આજે 12 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
છોટાઉદેપુરમાં વન વિભાગે દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કર્યું. ડુંગરભીંત ગામે વન વિભાગની ટીમે કુવામાં ખાબકેલ દીપડીનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. શિકારની શોધમાં દીપડી કૂવામાં પડી જતાં ગ્રામજનોએ વન વિભાગ ટીમને જાણ કરતા વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ દીપડીનું રેસ્ક્યૂ કરી બચાવી લીધી હતી.
સાબરકાંઠામાં જીવદયા પ્રેમી ટીમ અને ફાયર વિભાગની ટીમે બિલાડીના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું. હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશન સામેના કોમ્પ્લેક્ષમાં 20 ફૂટ પાઈપમાં વચ્ચો વચ્ચ.. ફસાયેલ બિલાડીના બચ્ચાને દોઢ કલાકની ભારે જહેમત બાદ દીલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કોમ્પ્લેક્ષમાં પાણીના નિકાલ માટે લગાવેલ પાણીની પાઈપ લાઈનમાં બિલાડીનું બચ્ચું ફસાઈ ગયું હતું. બિલાડીનું બચ્ચું ફસાઈ જતાં જીવદયા પ્રેમી ટીમ અને ફાયર વિભાગે કેમેરા વડે તપાસ કરી 6 કલાકથી ફસાયેલ બચ્ચાને પાઈપ કાપી બહાર કાઢવામાં આવ્યું.
સિક્કિમના ગંગટોકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ભૂકંપ બપોરે 2 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.
બાલાશિનોર રહેતા યુવકના પિતા સાથે ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારને જાણ કર્યા વગર જ દાખલ દર્દીનુ મા અમૃતમ કાર્ડ કાઢી દેવામાં આવ્યું હતું. પરિવારને જાણ કર્યા વગર જ એન્જીયોગ્રાફી પણ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યું હતું. 16 જૂનના રોજ નરશીભાઇ પટેલ નામના દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. 17 જૂને તારીખે એન્જીયોગ્રાફી કરી હોવાનું કહીને રજા અપી દેવાઈ હતી. 18 જૂને યુવાનની ફરી તબિયત લથડતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. રાત્રીના સમયે નરશીભાઇ પટેલ નામના દર્દીનું મોત થયું હતું. કાર્ડ દ્રારા સારવાર ચાલતી હોવા છતા પ્રોસેસના નામે 12000 અને ઇમરજન્સી સારવારના નામે 25000 રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક યુવતી પર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવવાના કેસમાં ઉમરેઠ પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન લીધા બાદ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાંતિ વાઘેલાની ઉમરેઠ પોલીસે ધરપકડ કરી છે. ઉમરેઠ પોલીસ દ્વારા આરોપીના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. પીડિતા પર બળાત્કાર ગુજારવાને કારણે પીડિતા સગર્ભા થઇ હતી. બે દિવસ પહેલા જ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકના DNA સાથે આરોપીના DNA મેચ કરવામાં આવશે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આજે મહારાષ્ટ્ર પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
नेता विपक्ष श्री @RahulGandhi का महाराष्ट्र की जनता के लिए संदेश:
मैं आप सभी से माफी चाहता हूं। मुझे आज चिखली आना था। वहां मुझे सोयाबीन के किसानों से मिलना था और एक जनसभा को संबोधित करना था, लेकिन हवाई जहाज में तकनीकी खराबी के कारण नहीं आ पाया।
मैं जानता हूं कि महाराष्ट्र में… pic.twitter.com/6nylQ8MZR2
— Congress (@INCIndia) November 12, 2024
પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનન, ભારતીબેન પટેલને ગામના જ કિરણસિંહ પટેલે ધમકી આપી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે છે. તું મોટી ચેરમેન થઈ ગઈ છે અને તે તારા ઘરની આજુબાજુમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે તો શું કરી લઈશ તેમ જણાવી ધમકી આપી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. આમ છતાં મોરબીમાં કેટલીક સ્કૂલો ચાલુ કરી દેવાઇ હોવાનું સામે આવ્યું છે. દિવાળી વેકેશન અંગેના સરકારી પરિપત્રની પરવા કર્યા વગર અમુક શાળાઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. 