધરણીધર તાલુકાના રાછેણા ગામમાંથીં આ ઇસમ મળી આવ્યો છે. શખ્સ હિન્દીભાષી હોવાથી લોકોને શંકા ઉપજતા પોલીસને જાણ કરી છે. વાવ પોલીસે ઇસમને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથ ધરી છે. હિન્દીભાષી અજાણ્યો શખ્સ અસ્થિર મગજનો હોવાનું અનુમાન છે.

  • 16 Nov 2025 03:56 PM (IST)

    ઋષિ ભારતી બાપુના નિવેદન પર અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

    ઋષિ ભારતી બાપુના નિવેદન પર અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ ઋષિ ભારતી બાપુનું નિવેદન તેમના અંગત વિચાર છે. સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ છે. કામ કરવાથી પસંદગી થાય, કોઈના કહેવાથી નહીં. કોની શું ઈચ્છા હોય તેનું મહત્વ નથી, તમારે કર્મ કરવું પડે છે. યોગ્ય સમયે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવતો જ હોય છે. તો ઠાકોર સમાજ અગ્રણી અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઋષિ ભારતી બાપુના નિવેદનને તેમના અંગત વિચાર ગણાવ્યા હતા.

  • 16 Nov 2025 03:46 PM (IST)

    ગાંધીનગર: અલ્પેશ ઠાકોરને લઈ ઋષિ ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન

    ગાંધીનગર: અલ્પેશ ઠાકોરને લઈ ઋષિ ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યુ છે. ઋષિ ભારતી બાપુએ કહ્યુ કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા પ્રયાસો થયા હતા. ગાંધીનગરમાં અનેક બેઠક અને સંમેલનો થયા હતા.  પ્રયાસ છતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાયા, સમાજના નેતાઓને હવે કૂટનીતિ શીખવી પડશે, આપણે હવે પોઝિશનમાં નહીં, પાવરમાં આવવું પડશે.

    માણસાના ધમેડા ગામે આયોજીત ઠાકોર સમાજના સંમેલનમાં. ઋષિભારતી બાપુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજના અનેક પ્રયાસ છતાં અલ્પેશ ઠાકોરને ન તો નાયબ મુખ્યમંત્રી બનાવાયા કે ન તો મંત્રી મંડળમાં કોઈ સ્થાન મળ્યું. જેનું તેમને દુ:ખ છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો વાઈટ કોલર ગુલામી કરી રહ્યા છે. સમાજના નેતાઓને રાજનીતિ તો આવડે છે. પરંતુ, કૂટનીતિ નથી આવડતી. પરંતુ, હવે કૂટનીતિ શીખીને આપણે પાવરમાં આવવું પડશે.

  • 16 Nov 2025 03:42 PM (IST)

    જૂનાગઢ: મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ

    જૂનાગઢ: મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે. 10 વીઘાના ખેતરને ખોદીને ખેદાન-મેદાન કરી દીધું. દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતને મોટાપાયે નુકસાન થયુ છે. 40 જેટલાં જંગલી ભૂંડનું ટોળું ધસી આવ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઘઉંનું વાવેતર અને પિયત કર્યું હતું તે સંપૂર્ણ બરબાદ થઈ ગયુ છે.
    ભૂંડ અને રોજડાની સમસ્યાનો નિકાલ લાવવા ખેડૂતોની એકસૂરે માગ ઉઠી છે.  ઉલ્લેખનીય છે કે માવઠાના મારે પહેલાં જ ખેડૂતોની કમર તોડી દીધી છે. ગમે તેમ તજવીજ કરી ખેડૂતો શિયાળુ પાક લેવા મથામણ કરી રહ્યા છે. દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું. પરંતુ, જંગલી ભૂંડોએ તેની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

  • 16 Nov 2025 03:36 PM (IST)

    અમરેલીઃ SOGએ ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર

    અમરેલીઃ SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. મતિરાળા ગામની સીમ વિસ્તારમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો છે. કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યુ છે.
    77 લાખની કિંમતનો 155 કિલો લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. SOGએ મુદ્દામાલ સાથે 1 શખ્સની કરી ધરપકડ કરી છે.

