The liveblog has ended.
-
08 Dec 2025 09:44 PM (IST)
ઝુકેગા નહીં સાલા કહીને રિક્ષાના હુડ પર ઊભા રહીને રિલ્સ બનાવનારને પોલીસે ઝુકાવ્યો
વડોદરામાં, પુષ્પા ઝુકેગા નહી સાલા કહીને રિક્ષાના હુડ પર ઊભા રહીને રિલ્સ બનાવનારને પોલીસે ઝુકાવ્યો. રિક્ષાના હૂડ પર ઊભા રહીને બનાવ્યો હતો વીડિયો. ખુલ્લા હથિયાર સાથે લોકપ્રિય થવાં માટે બનાવ્યો હતો વીડિયો. કાયદો હાથમાં લેનાર ઇસમને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. પોલીસે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર ઇસમની ધરપકડ કરી કાયદેસરની કરી કાર્યવાહી. ઈસમે જાહેરમાં માફી માંગી અન્ય કોઈને આ પ્રકારના વીડિયો નહી બનાવવા અપીલ કરી હતી. સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં વીડિયો બનાવનારની કરી હતી ધરપકડ.
-
08 Dec 2025 09:09 PM (IST)
અમદાવાદ એરપોર્ટ પરથી આજે ઈન્ડિગોની આવતી-જતી કુલ 32 ફ્લાઈટ કેન્સલ થઈ
અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં આવતી અને જતી ઈન્ડિગોની કુલ 32 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં, 16 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 16 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર જતી હોય તેવી રદ થઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 99 ફ્લાઈટનું સંચાલન થયું હતું. જેમાં 49 ફ્લાઈટ અમદાવાદ આવી હતી, જ્યારે 50 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જવા માટે ઉપડી હતી.
-
-
08 Dec 2025 08:18 PM (IST)
સુરતમાં 12.68 લાખ મતદારોએ SIR ના ફોર્મ BLO ને પાછા જમા નથી કરાવ્યા, 11 ડિસેમ્બર સુધીમાં જમા ના કરાવનારના ફોર્મ રદ કરાશે
સુરતના જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ SIR અંતર્ગત મતદારોને આપેલા ફોર્મ જો 11 ડિસેમ્બર સુધીમાં BLO ને પાછા નહીં આપે તેમના ફોર્મ રદ કરવામાં આવશે. સુરતમાં અત્યાર સુધીમાં માત્ર 73 ટકા લોકોએ જ મતદાર ફોર્મ પરત કર્યા છે. મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ SIR ની કામગીરીમાં તાત્કાલિક ફો્મ ભરી પરત કરવા લોકોને અપીલ કરી છે. 27 ટકા લોકોના ફોર્મ પરત આવવાના હજુ બાકી છે. છેલ્લા 3 દિવસમાં ફોર્મ પરત કરવા. 16 તારીખ બાદ મતદાતા પોતાના તમામ ડિક્યુમેન્ટ સાથે મતદાતા તરીકેનો દાવો કરી શકે છે. 12 લાખ 68 હજાર 986 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા નથી. જ્યારે 35 લાખ 90 હજાર 896 મતદાતાઓને પોતાના ફોર્મ પરત કર્યા છે.
-
08 Dec 2025 07:02 PM (IST)
અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા રાજકોટ જેલ સત્તાવાળા સમક્ષ માંગી મંજૂરી
અરવિંદ કેજરીવાલે રાજકોટ જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા માટેની જેલ સત્તાવાળાઓ સમક્ષ મંજૂરી માંગી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા માટે માંગી મંજૂરી છે. આપના નેતા રાજુ કરપડા સહિત 37 ખેડૂત રાજકોટ જેલમાં છે બંધ. આમ આદમી પાર્ટીના નેતાઓએ જેલ તંત્ર પાસે મંજૂરી માંગી છે.
-
08 Dec 2025 06:30 PM (IST)
કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કરતો શખ્સ ઝડપાયો
કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કરતો શખ્સ ઝડપાયો છે. ભુજ તાલુકાના માધાપર ગામે સામે આવી ચોંકાવનારી ઘટના. પોતે તાંત્રિક હોવાનું કહી નડતર દૂર કરવાના નામે આરોપીએ મહીલાને ઘરે બોલાવી હતી. યુવતીને અર્ધબેભાન કરી સંમોહિત કરી શારીરિક છેડછાડનો પ્રયાસ કરાયો હતા. યુવતીએ પોલીસને જાણ કરતા ગુનો નોંધી આરોપીને ઝડપ્યો છે. તાંત્રિક વિધિ કરનાર વિશાલ મહારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. ક્રાઈમ પેટ્રોલ જોઈને સ્પ્રે છાંટીને યુવતીને બેભાન કરી કુકર્મનો વિચાર આવ્યો. વિશાલ મહારાજ તરફથી કોઈ ભોગ બન્યું હોય તો સામે આવી પોલીસ ફરિયાદ કરવા અપીલ કરાઈ.
