આજે 15 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
કચ્છના અંજાર તાલુકાના ભવાનીપુર નજીકના તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતા દુર્ઘટનાનો ભોગ બન્યા. બાળકો પાણીમાં ડૂબી જતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ચાર બાળકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક બાળક હજુ ગુમ છે અને તેની શોધખોળ ચાલુ છે.
ગુજરાતમાં સ્ટંટબાજો બેફામ છે જ. પરંતું ખાસ કરીને રાજકોટમાં તો હવે સ્ટંટબાજોએ ખરેખર હદ કરી નાખી છે. પોલીસને પણ પડકાર ફેંકે તેવા સ્ટંટના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર જોખમી સ્ટંટનો સામે આવ્યો..જેમાં જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા ઘોડે સવારો. જાણે આ ઘોડેસવારોને પોલીસનો બિલકુલ ખૌફ જ ના હોય તેમ તેઓ બિંદાસ્ત ધોડે સવારી કરી રહ્યા છે. વીડિયોમાં અંદાજે 6 જેટલા ઘોડાસવાર જોવા મળી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસે આ લોકો સામે કાર્યવાહી કરે છે કે નહીં.
અમદાવાદઃ વસ્ત્રાલમાં તોફાન મચાવનારા સામે એક્શન લેવામાં આવી રહ્યુ છે. આરોપીઓના ગેરકાયદેસર ઘરોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. ચોથા આરોપી રોહિત સોનવણેના ઘરે ડિમોલિશન હાથ ધરાયુ. પંજાબી તાળાની ચાલી ભાઈપુરામાં ડિમોલિશન હાથ ધરાયુ છે. અત્યાર સુધી ત્રણ આરોપીઓના ઘરે ડિમોલિશન થયું છે.
વડોદરા: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટનાના આરોપી રક્ષિતને છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લવાયો છે. તેને સર્જિકલ વોર્ડમાં તપાસ માટે લઈ જવાયો. આરોપી રક્ષિત હાલ એક દિવસના રિમાન્ડ પર છે. વધુ રિમાન્ડ માટે પોલીસ સાંજે કોર્ટમાં તેેને રજૂ કરશે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાશે. પોલીસે આરોપી વિરુદ્ધ સાપરાધ માનવ વધનો દાખલ ગુનો કર્યો છે.
સુરતઃ બાળકી પર ગેટ પડતા 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. કારે ગેટને ટક્કર મારતા ગેટ તુટી પડ્યો. નજીકમાં રમી રહેલી બાળકી પર ગેટ પડતા તેનું મોત થયુ. તુટેલા ગેટ પરથી જ કારચાલકે કાર ચલાવી. કાર ચાલકે બ્રેક ન મારતા બાળકી ગંભીર રીતે ચગદાઈ.
કારે મારી ગેટને ટક્કર, બાળકી પર ગેટ પડ્યા બાદ કાર ચઢાવી દેતા માસૂમનું મોત#Surat #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/9Fd6tTyk5p
— Tv9 Gujarati (@tv9gujarati) March 15, 2025
રાજકોટ: BRTS રૂટ પર સ્ટંટબાજો બન્યા બેફામ બન્યા છે. 150 ફૂટ રિંગરોડ પર જોખમી સ્ટંટ કરતા ઘોડે સવારોનો વીડિયો વાયરલ થયો છે. ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. 6થી 7 જેટલા ઘોડે સવારો સ્ટંટ કરતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવશે. આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન હાથ ધરાશે. બીજી તરફ આરોપીના પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હ. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ છે. મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સુરત: સચિન GIDCમાં રામેશ્વર કોલોનીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઇ છે. ચીંદીના ગોડાઉનમાં લાગેલી આગ પર 10 કલાક બાદ કાબૂ મેળવાયો. ભીષણ આગ લાગતા ગોડાઉનની આસપાસના ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગે વિકારળ રૂપ ધારણ કરતા ઝૂંપડા ખાલી કરાવ્યા હતા. ચીંદીનો અન્ય જથ્થો JCB મશીનથી ખસેડી લેવામાં આવ્યો. આગની ઘટનામાં ગોડાઉનના માલિકને લાખોના નુકસાનનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.
વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં કેનાલમાંથી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. યુવતી 11 તારીખે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યારથી ગુમ હતી. પરિવારજનોએ તેની હત્યાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. યુવતીનું એક્વિટા અને મોબાઈલ નજીકના ખેતરમાંથી મળ્યા, જ્યારે તેની કોલેજબેગ હજુ સુધી મળી નથી. પોલીસ ઘટનાની ગંભીરતા સમજી તપાસમાં લાગી છે અને યુવતીના મોત પાછળના કારણોની શોધખોળ કરી રહી છે.
ગાંધીનગરઃ અમદાવાદ રોડ પર અકસ્માત થયો છે. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં દંપતિનું મોત નીપજ્યું હતુ.ST બસને પણ અકસ્માત નડ્યો હતો. ST બસના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાર ચાલકે નબીરાએ નશાની હાલતમાં એટલી બેફામ ગાડી ચલાવી કે એક સાથે ત્રણ ગાડીઓને અડફેટે લીધી. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે પૂરઝડપે આવી કાર રોડની બીજી તરફ આવી ST બસ સાથે. ધડાકા ભેર અથડાય છે.
અમરેલીઃ ધુળેટીના તહેવારમાં રાજુલામાં પથ્થરમારાની ઘટના બની છે. વાવેરા રોડ ઉપર બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. એક જૂથનું બાઈક સળગાવી દેવાયું. ઘટનામાં 5 જેટલા લોકોને નાની મોટી ઈજા થઇ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો. બંને જૂથોની સામે પોલીસ ફરીયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
Published On - 7:13 am, Sat, 15 March 25