14 જૂનના મહત્વના સમાચાર : બિપરજોયની અસર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે વરસાદ પડવાની આગાહી

Biparjoy Cyclone Latest News: બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

14 જૂનના મહત્વના સમાચાર : બિપરજોયની અસર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે વરસાદ પડવાની આગાહી
cyclone biporjoy
| Edited By: | Updated on: Jun 15, 2023 | 5:53 AM

આજે 14 જુન બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો બિપોરજોય વાવાઝોડાના તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Jun 2023 11:59 PM (IST)

    Gujarat Cyclone Biporjoy News Live : બિપરજોયની અસર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે વરસાદ પડવાની આગાહી

     

    વાવાઝોડા બિપરજોયની અસર હેઠળ ગુજરાતના અનેક જિલ્લામાં રાત્રે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નાઉકાસ્ટ જાહેર કરીને હવામાન વિભાગે આગાહી કરી છે કે, 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 14 Jun 2023 10:25 PM (IST)

    Gujarat News Live : કોલકાતા એરપોર્ટ પર ભીષણ આગ

    કોલકાતા એરપોર્ટ પર ભીષણ આગ લાગી છે. ત્રણ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. આગના કારણે ત્યાં હાજર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ચેક-ઈન કાઉન્ટર પાસે લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી.


  • 14 Jun 2023 10:20 PM (IST)

    Gujarat Cyclone Biporjoy News Live : કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સહિત 8 જિલ્લાના 74345 નાગરિકોનું સલામત સ્થળે કરાયું સ્થળાંતર

    રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

  • 14 Jun 2023 10:17 PM (IST)

    Gujarat News Cyclone Biporjoy Live : CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકિનારાના 164 ગામના સરપંચ સાથે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી કરી વાતચીત કરી

    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0થી 5 તથા 5થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી.

  • 14 Jun 2023 07:56 PM (IST)

    Gujarat News Live : વાવાઝોડા બિપરજોયની સંભવિત અસર પામનાર ગામના સરપંચ સાથે CM ભૂપેન્દ્ર પટેલે કરી વાત

    ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે, બિપરજોય વાવાઝોડાથી સંભવિત નુકસાન પામનાર કચ્છ, દ્વારકા, જામનગર અને સોમનાથ જિલ્લાનાં 164 ગામના સરપંચો સાથે વાતચીત કરી છે. 164 ગામોનો સીએમ ડેશબોર્ડ થકી સંપર્ક કરાયો હતો. સંભવિત અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઈ રહે એ માટે કલેકટરોને સૂચના પણ અપાઈ છે.

  • 14 Jun 2023 07:48 PM (IST)

    Gujarat News Live : મોરબીના વાંકાનેર લુણસર રોડ પર આવેલ ફેકટરીના પતરા ઉડ્યા

    વાવાઝોડા બિપરજોયની અસર હેઠળ ફુંકાયેલા પવનને કારણે, મોરબીના વાંકાનેર લુણસર રોડ પર આવેલ ફેકટરીના પતરા ઉડ્યા. લુણસર રોડ પર આવેલ લીટો સિરામિક ફેકટરીના સિમેન્ટના પતરા ભારે પવનને કારણે તૂટી પડ્યા છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી.

  • 14 Jun 2023 07:22 PM (IST)

    Gujarat News Live : બિપરજોય વાવાઝોડાની અસર, ગાંધીનગરમાં પણ વરસ્યો વરસાદ

    દિવસ ભર ભારે ઉકળાટ રહ્યાં બાદ સાંજે ગાંધીનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા બિપરજોયની અસરને કારણે, ગાંધીનગરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

  • 14 Jun 2023 06:39 PM (IST)

    Gujarat News Live : વાવાઝોડાની અસર, અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસ્યો વરસાદ

    અમદાવાદમાં પણ વિનાશક વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી છે.  વાવાઝોડાને કારણે, આજે સાંજે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા, જોધપુર સહીતના વિસ્તારમાં અચાનક વરસાદ તુટી પડ્યો હતો.

  • 14 Jun 2023 06:25 PM (IST)

    Gujarat News Live : કચ્છનાં ભચાઉમાં આવ્યો 3.5 ની તીવ્રતાનો ભૂકંપ

    વાવાઝોડા બિપરજોયની આફતથી ઝઝૂમી રહેલા કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. આજે સાંજે કચ્છના ભચાઉમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું છે. જો કે, ભૂકંપને કારણે જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નથી. પરંતુ ભૂકંપના આંચકાને કારણે શ્રણિક ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.

