08 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદથી અયોધ્યા જતી બસને નડ્યો અકસ્માત,46 મુસાફરો ઘાયલ

|

Nov 24, 2024 | 2:51 PM

આજે 08 નવેમ્બરના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

08 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદથી અયોધ્યા જતી બસને નડ્યો અકસ્માત,46 મુસાફરો ઘાયલ

Follow us on

ક્યૂબામાંરાફેલ વાવાઝોડાએ તબાહી મચાવી છે. 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા.  ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઇ હતી. ટ્રુડો સરકારનું વધુ એક ભારત વિરોધી પગલું. ઓસ્ટ્રેલિયાની ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો. MEA કડક શબ્દોમાં ઝાટકણી કાઢી. ઓસ્ટ્રેલિયાઇ ચેનલે જયશંકરનું ઇન્ટરવ્યું દર્શાવ્યું હતું. ટ્રમ્પ સરકારમાં પટેલની એન્ટ્રી થઇ.  ગુજરાતી પરિવારમાં જન્મેલા કાશ પટેલ CIA ચીફ બની શકે છે. ટ્રમ્પના વફાદારોમાં ગણતરી થાય છે.  ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદે ગણાશે. સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો.  આતંક વિરૂદ્ધ હવે આરપારની લડાઇ. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, આતંકવાદને જડમૂળથી ઉખાડવા પ્રતિબદ્ધ છીએ.  પ્રદુષણ મુદ્દે સુપ્રીમની ફટકાર બાદ કેન્દ્રનો મોટો નિર્ણય. પરાળ બાળતાં ખેડૂતોને 30 હજારનો દંડ થશે. દંડની રકમમાં બમણો વધારો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Nov 2024 06:59 PM (IST)

    ખંભાતમાં 10 દિવસથી ધમધમતો,મંજૂરી વગર ચાલતો મેળો બંધ કરાવાયો

    આણંદ જિલ્લાના ખંભાતમાં મોટી બેદરકારી સામે આવી છે.ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મંજૂરી વગર મેળાનું આયોજન કરાયું છે અને એ પણ છેલ્લા 10 દિવસથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર મેળો ધમધમી રહ્યો છે.રાજ્ય સરકારની SOP મુજબ મેળા માટે ત્રણ પ્રકારની મંજૂરી ખૂબ જરૂરી છે.જેમાં માર્ગ અને મકાન વિભાગની મંજૂરી, ફાયર NOC અને પોલીસની મંજૂરી.આ ત્રણ પૈકી એક પણ મંજૂરી વગર ખંભાતમાં મેળાનું આયોજન કરાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે..મેળાના આયોજકો રાજ્ય સરકારની SOP અને નિયમોને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.ખંભાત નગરપાલિકાના વિપક્ષ કાઉન્સિલરે.નગરપાલિકા પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવા માગણી કરી છે..

  • 08 Nov 2024 06:57 PM (IST)

    સરકારી કર્મચારીઓ માટે GOOD NEWS

    ગુજરાત સરકારના કર્મચારીઓને લાભ, 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક થયેલા કર્મચારીને લાભ, વહીવટી કે કોર્ટ કેસના કિસ્સામાં 1 એપ્રિલ 2005 બાદની નિમણૂક માન્ય, ફિક્સ પગારમાં 1 એપ્રિલ 2005 બાદ વહિવટી કારણોસર નિમણૂક
    જૂની પેન્શન યોજના લાગુ પડતી હોય તે કચેરીના કર્મચારી


  • 08 Nov 2024 05:04 PM (IST)

    અમદાવાદથી અયોધ્યા જતી બસને નડ્યો અકસ્માત,46 મુસાફરો ઘાયલ

    ઉત્તરપ્રદેશઃ અયોધ્યા જતી ગુજરાતીઓને બસનો અકસ્માત, અકસ્માતમાં 46 મુસાફરો ઘવાયાં, પાંચની હાલત ગંભીર
    તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં, અમદાવાદથી ઉપડેલી બસને શાહજહાંપુરમાં નડ્યો અકસ્માત
    રસ્તા પર ઊભેલી રોડવેઝની બસને બચાવવા જતા થયો અકસ્માત, રસ્તાની બાજુમાં આવેલી ઝાડીમાં બસ ઘુસી જતા મુસાફરો ઘવાયાં

  • 08 Nov 2024 04:59 PM (IST)

