14 ઓક્ટોબરના મહત્વના સમાચાર : મગર ખેંચી ગયેલ મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી

|

Oct 14, 2024 | 12:48 PM

આજ 14 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

14 ઓક્ટોબરના મહત્વના સમાચાર : મગર ખેંચી ગયેલ મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી

Follow us on

LIVE NEWS & UPDATES

  • 14 Oct 2024 12:47 PM (IST)

    વડોદરામાં દારુ પિવા 20 રુપિયા ના આપતા પત્ની પર છરીથી હુમલો કરી ગળાફાંસો ખાઈ લીધો

    વડોદરામાં દારુ પિવાના પૈસા ના આપનાર પત્નીને પતિએ છરીના ઘા મારીને ગળાફાંસો ખાઈ લીધો છે. વડોદરાના વારસિયામાં રહેતા એક પરિવારમાં દારુ પિવાના રૂપિયા બાબતે માથાકુટ થઈ હતી. પત્નીએ દારૂ પીવાના 20 રૂપિયા ના આપતા, પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ પતિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વારસિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 14 Oct 2024 12:39 PM (IST)

    મગર ખેંચી ગયેલ મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી

    વડોદરા ફાયર વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી મહિલાની લાશ બહાર કાઢવામાં આવી છે. મહિલાને મગર ખેંચી ગયો હોવાની હાલ માહિતી સામે આવી છે. આજે વહેલી સવારે મગર પાસે મહિલાનો દેહ દેખાતા સ્થાનિકો લોકોએ ફાયર વિભાગને જાણ કરતા, સમગ્ર મામલો સામે આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા મહિલાનો મૃતદેહ  બહાર કાઢી પોલીસને સોંપી દીધો છે. પોલીસ આ મહિલાના મોત અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.


  • 14 Oct 2024 11:37 AM (IST)

    ડીસામાં આંગડિયા કર્મી લૂંટાયો, રિવોલ્વર બતાવી 80 લાખ લૂંટી લીધા

    બનાસકાંઠાના ડીસામાં આંગડિયા કર્મી સાથે અંદાજિત 80 લાખની લૂંટની ઘટના ઘટી છે. ડીસાના લાલચાલી ત્રણ રસ્તા પાસે આંગડીયા કર્મીને રિવોલ્વર બતાવી લૂંટ કરવામાં આવી છે. આંગડિયા કર્મચારી એકટીવા પર પૈસા લઈને જતો હતો તે સમયેબે શખ્સોએ તેને આંતરીને રિવોલ્વર બતાવી લૂંટી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાને લઇ ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસા ઉત્તર દક્ષિણ એલસીબી અને એસ.ઓ.જી.એ ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.

  • 14 Oct 2024 10:34 AM (IST)

    ગેરકાયદે દેહ વ્યાપારને લઈને સુરતમાં મોડી રાત્રે એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટના દરોડા 11 મહિલાઓને મુક્ત કરાવી

    સુરતમાં ગેરકાયદે દેહવ્યપાર ચાલતો હોવાની બાતમી બાદ, એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ દરોડા પાડીને 11 મહિલાઓને મુક્ત કરાવી છે. ગેરકાયદે દેહ વ્યાપાર ચલાવતા આરોપી અશરફ ઇકબાલ મલિકને પોલીસે ઝડપી પાડ્યો છે. અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ત્રણ ગ્રાહકોને પણ પોલીસે ઝડપી પડ્યા છે. આરોપી પાસેથી પોલીસે રોકડા, 5 મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા 80,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસે ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 14 Oct 2024 09:20 AM (IST)

    પાલનપુરમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ

    બનાસકાંઠાના પાલનપુરમાં ડેન્ગ્યુનો રોગચાળો બેકાબુ બન્યો હોય તેવુ સામે આવ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 28 દર્દી પોઝિટિવ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના 60 થી વધુ કેસ ખાનગી અને સરકારી દવાખાના આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ તેમા નિષ્ફળતા સાંપડી છે.
    સરકારી કરતા ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના અનેક કેસ છે. બે ઋતુની સિઝનમાં લોકોમાં બીમારીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો.