  • 16 Nov 2025 02:43 PM (IST)

    જૂનાગઢના માંગરોળના ગ્રામ્યમાં હડકાયા શ્વાને મચાવ્યો આતંક, 10 વ્યક્તિઓ-રખડતા ઢોરને ભર્યા બચકા

    જૂનાગઢના માંગરોળના ભાટ ગામે હડકાયા શ્ચાને આતંક મચાવ્યો છે. હડકાયા થયેલ શ્ચાને આઠ થી દસ લોકોને બચકા ભર્યા છે. ઈજાગ્રસ્ત તમામને માંગરોળ સરકારી દવાખાનામા ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર શરૂ કરવામાં આવી છે. ગામમા રખડતા ઢોરને પણ ભર્યા બચકા. હાલ પણ હડકાયુ શ્ચાન ખેતરોમા જોવા મળી રહ્યુ છે. હડકાયા શ્ચાનને લઈ લોકોમા ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

  • 16 Nov 2025 02:40 PM (IST)

    શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશને થયેવા બ્લાસ્ટ કેસમાં CIK એ અનંતનાગમાંથી મહિલા ડોક્ટરની ધરપકડ કરી

    CIK (કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર) એ અનંતનાગમાં ખાલિદ અઝીઝ ટાકના ઘરે દરોડા પાડ્યા હતી. CIKએ હરિયાણાની મહિલા ડોક્ટર પ્રિયંકા શર્માની અટકાયત કરી. આ કાર્યવાહી નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટ સંદર્ભે કરાઈ છે. જે આતંકવાદી ભંડોળ અને વ્હાઇટ-કોલર મોડ્યુલની તપાસનો એક ભાગ છે.

  • 16 Nov 2025 02:31 PM (IST)

    હિંમતનગરના યુવકે શેરબજારમાં રોકાણની લાલચે 4.33 લાખ ગુમાવ્યા

    હિંમતનગરનો યુવક શેરબજારમાં રોકાણ કરવાની લાલચે છેતરાયો છે. અજાણ્યા નંબરથી આવેલા મેસેજને ભરોસે 4 લાખ 33 હજાર રૂપિયા ગુમાવ્યા છે. અલગ અલગ છ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અજાણ્યા શખ્શે છેતરપિંડી આચરી છે. આઈટી એક્ઝુક્યુટિવ તરીકે નોકરી કરતો હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કરી ઠગાયો છે હિમતનગરનો યુવક. બેરણાં રોડ પર રહેતા હિંમતનગરના સોહમ પટેલ સાથે છેતરપિંડી થવા પામી છે. સોહમ પટેલે અજાણ્યા નંબરધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • 16 Nov 2025 02:29 PM (IST)

    હવે ક્રાઈમ બ્રાંચે, એલિસબ્રીજ અને સિંધુભવનના હુક્કાબારમાં દરોડા પાડ્યા

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હુક્કાબારમાં દરોડા પાડ્યા છે. શહેરનાં એલિસબ્રીજ અને સિંધુભવન વિસ્તારમાં 2 હુક્કાબારમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. એલિસબ્રિજના ઓલ્ડ TC લોન્જ અને સિંધુભવનના લોન્જ કાસાનોવામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ ફ્લેવરના હુક્કાનાં પેકેટ હુક્કાબારમાંથી મળી આવતા જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ શહેરના 25 કેફમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બન્ને કેફે માં હુક્કો પીતા લોકો મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 16 Nov 2025 02:03 PM (IST)

    સુરત RTO ઇન્સ્પેકટરને માર મારીને સળગાવી દેવાની ઘમકી આપનારા લુખ્ખાઓને પોલીસે પકડ્યા