    દંતાલીમાં મિલકત બાબતે બબાલ થયું પિતા-પુત્ર પર ફાયરિંગ, પુત્રનું ઘટના સ્થળે જ મોત

    ગાંધીનગર: દંતાલીમાં મિલકત બાબતે બબાલ થતા ફાયરિંગ થયું હતું, પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કરતા, પુત્રનું સ્થળે જ મોત, ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ ઈજાગ્રસ્તમાંથી એકની હાલત ગંભીર
    ફાયરિંગ કરી પૂર્વ આર્મીમેન થયો ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસના કાફલાએ સ્થળે પહોંચી શરૂ કરી તપાસ
    સ્થળ પરથી ફૂટેલી કારતૂસ કરાઈ જપ્ત, પોલીસે આરોપીને પકડવા શરૂ કરી તપાસ

  • 08 Nov 2024 04:58 PM (IST)

    મહંત મહેશગીરી બાપુએ લીલી પરિક્રમા દરમિયાન ભક્તોને ભગવી ધજા લઈને આપવવાની અપીલ કરી

    જૂનાગઢ: લીલી પરિક્રમા પહેલાં દત્તાત્રેય શિખરના મહંતનું આહ્વાન, લીલી પરિક્રમામાં વિધર્મી મળે તો ‘પ્રસાદી’ ચખાડવાનું મહંતનું નિવેદન, “પ્રસાદી આપ્યા બાદ પોલીસને જાણ કરવી એ આપણાં સૌની જવાબદારી”. “સનાતનની સાથે કોઈપણ ચાળા ન કરવું જોઈએ”, “પરિક્રમા કરી ધર્મનું ભાથું બાંધો સાથે ધર્મની રક્ષા પણ કરો”

  • 08 Nov 2024 04:20 PM (IST)

    નિવૃત બેંક મેનેજર બન્યા ડિજિટલ અરેસ્ટના શિકાર

    નિવૃત બેંક મેનેજર બન્યા ડિજિટલ અરેસ્ટના શિકાર, ગઠીયાએ નિવૃત બેંક મેનેજર પાસેથી 56 લાખ રૂપિયા પડાવ્યા
    મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુના નોંધાયાનો દાવો કરી છેતરપિંડી, ખાતામાં 2.5 કરોડ રૂપિયા મની લોન્ડરિંગ ઉપયોગ થયાનું કહી ધમકાવ્યા, મુંબઇ પોલીસના નામે ફોન કરી વોટ્સઅપ પર ડિજિટલ અરેસ્ટ કર્યા હતા, દર બે કલાકે ફોટો અપલોડ કરાવાનું કહી આપ્યો માનસિક ત્રાસ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

  • 08 Nov 2024 04:19 PM (IST)

    અમદાવાદના યુવાન સાથે કરોડોની છેતરપિંડી

    શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન !, ડગલે-ડગલે ભેજાબાજોએ બિછાવી છે જાળ !, અમદાવાદના યુવાન સાથે કરોડોની છેતરપિંડી
    ટીપની લાલચ આપી નાણાં ખંખેર્યા, ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફસાવ્યા, રોકાણ માટેની એપ જ નકલી નીકળી, બોપલ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી.

  • 08 Nov 2024 04:18 PM (IST)

    ચોથા નાણા પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે ચાર્જ સંભાળ્યો

    ગાંધીનગર: ચોથા નાણા પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસે ચાર્જ સંભાળ્યો, ભાજપ આગેવાનો સહિત કાર્યકર્તાઓ રહ્યા હાજર, ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું કે મહત્તમ વિકાસ માટે પગલાં લેવાશે, આવક અને ખર્ચનું એનાલિસિસ કરવામાં આવશે, રિવર્સ અર્બનાઈઝેશન કરવાનો પ્રયાસ રહેશે
    ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થાય તેવા પ્રયાસ કરીશું

  • 08 Nov 2024 03:23 PM (IST)

    તહેવારો સમયે એરપોર્ટ ઉપર મુસાફરોનો ભારે ધસારો

    અમદાવાદ એરપોર્ટથી ઉપર 3.6 લાખથી વધુ મુસાફરોએ કરી મુસાફરી, 7 નવેમ્બર સર્વાધિક 41,700 થી વધુ મુસાફરોએ કરી મુસાફરી અને 313 ફ્લાઈટની મુવમેન્ટ નોંધાઈ, દસ દિવસમાં 3.6 લાખથી વધુ મુસાફરો અને 2900 થી વધુ ફ્લાઈટનું સંચાલન થયું, 29 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એરપોર્ટ પર મુસાફરોનો ભારે ઘસારો

  • 08 Nov 2024 03:17 PM (IST)

    ઈતિહાસમાં પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા,રણમાં થઇ હિમવર્ષા,જુઓ તસવીરો

    સાઉદી અરેબિયાના રણમાં પ્રથમ વખત હિમવર્ષા થઈ છે. સામાન્ય રીતે તેલના ભંડાર અને રણ માટે પ્રખ્યાત સાઉદી અરેબિયામાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે આખું રણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે.