-
08 Dec 2025 05:48 PM (IST)
સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા નાસિકના પટેલ પરિવારની કારને નડ્યો અકસ્માત, 6ના મોત
મહારાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામ સપ્તશૃંગી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા અકસ્માતની ઘટના ઘટી છે. મહારાષ્ટ્રના સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ નાસિકના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પીપળગાવનું પરિવાર માતાજીના દર્શન કરી પરત આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઉંડી ખીણમાં ખાબકી.. કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે થયા મોત. મહારાષ્ટ્ર પોલીસ તેમજ મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી રાહત બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘાટ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો છે.
-
08 Dec 2025 04:59 PM (IST)
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મુદ્દે બે જૂથ વચ્ચે ફાટી નીકળી અથડામણ, મકાનો-વાહનોમાં તોડફોડ, યુવતીને નારી સરક્ષણ કેન્દ્રમાં મોકલાઈ
સાબરકાંઠાના વડાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે. વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. યુવતીના પિતાએ નોંધાવી વડાલી પોલીસ મથકે ફરિયાદ. 41 વ્યક્તિઓના નામજોગ અને 500 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. વડાલીમાં રવિવારે દરબાર વાસમાં મકાનોમાં અને વાહનોમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. દોઢ વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન બાબતે બે દિવસથી બે સમાજ વચ્ચે ચાલી રહી છે બબાલ. યુવકના પિતાએ પણ નોંધાવી હતી 11 લોકોના નામજોગ સહિત 50 ના ટોળા સામે નોંધાઈ હતી ફરિયાદ. વડાલી પોલીસે ફરિયાદ બાદ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને છેલ્લા દસ દિવસથી નારી સરક્ષણ કેન્દ્ર ખાતે મોકલવામાં આવી છે.
-
08 Dec 2025 04:32 PM (IST)
OBC અનામતનો છંછેડાયો મધપુડો, જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારીના હિસાબે, OBC સમાજને 54 ટકા અનામત આપો
ગીર સોમનાથમાં OBC અનામત વર્ગીકરણનો મધપુડો છંછેડ્યો છે. હાલમાં બહાર પડેલા ગુજરાત પોલીસ ભરતીના પરિણામ બાદ મધપૂડો વધુ છંછેડાયો છે. ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે પત્ર લખી માંગ કરી છે. જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારી.
OBC સમાજ ને વસ્તીના પ્રમાણ માં 54 ટકા અનામતની માંગ. OBC અનામત વર્ગીકરણ ની અલગ અલગ સંસ્થાઓ અને નેતાઓ દ્વારા વધતી માંગ.
અખિલ ભારતીયા કોળી સમાજ, વિશ્વ કોળી ઠાકોર સમાજ સહિત પુંજા વંશે પત્ર લખી અનામતની માંગ કરી.
-
08 Dec 2025 04:28 PM (IST)
કચ્છના કંડલામાં મેગા ડિમોલિશન કરીને 250 કરોડની 100 એકર સરકારી જમીનને ખુલ્લી
કચ્છના કંડલામાં દિનદિયાલ પોર્ટ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બીજા તબક્કાની મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. અંદાજિત 5 હજાર વસ્તી ધરાવતું મીઠા પોર્ટ વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી કાર્યવાહી કરાઈ છે.
આજે વહેલી સવારના 5 વાગ્યાથી ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રના 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે ડીમોલેશનની કાર્યવાહી કરાઈ છે. જેસીબી, હિટાચી, લોડર, ડમ્બર અને ટેકટર સહિતના કુલ 220 વાહનોને કામે લગાડવામાં આવ્યા છે.
250 કરોડની 100 એકર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે. અસામાજિક તત્વો અને હિસ્ટ્રીસિટર આરોપીના દબાણો પણ દૂર કરાયા છે.