    સુરત RTO ઇન્સ્પેકટર સાથે માથાકૂટ કરનાર બે ઇસમોને, સુરતના પાલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી પ્રેમ સંજયભાઈ ગાયકવાડ અને સોમિલ વિજયભાઇ ગાયકવાડને RTO ઇન્સ્પેકટરને માર મારીને તેમને જીવતા સળગાવીને મારી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓએ સુરત RTO ઇન્સ્પેકટર સાથે માથાકૂટ કરી હતી. મોપેડ પર આવેલા બંને આરોપીઓ દ્વારા RTO ના અધિકારી સાથે મારા મારી પણ કરી હતી. તે ઉપરાંત RTO અધિકારીને એમ પણ કહ્યું હતુંકે, તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથે જલા દેંગે,  પોલીસ હમારા ક્યા બિગાડ લેગી ? એમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે આ બનાવ ગાડી ઓવર ટેક કરવા બાબતે માથાકૂટ કરી હતી. હાલ પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે

  • 16 Nov 2025 01:59 PM (IST)

    ​નડિયાદના સંતરામ મંદિર રોડ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્સમાં લાગી આગ

    ​નડિયાદના સંતરામ મંદિર રોડ પર આવેલ વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ​વર્ગો કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી. ​ફ્રિજ, ટીવીના હોમ એપ્લાયન્સીસના ગોડાઉન અને અન્ય દુકાનોમાં આગ લાગી હતી. નડિયાદ ફાયર બ્રિગેડના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો. ​કોમ્પ્લેક્સમાં વેન્ટિલેશનની જગ્યા ના હોવાથી ધુમાડો સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાયો છે.

  • 16 Nov 2025 01:57 PM (IST)

    રાજકોટ સિવિલ હોસ્પિટલના સંકુલમાંથી દારુની બોટલ મળી

    રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી દારુની ખાલી બોટલ મળી આવી છે. સિવિલ હોસ્પિટલ જૂના બિલ્ડીંગ કમ્પાઉન્ડમાંથી મળી આવી દારૂની ખાલી ત્રણ બોટલો એવુ સાબિત કરે છે કે, રાત્રે દારૂની મહેફિલ જામે છે ? એક તરફ સિવિલ હોસ્પિટલ, ખાનગી સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે બીજી તરફ સિક્યુરિટી સામે પણ સવાલો ઉભા થાય છે. દારૂની પાર્ટી માણનારાઓ ખખડધજ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે.

     

  • 16 Nov 2025 01:55 PM (IST)

    રાજકોટમાં કોઈ પણ જાતની નોંધણી કરાવ્યા વિના રહેતા 5 કાશ્મીરી યુવકો મળ્યાં

    દિલ્લીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ રાજકોટ પોલીસ અલર્ટ મોડ પર આવી છે. રાજકોટના ઢેબર રોડ પર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પાંચ કાશ્મીરી યુવકો કોઈપણ નોંધણી વગર રહેતા મળી આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ કાશ્મીરી યુવકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરે છે. આ તમામ લોકોના ફોન સાઇબર ક્રાઇમમાં તપાસ માટે મોકલાયા છે.  ભક્તિનગર પોલીસ દ્વારા તમામ કાશ્મીરીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. ઓરડી ભાડે આપનાર માલિક વિરૂધ્ધમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. જો કે હજુ સુધી આ આરોપીઓની પૂછપરછમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ મળી નથી આવી.

  • 16 Nov 2025 01:35 PM (IST)

    નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઉચાપત ! સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા કર્મચારીએ ઉડાવી નાખ્યા

    નિરમા યુનિવર્સિટીમાંથી સ્ટુડન્ટ એક્ટિવિટીના રૂપિયા પાંચ કરોડની ઉચાપત થઈ હોવાની ફરિયાદ પ્રોફેસરે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે નોંધાવી હતી. સોલા પોલીસે, ઉચાપત મામલે યુનિવર્સિટીના કર્મચારી પ્રકાશ ઠાકોરની અન્ય બે મિત્રો રોહિત મકવાણા (ઠાકોર), નિકેતન દેસભ્રતારની ધરપકડ કરી છે.

    આરોપીઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર નિકુંજ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. યુનિવર્સિટિ ઓડિટ દરમિયાન સમગ્ર ગેરરીતિ બહાર આવી હતી. પ્રકાશ ઠાકોર ઓડિટ ટીમ સમક્ષ હાજર ન થયો હતો. પૂછપરછ દરમિયાન પ્રકાશ ઠાકોરે સ્વીકાર્યુ કે સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા. પ્રકાશ ઠાકોર, નિકેતન, હર્ષિલ લેહરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા, રોહિત ઠાકોર વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઈ હતી.

     

  • 16 Nov 2025 11:10 AM (IST)

    મોરબીના 1 કરોડની જમીન કૌંભાડના આરોપી, વડોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસની નજર સામે થયા છુંમતર !

    વડોદરાના ગોરવા પોલીસ મથકમાં બોલાવાયેલા જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી તબિયતનું બહાનું કાઢી પોલીસની નજર સામે છુમંતર થઈ ગયા છે. કોર્ટની શરત ભંગની આશંકાને પગલે ગોરવા પોલીસે આરોપીને પકડ્યો હતો. મોરબીના 1 કરોડની જમીનના કેસમાં, મોરબી નહીં છોડવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. જેનો આરોપીએ સરેઆમ ભંગ કર્યો હતો. વડોદરાના ગોરવા પોલીસ મથકે, આરોપીનો કબજો લેવા માટે મોરબી પોલીસ આવે તે પહેલા જ, આરોપી ગોરવા પોલીસની નજર સામે અલોપ થઈ ગયો.

    ગોરવા પોલીસ જ્યારે આરોપીને લાવી ત્યારે એ પોતે આરોપી નથી તેમ જણાવીને પોતાની તબિયત ખરાબ હોવાનું બહાનુ કાઢ્યું હતું. કનૈયા લાલ દેત્રોજા નામનો શખ્સ તે પોતે નથી તેવું કહી ગોરવા પોલીસ મથકથી થયો હતો રવાના. ગોરવા પોલીસને કનૈયા લાલ દેત્રોજા એ છાતીમાં દુખાવો અને ગભરામણની ફરિયાદ કરતા પોલીસે સારવાર કરાવી આવવાનું જણાવી છોડ્યા હતા. પોલીસે પોતે આરોપીને દવાખાને લઈ જવાની જગ્યાએ આરોપીને જાતે સારવાર કરાવી પરત આવવાનું જણાવી દીધું હતું.  ગોરવા પોલીસની ગંભીર બેદરકારીને કારણે આરોપી નાશી છૂટ્યો હતો.

  • 16 Nov 2025 11:02 AM (IST)

    રાજકોટના જેતપુર-જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે ઇકો વાનને મારી ટક્કર, 9 ઈજાગ્રસ્ત

    રાજકોટ જિલ્લાના જેતપુર જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો છે. ડમ્પર ચાલકે ઇકો વાનને ટક્કર મારતા ઇકો વાનમાં બેસેલ નવ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. નવ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. કોટડાસાંગાણીના નવાગામ રામપરાથી જેતપુર જેતલસર પ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થ ખસેડાયા છે. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

  • 16 Nov 2025 10:23 AM (IST)

    RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતુ તે હથિયાર અંબિકા નદીમાં નાખ્યાની આરોપીએ કરી કબૂલાત