  • 08 Nov 2024 02:15 PM (IST)

    રાજકોટ: નિવૃત બેંક મેનેજર બન્યા ડિજિટલ અરેસ્ટના શિકાર

    આજકાલ ભેજાબાજો ડિજિટલ અરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જેનો ભોળી જનતા ભોગ બની રહી છે.  ત્યારે રાજકોટમાં વધુ એક નાગરિક ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા. નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતાને સાયબર ઠગ ટોળકીએ 15 દિવસ માટે ડિજિટલ અરેસ્ટ કર્યા. ખાતામાં 2.5 કરોડ છે અને મની લોન્ડરિંગ માટે ઉપયોગ થયો છે તેમ કહીને ધમકાવ્યા હતા. અરેસ્ટ વોરંટ કાઢ્યું છે એવી ધમકી આપીને 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા.

  • 08 Nov 2024 12:36 PM (IST)

    રાજ્યભરમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે

    રાજ્યભરમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવશે. 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી. ઓનલાઇન નોંધણી માટે 10 નવેમ્બર છેલ્લો દિવસ છે.

  • 08 Nov 2024 12:20 PM (IST)

    અમદાવાદ: CID ક્રાઈમના રિલીફ રોડ પર દરોડા

    અમદાવાદ:  રિલીફ રોડના રિલીફ આર્કેડમાં ત્રણ દુકાનોમાં CID ક્રાઈમે દરોડા પાડ્યા છે.  મોટાપાયે ગેરકાયદે આર્થિક લેવડ-દેવડ થતી હોવાની માહિતી મળી હતી. દરોડા દરમ્યાન CID ક્રાઈમને  236 ક્રેડિટ કાર્ડ મળ્યા. 10 PoS મશીન, 2 QR કોડ, 2 સ્વાઈપ મશીન, કબજે કર્યા છે. 47 મોબાઈપલ પણ CID ક્રાઈમે કબજે કરાયા છે. તમામ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એકાઉન્ટની લેવડ-દેવડની વિગતો મગાવાઈ છે. આર્થિક વ્યવહારો અંગેની વિગતો બેંકો પાસેથી મંગાવવામાં આવી છે.

  • 08 Nov 2024 12:17 PM (IST)

    આણંદ: સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ સામે તંત્રની લાલઆંખ

    આણંદ: સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ લાલઆંખ કરી છે. 20 વર્ષમાં 350થી વધુ કાચા-પાકા દબાણો કરનારાઓને નોટિસ અપાઈ. બોરસદ ચોકડી બ્રિજ પાસે સરકારી જમીન પર કરેલા દબાણો અંગે નોટિસ આપવામાં આવી. 18 નવેમ્બર સુધી દબાણો હટાવી દેવાની સૂચના આપવામાં આવી. જો દબાણ નહીં હટાવાય તો 18 નવેમ્બર બાદ દાદાનું બુલડોઝર ચાલશે.

  • 08 Nov 2024 09:50 AM (IST)

    સલમાન ખાનને ફરી મળી ધમકી, કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો

    બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર લોરેન્સ વિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં આ સમૃદ્ધ સંદેશ આવ્યો છે. શાહરૂખ ખાનને ગઈ કાલે ધમકી મળી હતી. ફૈઝાન નામના વ્યક્તિએ તેને આ ધમકી આપી હતી. જોકે, મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.

  • 08 Nov 2024 09:49 AM (IST)

    J-K ના સોપોરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો

    જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઓપરેશન ચાલુ છે.

  • 08 Nov 2024 07:48 AM (IST)

    ગોધરા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં લાલિયાવાડી

    પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી છે. શિવમ ઓર્થોપેડિક ખાનગી હોસ્પિલમાં નગરપાલિકાની ટીમે તપાસ કરી હતી. હોસ્પિટલના પાર્કિગમાં વોર્ડ ઊભા કરીને દર્દીઓને સારવાર અપાતી હતી. નગરપાલિકા પ્રમુખનો આરોપ છે કે હોસ્પિટલમાં નિયમ મુજબ વ્યવસ્થા નથી. નગરપાલિકાએ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. નગરપાલિકા પ્રમુખનો દાવો છે કે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને માટે બેઝમેન્ટમાં વોર્ડ ઊભો કરીને સારવાર આપવામાં આવે છે.

  • 08 Nov 2024 07:46 AM (IST)

    સુરત : કાર ચાલકે 2 વર્ષના માસૂમને કચડ્યો

    સુરતના અલથાણ વિસ્તારમાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો. સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને અડફેટે લીધો. અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલ પોલીસને હાજર મહિલાઓએ ઘેરી લીધી હતી. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

Published On - 7:46 am, Fri, 8 November 24