17 નવેમ્બર સુધી વેકેશન હોવા છતાં મોરબીની સ્કૂલોએ સરકારી પરિપત્રની પરવા કર્યા વગર સ્કૂલો ચાલુ કરી દીધી છે. મોરબીની નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. વેકેશન પૂર્ણ થયા પહેલા જ સ્કૂલ ચાલુ કરી દેવાનો વીડિયો જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવતા આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સટવાન, જૂના ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વહેલી સવારે 6 વાગ્યે ધરતી કંપના હળવા આંચકા આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘરના વાસણો ખખડતા ધરતીકંપ આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. લોકોએ તંત્રને ભૂકંપ અંગેની જાણ કરી હતી. જાનમાલને કોઈ નુકસાન નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો છે.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ઈનોવા કાર કન્ટેનર સાથે ટકરાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 7 લોકોમાંથી 6ના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરાયેલ છે, જેની હાલત નાજુક હોવાનું તબીબોનું કહેવું છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે બુધવારે મતદાન હાથ ધરાશે. જેની મતગણતરી આગામી 23 નવેમ્બરે મત કરવામાં આવશે. તંત્રએ પેટા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વાવ વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 3,10,681 મતદારો નોંધાયેલા છે. મતદાન માટે કુલ 321 મતદાન મથક બનાવાયા છે. મહિલા ચૂંટણી અધિકારી સહિત 2000 જેટલો સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. 275 સ્પેશ્યલ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે.
જૂનાગઢના ગિરનાર લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થાય તે પહેલા જ બે લાખથી વધુ ભાવિક ભક્તો પરિક્રમાના માર્ગે ચાલવા લાગ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે કારતક અગિયારશની મધ્યરાત્રીએ લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. એ મુજબ આજે મંગળવારે મધ્યરાત્રીએ લીલી પરિક્રમાનો પ્રારંભ થાય. પરંતુ ભાવિક ભક્તો અને યાત્રાળુઓની વિશાળ સંખ્યાને જોતા, સત્તાવાળાઓએ લીલી પરિક્રમા તેના નિર્ધારિત સમયપત્રક પૂર્વે જ શરૂ કરી દીધી છે.
અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલે, કડી પાસેના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જેના આધારે કેટલાક લોકોને વિનામૂલ્યે સઘન સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બોરીસણા ગામના કેટલાક દર્દીઓને એન્જીયોગ્રાફી કરાઈ હતી તો કેટલાકને સ્ટેન્ટ મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન બે દર્દીઓના હોસ્પિટલની બેદકરારીને કારણે મોત થયા હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે.
ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે. પરશોતમભાઈ જગદીશભાઈનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ હ્રદયરોગના હુમલાથી મોત થયું છે. ગિરનાર પરિક્રમાના પહેલા દિવસે બે યાત્રાળુના હાર્ટ એટેકથી મોત થયા છે.
વડોદરા IOCL કંપનીમાં લાગેલી આગ મધ્યરાત્રી બાદ કાબુમાં આવી હતી. રાત્રે અઢી વાગે આગને કાબૂમાં લેવા માટેનું ઓપરેશન પૂર્ણ જાહેર કરાયુ હતું. ભીષણ આગમાં બે કામદારોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. ધિમંત મકવાણા અને શૈલેષ ઝાલા નામના બે કામદારોના આગને કારણે મોત થયા છે.
IOCLના ફાયર ફાયટર ઉપરાંત, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર બ્રિગેડ, અન્ય વિવિધ કંપનીઓના ફાયર સ્ટાફ, વડોદરા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના ફાયર સ્ટાફ, અને મધ્ય ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ફાયર સ્ટાફની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ ચિમુર અને સોલાપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધશે. આ સિવાય અમિત શાહ મુંબઈના ઘાટકોપરમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે પણ આજે મહારાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ કરશે.
Published On - 7:24 am, Tue, 12 November 24