    કામરેજમાં RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પોલીસ, અંબિકા નદીમાં હથિયાર શોધી રહી છે. પતિ નિકુંજ ગૌસ્વામી અને ઈશ્વરપુરી ગૌસ્વામી પોલીસને સહકાર નથી આપતા. બન્ને આરોપીઓ રીઢા ગુનેગારની જેમ આપ્યા ગોળગોળ જવાબ આપી રહ્યાં છે. ફાયરિંગ બાદ હથિયાર અંબિકા નદીમાં ફેંક્યાનું ઈશ્વરપુરીએ સ્વીકાર કર્યો હતો. પોલીસ–SDRF ટીમે 6 કલાક સુધી અંબિકા નદીમાં શોધખોળ કરી પરંતુ હથિયાર મળ્યું નહીં. બન્ને આરોપીઓ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે.
    પતિ–પત્ની વચ્ચેના ઝગડાને કારણે ફાયરિંગ કરાવ્યાનું બહાર આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ RFO સોનલ સોલંકી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 16 Nov 2025 09:48 AM (IST)

    ભ્રષ્ટાચાર અંગે મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડ નોડલ ઓફિસરની કરાઈ હકાલપટ્ટી

    મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડ નોડલ ઓફિસરને છૂટા કરાયા છે. વોટરશેડ નોડલ ઓફિસર આશાબેન ચૌધરીને કામોમાં ક્ષતિઓ અને વહીવટી અનિયમિતતા બદલ, અંગત રીતે જવાબદાર ગણવામાં આવ્યા છે. બહુચરાજીના ગાંભુ ગામે આડબંધના કામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. ભ્રષ્ટાચારની ગંભીર બાબતે રાજ્યકક્ષાએ અહેવાલ સુપરત કરાયો હતો.
    સરકારને આર્થિક નુકસાન કરાવવા જેવી ગંભીર બાબતો પણ ધ્યાને લેવાઈ હતી. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીને, આશા ચૌધરીને ઘરે બેસાડવાનો આદેશ કર્યો છે.

  • 16 Nov 2025 09:09 AM (IST)

    મહિલા અધિકારી સામે બેફામ બનેલા ખનિજ માફિયાઓને કાયદો બતાવતુ તંત્ર, કલોલ, વલાદ, લવારપુરમાં દરોડા

    તાજેતરમાં જ ખનિજ માફિયાઓએ, મહિલા અધિકારી સામે દાદાગીરી કરી હતી. મહિલા અધકારિના તાબામાં રહેલ ડમ્પર છોડાવી ગયા હતા. એટલું જ નહીં મહિલા અધિકારીની કારને હાઈવે પર રોકવાનો પણ ખનિજ માફિયાઓએ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના હવે ગંભીર પડઘા ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં પડ્યા છે. ગાંધીનગર ભૂસ્તર વિભાગની ટીમે, લોલ, વલાદ, લવારપુર વિસ્તારમાં ચાલી રહેલ ગેર કાયદે ખનન સામે દરોડા પાડ્યા છે. ગાંધીનગરના સેક્ટર-26, 27 પાસેથી પરમિટ વગર રેતી લઈ જતા ડમ્પરો જપ્ત કર્યા છે. આ ખાસ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 11 ડમ્પરો જપ્ત કર્યા છે. કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 16 Nov 2025 08:57 AM (IST)

    મહેસાણામાં વૃદ્ધ સાથે 13 લાખની સાયબર છેતરપિંડી

    મહેસાણામાં વૃદ્ધ સાથે 13 લાખની સાયબર છેતરપિંડી સાયબર ક્રાઇમ છેતરપિંડી કેસ નોંધાયો છે. કડીના વૃદ્ધ સાથે ₹12.92 લાખની ઓનલાઇન છેતરપિંડી થવા પામી છે. BOB ના લોગોવાળી ફેક ‘લાઇફ સર્ટિફિકેટ વેરિફિકેશન’ લિંક મોકલાઈ હતી. વીડિયો કોલ કરી પોતાને બેંક ઓફ બરોડાનો કર્મચારી બતાવ્યો હતો. ફરિયાદી પાસેથી બેંકની સંવેદનશીલ વિગતો મેળવી લીધી હતી. BOBના બે અલગ અલગ ખાતામાંથી ₹6,97,018 અને ₹5,95,016 ઉપાડી લીધા હતા. અજાણ્યા WhatsApp નંબર 8918925283 દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