  • 14 Jun 2023 04:49 PM (IST)

    વાવાઝોડાને લઈ દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ

    બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • 14 Jun 2023 03:19 PM (IST)

    Cyclone Biparjoy: ગાંધીનગરના તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા

    Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોની મદદ માટે તપોવન સંસ્કારપીઠે આરંભ્યો છે. ગાંધીનગર જિલ્લાના અમિયાપુર ગામ પાસે આવેલા ત્યાગ ટ્રસ્ટ અને તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરી રહેલા બાળકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે તે માટે તાડપત્રી અને ટોર્ચ જેવી રાહત સામગ્રીની કિટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

  • 14 Jun 2023 02:59 PM (IST)

    સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ, અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા

    Kutch : પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની ( Cyclone Biparjoy )આગેકૂચને લીધે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 5 દિવસ સુધી ભારે વરસાદ તથા પવનની આગાહી કરવામાં આવી છે. કુલ 8 જિલ્લાના 441 ગામે વાવાઝોડાનો સામનો કરવો પડશે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ સંભવિત જોખમ પણ વધી રહ્યુ છે.

    ત્યારે સંભવિત વાવાઝોડાના સંકટ સામે પહોંચી વળવા તંત્રની તૈયારીઓ તેજ બની છે. અસરગ્રસ્ત તમામ 6 જિલ્લામાં સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. વાવાઝોડા સમયે સંપર્ક યથાવત્ રાખવા સેટેલાઈટ ફોન એક્ટિવ કરાયા છે. ભૂજમાં (Bhuj) કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( સેટેલાઈટ ફોનનો ડેમો કર્યો છે.

  • 14 Jun 2023 02:41 PM (IST)

    Cyclone Biparjoy Effect: નવસારીમાં હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન, અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી

    Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના (Dwarka) ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારીના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ભારે મોજા ઉછળતા આસપાસ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે.

    આ પણ વાંચો- Cyclone Biparjoy Breaking : સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં પડશે અતિ ભારે વરસાદ

    હજીરાથી મુંબઈ જતી ONGCની લાઈનને ભારે નુકસાન થયુ છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ONGCની લાઇન બહાર નીકળી ગઇ છે. ONGCના અધિકારીઓએ સમારકામની કામગીરી હાથ ધરી છે. અગમચેતીના ભાગરૂપે બહાર નીકળેલી લાઈનને ઢાંકવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

  • 14 Jun 2023 02:36 PM (IST)

    વાવાઝોડાને લઈ સાચી સાબિત થઈ છે આ આગાહી! જાણો બાબા વેંગાની આ ભવિષ્યવાણી

    Baba Vanga Predictions: આખી દુનિયા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. ભવિષ્યવક્તા બાબા વેંગાનું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બલ્ગેરિયાની મહિલા ફકીર હતી. બાબા વેંગાનો જન્મ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની જતી રહી હતી. 11 ઓગસ્ટ 1996ના રોજ 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી.

  • 14 Jun 2023 01:45 PM (IST)

    Rajkot: બિપરજોય વાવાઝોડાના કારણે તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ પુરવઠા ઓફિસ 16 જૂન સુધી બંધ

    Rajkot: રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની (Biparjoy Cyclone) પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાવચેતીના ભાગરૂપે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા બિપરજોય ચક્રવાતમાં સર્જાનાર સંભવિત પરિસ્થિતિ સામે સાવચેતી અને સલામતીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો રાજકોટમાં બિપરજોય વાવાઝોડાના કારણે તમામ જનસેવા કેન્દ્રો તથા ઝોનલ પુરવઠા ઓફિસ 16 જૂન સુધી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 12:56 PM (IST)

    જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા

    Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

    અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

  • 14 Jun 2023 12:28 PM (IST)

    દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

    દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 11:58 AM (IST)

    વાવાઝોડાના પગલે કુલ 47,113 લોકોનું સ્થળાંતર કરાયું છે. જે પૈકી 369 સગર્ભા મહિલાઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

    1. જિલ્લા મુજબ સ્થળાંતર કરાયેલ લોકોની વિગત
    2. જૂનાગઢ – 4,462
    3. કચ્છ -17,739
    4. જામનગર -8,542
    5. પોરબંદર -3,469
    6. દ્વારકા -4,863
    7. મોરબી -1,936
    8. રાજકોટ -4,497

