12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતના ગોપીપુરામાં માલિકના ઘરેથી કારીગરે 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી, આરોપી ઈન્દોરથી ઝડપાયો

|

Oct 12, 2024 | 7:36 AM

આજે 12 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 ઓક્ટોબરના મહત્વના સમાચાર : સુરતના ગોપીપુરામાં માલિકના ઘરેથી કારીગરે 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી, આરોપી ઈન્દોરથી ઝડપાયો

Follow us on

LIVE NEWS & UPDATES

  • 12 Oct 2024 12:33 PM (IST)

    સુરત: ગોપીપુરા 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો

    સુરત: ગોપીપુરા 45.86 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી  કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ચોરીને અંજામ આપનાર કારીગર ઝડપાયો છે. માલિકના ઘરેથી કારીગરે ચોરી કરી હતી.
    ચોરીને અંજામ આપી આરોપી દેબુ મુખર્જી ફરાર થઇ ગયો હતો. પોલીસે ઇન્દોરથી આરોપીને  દાગીના ઝડપથી કબજે કર્યા.

  • 12 Oct 2024 12:30 PM (IST)

    વડોદરા: વાઘોડિયાના સાગાડોલ ગામે અકસ્માત

    વડોદરા: વાઘોડિયાના સાગાડોલ ગામે અકસ્માત થયો છે. બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. રાત્રી દરમિયાન બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. બે બાઇક ચાલકો સામ સામે અથડાતા અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


  • 12 Oct 2024 12:28 PM (IST)

    રાજકોટના જામકંડોરણાનો યુવક અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન થયો શહીદ

    રાજકોટના જામકંડોરણાનો યુવક અગ્નિવીરની ટ્રેનિંગ દરમિયાન શહીદ થયો છે. હૈદરાબાદમાં કેમ્પ દરમિયાન યુવકનું મોત થયુ છે. વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલના પાર્થિવ દેહને વતન લવાયો છે.  મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને યુવકને શ્રદ્ધાંજલિ આપી છે.

  • 12 Oct 2024 11:36 AM (IST)

    વડોદરા : પોલી મેદાન ખાતે રામલીલા યોજીને કરાશે રાવણદહન

    વડોદરાના પોલી મેદાન ખાતે રાવણદહનની ધામધૂમથી તૈયારી કરી દેવાઇ છે. ખાસ, આગ્રાથી આવેલા કારીગરોએ રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના…. 50 ફૂટ ઉંચા પૂતળા તૈયાર કર્યા છે… જેનું, રામલીલા કાર્યક્રમના સમાપન બાદ દહન કરાશે.

  • 12 Oct 2024 11:35 AM (IST)

    દશેરાના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-પૂજન

    વિજયાદશમીના ઉત્સવની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદમાં ગોતા રાજપુત સમાજ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું.


  • 12 Oct 2024 10:14 AM (IST)

    સંઘ પ્રમુખ મોહન ભાગવતે દશેરા રેલીમાં કર્યુ સંબોધન

    સંઘની દશેરા રેલીમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુઓ વિશે મોટી વાત કહી. તેમણે કહ્યું કે હિંદુઓએ સંગઠિત અને મજબૂત રહેવું જોઈએ. નબળા હોવું એ ગુનો છે. અવ્યવસ્થિત અને નિર્બળ રહેવું એ દુષ્ટોના અત્યાચારોને આમંત્રણ આપવાનું છે. હિન્દુઓએ આ વાત સમજવી જોઈએ.

  • 12 Oct 2024 09:34 AM (IST)

    અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી

    અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી થઇ. શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીનું વેચાણ થઇ રહ્યુ છે.ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. આજના દિવસે કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે. ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ છે. આ વર્ષે ગાઠિયા જલેબીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. ફાફડા 740, જલેબી 840 રૂપિયા ભાવ છે.

  • 12 Oct 2024 08:06 AM (IST)

    RSSના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી પર શસ્ત્ર પૂજા કરી હતી

    આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજા કરી હતી. પદ્મ ભૂષણ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. રાધાકૃષ્ણન પણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

  • 12 Oct 2024 08:02 AM (IST)

    ભરૂચ: વરસાદના કારણે 9મું નોરતુ બગડ્યું

    ભરૂચ: વરસાદના કારણે 9મું નોરતુ બગડ્યું હતુ. ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં કિચડ થયો હતો. ગરબા આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવી. નવમાં નોરતે વરસાદે ખેલૈયાઓના જુસ્સા પર પાણી ફેરવ્યું.

  • 12 Oct 2024 07:38 AM (IST)

    રુપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી

    ગાંધીનગરના રૂપાલમાં નોમની રાત્રે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. પલ્લીયાત્રામાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંપરા મુજબ મધરાતે રૂપાલ ગામના મધ્ય વિસ્તારમાંથી પલ્લી યાત્રાની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પલ્લીયાત્રા બાદ વરદાયિની માતાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. પલ્લીયાત્રા દરમિયાન ભક્તો દ્વારા શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રૂપાલમાં ઘી ચઢાવવાની વર્ષોથી ચાલતી પરંપરા છે. ઘી ચઢાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે.

  • 12 Oct 2024 07:37 AM (IST)

    પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામ સાહેબના વારસદાર બનશે

    જામનગરઃ જામ સાહેબના વારસદાર મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું વારસદાર તરીકે નામ જાહેર થયુ છે. રાજવી પરિવારે ઐતિહાસિક નિર્ણય લીધો. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે મોટો નિર્ણય કર્યો છે.

ચેન્નઈ પાસે ટ્રેન દુર્ઘટના બની છે. મૈસુર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર થઇ છે. કોચમાં આગ લાગી અને 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. અમદાવાદના જીવરાજ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થયુ. પોલીસે તપાસ શરૂ કરી છે. હર્ષોલ્લાસ સાથે દેશભરમાં વિજયા દશમીનું પર્વ ઉજવાશે. ક્ષત્રિયો શસ્ત્ર પૂજા કરશે. વાહનો ખરીદાશે, ફાફડા-જલેબીની જયાફત ઉડશે. ગાંધીનગરના રૂપાલમાં વરદાયીની માતાની પલ્લી નીકળી. રૂપાલમાં ઘીની નદીઓ વહી. માઇ ભક્તો ભક્તિમાં લીન થયા. જામનગરના જામ સાહેબના વારસદાર મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું વારસદાર તરીકે નામ જાહેર કરાયુ છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે મોટો નિર્ણય કર્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વેલમાર્ક લૉ પ્રેસર બનતા, આજે ભારે વરસાદ પડી શકે છે.