  • 16 Nov 2025 08:02 AM (IST)

    ભાવનગરના કાળાનાળા વિસ્તારના ચાલતા સ્પામાં પોલીસના દરોડા

    ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલા સીટી સ્પા નામના મસાજ પાર્લરમાં આઈજી સ્કવોર્ડ દ્વારા રેડ કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સીટી સ્પા નામના મસાજ પાર્લરમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની બાતમીના આધારે ભાવનગર આઈજી સ્કવોર્ડ ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. પ્રાથમિક મળતી માહિતી અનુસાર ત્યાંથી ત્રણ મહિલાઓ અને બે સંચાલકો મળી આવ્યા છે, હાલ પોલીસ દ્વારા તેમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

  • 16 Nov 2025 08:01 AM (IST)

    સુરેન્દ્રનગરના ચુડામાં છરીના ઘા મારી યુવતીની કરાઈ હત્યા

    ચુડા તાલુકાના જોબાળા ગામે સવારના સમયે નોકરીએ જતી યુવતીની છરીના 15 જેટલા ઘા મારી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ  ચુડા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોેચી મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે યુવતીની હત્યા કોણે કરી, કેમ કરી તે દીશામાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક યુવતીના પ્રેમીના પિતાએ જ છરીના 15 ઘા મારીને રહેસી નાખી હોવાનો ખુલાસો થયો છે.

  • 16 Nov 2025 07:44 AM (IST)

    રાજકોટ જિલ્લાના ધોરાજીના આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો, 30 કેસ નોંધાયા

    રાજકોટ જિલ્લાના ધોરાજીના પાંચપીર વાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા ઉલટીના 30 થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે પાંચપીર વાડી વિસ્તાર સહિત આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. પાંચપીર વાડી વિસ્તાર માટે જિલ્લા કલેક્ટરે એપેડમિક ડીસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડી અને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. ઠંડા પીણા અને ગોલા ગુલફી ના વેચાણ પર મુકાયો પ્રતિબંધ

  • 16 Nov 2025 07:32 AM (IST)

    વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યું

    વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકાળે મૃત્યું થયું હોવાની ઘટના બની છે. ફતેહગંજ વિસ્તરમાં પીજીમાં રહેતા અતિકદાસ નામના વિદ્યાર્થીની લાશ મળી આવી છે. અતિકદાસ મૂળ જમ્મૂ કશ્મીર રાજ્યનો વતની હતો.  તેનુ મોત કુદરતી છે કે આત્મહત્યા તે દિશામાં ફતેહગંજ પોલીસ તપાસ કરી રહી છે.

  • 16 Nov 2025 07:30 AM (IST)

    ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડી, 15 લોકો ફસાયા હોવાની આશંકા

    ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પથ્થરની ખાણ ધસી પડ્યા બાદ લગભગ 15 લોકો તેમા ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા હાથ ધરાયેલ બચાવ અને રાહત કામગીરીમાં અત્યાર સુધીમાં એક મૃતદેહ મળી આવ્યો છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે. NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી માટે પહોંચી ગઈ છે.

  • 16 Nov 2025 07:27 AM (IST)

    બિહારમાં કારમી હારનુ કારણ પુછતા તેજસ્વીએ બહેન રોહિણીને ઘરમાંથી હાંકી કાઢી

    બિહારમાં રાષ્ટ્રીય જનતા દળની કારમી હાર થવા બાદ, સૌ કોઈ હારના કારણો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણીએ પણ હાર અંગે સવાલ કરતા ભાઈ તેજસ્વી યાદવે તેને ચંપલથી માર મારવાની વાત કરીને ઘરમાંથી હાંકી કાઢી છે. પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા રોહિણીએ કહ્યું કે, મારે પરિવાર જેવુ નથી.  બિહારમાં આરજેડીની હાર અંગે સંજય યાદવ, રમીઝ અને તેજસ્વી યાદવને પુછો.

Published On - 7:15 am, Sun, 16 November 25