15 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની હવા બની ઝેરીલી, અનેક વિસ્તારોમાં AQI 300ને પાર, સૌથી વધુ ચાંદખેડામાં 324 AQI નોંધાયો

આજે 15 નવેમ્બર રનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

15 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદની હવા બની ઝેરીલી, અનેક વિસ્તારોમાં AQI 300ને પાર, સૌથી વધુ ચાંદખેડામાં 324 AQI નોંધાયો
| Updated on: Nov 15, 2026 | 11:28 AM

LIVE NEWS & UPDATES

  • 15 Nov 2026 11:28 AM (IST)

    અમદાવાદ: જુહાપુરામાં રહેણાક મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરીનો NCBએ પર્દાફાશ કર્યો છે. મોહમ્મદી પાર્ક વિસ્તારમાં આવેલા લબ્બૈક પાર્ક-2 સોસાયટીના એક ભાડાના મકાનમાં MD ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. NCBના નવા ઝોનલ ડાયરેક્ટર અને તેમની ટીમે દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું મટિરિયલ સહિતની વિવિધ વસ્તુઓ મળી આવી છે. મકાનની બહાર એમ.એમ. પઠાણ નામનું બોર્ડ પણ લગાવેલું હતું. આ કેસમાં મધ્યપ્રદેશના મંદસૌરનું નેટવર્ક સામે આવ્યું છે. હવે આરોપીની કોફી શોપ પર પણ સઘન તપાસ કરવામાં આવશે.

  • 15 Nov 2026 11:27 AM (IST)

    મહેસાણા: ST ડ્રાઈવરે નશાની હાલતમાં ચલાવી બસ

    મહેસાણામાં ST બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે. આદીવાડા ગામ નજીક નશાની હાલતમાં બસ ચલાવતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. ઘટના બાદ તપાસ કરતાં ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ST તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નશાની હાલતમાં બસ ચલાવનાર ડ્રાઈવર ભરતદાન ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ST બસના મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.


  • 15 Nov 2026 11:26 AM (IST)

    અરવલ્લી: જમીન વિવાદમાં ખેડૂત પર દાતરડાથી હુમલો

    અરવલ્લીના માલપુરના ગોવિંદપુર ગામે જમીન વિવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. ખેતર ખેડવાની ના પાડતા બે શખ્સોએ ખેડૂત પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો હતો અને દાતરડાથી હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતના ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, સમગ્ર મામલે પુત્રની ફરિયાદના આધારે એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોંધાયો છે. ખેતરમાં થયેલી મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે.

  • 15 Nov 2026 11:14 AM (IST)

    સુરેન્દ્રનગર: દ્વારકા દર્શને જઈ રહેલા પદયાત્રીઓના સંઘને નડ્યો અકસ્માત

    સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આણંદથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એક આઇસર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. 65થી વધુ પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર અને લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત સર્જીને ફરાર થયેલા આઇસર ચાલકને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજે 15 નવેમ્બર રનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 11:12 am, Sun, 15 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.