  • 14 Oct 2024 08:38 AM (IST)

    દિલ્હીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

    બોમ્બની ધમકી મળ્યા બાદ દિલ્હીમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.

  • 14 Oct 2024 08:25 AM (IST)

    વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મળ્યા અશ્લીલ વીડિયો

    વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના મોબાઈલમાંથી મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો મળી આવ્યા છે.
    કેટલોક ડેટા ડિલીટ કર્યાની આશંકા સાથે પોલીસે પાંચેયના મોબાઈલને વૈજ્ઞાનિક તપાસ માટે FSLમાં મોકલ્યા છે. સમગ્ર મામલે યુપી પોલીસને પણ જાણ કરાઇ છે. બે મુખ્ય આરોપીઓના DNA મેચ થયા હોવાનો પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે.  16મી ઓક્ટોબરના રોજ કોર્ટમાં ચાર્જશીટ મૂકવા જિલ્લા પોલીસે કવાયત હાથ ધરી છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આજે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે.

  • 14 Oct 2024 07:19 AM (IST)

    અંકલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં પોલીસે આવકાર ડ્રગ્સના 3 ડિરેક્ટરની કરી ધરપકડ

    ભરૂચના અંકલેશ્વરમાંથી રૂ.5 હજાર કરોડની કિંમતના ઝડપાયેલા ડ્રગ્સ મામલે, પોલીસે આવકાર ડ્રગ કંપનીના 3 ડિરેક્ટરોની ધરપકડ કરી છે. આવકાર ડ્રગ્સના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 518 કિલો કોકેઇન ઝડપ્યુ હતું.

  • 14 Oct 2024 06:34 AM (IST)

    અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વો બેફામ, ચાણક્યપુરીની જેમ તલવારો સાથે સોસાયટીમાં કરી તોડફોડ

    ગુજરાતમાં પોપાબાઈનુ રાજ ચાલતુ હોય તેમ અસામાજીક તત્વોને દાદાની સરકારનો કોઈ ડર લાગતો જ નથી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તારનો એક ભાગ ગણાતા ચાણક્યપુરીમાં કેટલાક દિવસો અગાઉ જે રીતે અસામાજીક તત્વોએ ખુલ્લેઆમ તલવારો સાથે ફ્લેટમાં તોડફોડ મચાવી હતી તેવી જ રીતે હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો છે. નિકોલ ઓઢવ રોડ ઉપર આવેલ હર હર ગંગે ફ્લેટમાં અસામાજિક તત્વોએ તલવાર અને લાકડી, દંડા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે ફ્લેટમાં ઘુસીને આતંક મચાવ્યો. અસામાજિક તત્વોએ સોસાયટીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. સ્થાનિકોએ નિકોલ પોલીસ નિષ્ક્રિય રહી હોવાનો અને ચાર કલાક પોલીસ સ્ટેશને બેઠા છતા ફરિયાદ ના લીધી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

  • 14 Oct 2024 06:24 AM (IST)

    હિઝબુલ્લાએ ઇઝરાયેલના આર્મી બેઝ પર કર્યો હુમલો, 4 સૈનિકના મોત

    ગઈ કાલે, હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા શરૂ કરાયેલ એક UAV એ આર્મી બેઝ પર હુમલો કર્યો, ઇઝરાયેલ સંરક્ષણ દળોએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે. આ ઘટનામાં આઈડીએફના ચાર જવાનો શહીદ થયા હતા. આઈડીએફ શોકગ્રસ્ત પરિવારોના દુઃખમાં સહભાગી છે અને તેમની સાથે રહેશે.

આજે 14 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

Published On - 6:22 am, Mon, 14 October 24