     

  • 14 Jun 2023 11:30 AM (IST)

    Cyclone Biparjoy: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં પડશે અતિ ભારે વરસાદ

    Cyclone Biparjoy  : હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 14 Jun 2023 09:46 AM (IST)

    Cyclone Biparjoy Update: પોરબંદર સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ, ભારે પવનને કારણે વિજપોલ અને વૃક્ષ ધરાશાયી

    પોરબંદર સિવિલ હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ છે. બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવનની લીધે બે વિજપોલ અને એક વૃક્ષ ધરાશાયી થયુ છે. ફાયરબ્રિગેડ અને PGVCLની ટીમ દ્વારા કાટમાળ દુર કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 09:31 AM (IST)

    CM ભુપેન્દ્ર પટેલ 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટર સાથે કરશે બેઠક

    CM ભુપેન્દ્ર પટેલ 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક કરશે. દરિયાકાંઠાના જિલ્લાઓ કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ તથા પાટણ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર જોડાશે. સાથે જ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાઓ અને રાજકોટ મહાનગર પાલિકા તેમજ જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર જોડાશે. તમામ જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તથા મ્યુનિ. કમિશનરને જોડાશે.

  • 14 Jun 2023 09:22 AM (IST)

    Cyclone Biparjoy : સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

    સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સવારથી જ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 08:54 AM (IST)

    બિપરજોય વાવાઝોડાના પગલે ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રીના હસ્તે ‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’ ખુલ્લો મૂકાયો

    Gandhinagar: રાજ્યમાં પ્રવર્તી રહેલી ‘બિપરજોય વાવાઝોડા’ની (Cyclone Biparjoy) સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને સહાયરૂપ થવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના (BalvantSingh Rajput) હસ્તે ‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’ કાર્યરત કરાયો છે. આ ઉપરાંત હેલ્પ લાઇન નંબર 079-232-58385 પણ જાહેર કરાયો હતો.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 08:01 AM (IST)

    Cyclone Biparjoy Update: બિપોરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ, એક દિવસમાં કુલ 87 તાલુકામાં પડ્યો વરસાદ

    1. સૌરાષ્ટ્ર અને કચ્છના તાલુકાઓમાં પડ્યો 4 ઈંચ સુધી વરસાદ
    2. દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ
    3. દ્વારકામાં સાડા 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ
    4. જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, જામજોધપુરમાં અઢી ઈંચ
    5. કલ્યાણપુરમાં અઢી ઈંચ, પોરબંદર અને જૂનાગઢમાં બે-બે ઈંચ
    6. માંડવી, ખાંભા, લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ
    7. વંથલી, સાવરકુંડલા, માળિયા હાટિનામાં દોઢ ઈંચ
    8. ભાણવડ, ધોરાજી, કેશોદમાં દોઢ ઈંચ વરસાદ

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 06:49 AM (IST)

    Cyclone Biparjoy Latest Updates: બિપરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય

    બિપરજોય વાવાઝોડાને લઈને અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પડાયો છે કે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે. અદાલતો ચાલુ કે બંધ રાખવા અંગેના નિર્ણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને અપાઈ છે. સ્થાનિક પ્રશાસન સાથેના સંકલન સહિતની સત્તા અને જવાબદારીઓ વાવાઝોડાના સમય પુરતી જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજને અપાઈ છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 06:22 AM (IST)

    Cyclone Biparjoy Update: વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ, તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ રહેવા સૂચના

    બિપરજોય વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે અને તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

  • 14 Jun 2023 06:19 AM (IST)

    Gujarat News Live Cyclone Biparjoy : દરિયામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું, દ્વારકાથી 300 કિમિ દૂર

    Cyclone Biparjoy Update: દરિયામાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, વાંચો લેટેસ્ટ અપડેટ

    1. વાવાઝોડું દ્વારકાથી 300 કિમિ દૂર
    2. વાવાઝોડું પોરબંદરથી 340 કિમિ દૂર
    3. વાવાઝોડું જખૌથી 310 કિમી દૂર
    4. વાવાઝોડું નલિયાથી 330 કિમિ દૂર
    5. કરાંચીથી 400 કિમિ છે દૂર વાવાઝોડુ

    બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:15 am, Wed, 14 June 23