-
08 Dec 2025 03:26 PM (IST)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રે મિત્રની ઓફિસમાં ચોરી કરી
કાપોદ્રા વિસ્તારમાં મિત્રએ મિત્રની ઓફિસમાં ચોરી કરી. કાપોદ્રા શ્રીજી નગરમાં થઇ હતી લાખોની ચોરી. હીરાની કાટીની ઓફિસમાં 11 લાખથી વધુની ચોરીની ઘટના. 10 લાખના હીરા અને 1.50 લાખ રોકડ રકમ ચોરી થઇ હતી. ચોરીની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આસપાસ કોઈ સીસીટીવી કેમેરામાં ન હતા. પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા મિત્રને ઑફિસની ચાવી આપી હોવાનું સામે આવ્યું. ફરિયાદી દિનેશ સાવલિયાની ફરિયાદના આધારે મિત્રને પકડી પાડ્યો. આરોપી વિપુલ ડામોરની કડકાઈથી પૂછતાછ કરતા ચોરીનો પર્દાફાશ થયો. આરોપી પાસેથી 10 લાખની કિંમતના હીરા રિકવર કરવામાં આવ્યા. કાપોદ્રા પોલીસે આરોપીને પાકઈ પાડી ધરપકડ કરવામાં આવી.
-
08 Dec 2025 03:17 PM (IST)
અમદાવાદઃ એરપોર્ટમાં કામગીરી થઈ રહી છે સામાન્ય
અમદાવાદ એરપોર્ટ પર આજે કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે. ટર્મિનલ અને એરસાઈડ બંનેમાં કોઈ મુશ્કેલી નોંધાઈ નથી અને મુસાફરોને જરૂરી તમામ સુવિધાઓ પુરતી પ્રમાણમાં પૂરી પાડવામાં આવી રહી છે. સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 36 ફ્લાઇટ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવી. જેમાં 18 એરાઈવલ અને 18 ડિપાર્ચર સામેલ છે. તેમ છતાં, ઈન્ડિગોની 21 ફ્લાઈટ્સ આજે કેન્સલ થઈ છે, જેના કારણેบาง મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ મળીને એરપોર્ટની કામગીરી સ્થિર અને નિયંત્રિત સ્થિતિમાં છે.
-
08 Dec 2025 01:31 PM (IST)
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ પહોંચ્યા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ પહોંચ્યા, જ્યાં તેઓ એન્જિનિયરિંગ એસોસિએશન હોલમાં બોટાદના ખેડૂતો સાથે મુલાકાત કરશે. કેજરીવાલ ખેડૂતો સાથે વાતચીત કરશે અને તેમનું સન્માન પણ કરશે. જેલમાં ગયેલા ખેડૂતો અને તેમના પરિવારજનો સાથે પણ તેમની બેઠક યોજાશે. મળતી માહિતી મુજબ 88માંથી 42 ખેડૂતો હજુ પણ જેલમાં બંધ છે. કેજરીવાલ જેલમાં રહેલા ખેડૂતોના પરિવારજનોની સમસ્યાઓ જાણીને તેમને સંવેદના અને સહાય પૂરી પાડવાની વાત કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.
-
08 Dec 2025 12:59 PM (IST)
ઈન્ડિગો સંકટ પર સુપ્રીમ કોર્ટનો સુનાવણીનો ઈનકાર
ઈન્ડિગો સંકટને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનું ટાળી દીધું છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે ઈન્ડિગો સંકટ ગંભીર મામલો છે અને સરકાર શરૂઆતથી જ તેની પર નજર રાખી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે લાખો લોકો પરેશાન થયા છે, પરંતુ સરકાર આ મુદ્દે પગલાં ભરી રહી છે.
-
08 Dec 2025 12:53 PM (IST)
વંદે માતરમ એ અંગ્રેજોને જવાબ હતો, બંગાળ ચટ્ટાનની જેમ ઊભું રહ્યું, લોકસભામાં બોલ્યા પીએમ મોદી
લોકસભામાં વંદે માતરમ પર બોલતા પીએમ મોદીએ કહ્યું, “વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનો અમને ગર્વ છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે જાહેર ચર્ચા કરવાનું પસંદ કરવા બદલ હું દરેકનો આભાર માનું છું. દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપનાર અને પ્રેરણા આપનાર અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવનાર મંત્ર અને સૂત્ર, વંદે માતરમને યાદ કરવાનું આ આપણુ સૌભાગ્ય છે.”
-
08 Dec 2025 12:19 PM (IST)
ગાંધીનગર: કેપિટલ શિવાન સાઇટ પર ભેખડ ધસી જતા 1 યુવક દટાયો
ગાંધીનગર: કેપિટલ શિવાન સાઇટ પર ભેખડ ધસી જતા 1 યુવક દટાયો છે. રાદેસણ વિસ્તારમાં આવેલી સાઈટમાં પરપ્રાંતિય યુવક દટાયો. ખોદકામ વખતે માટી ધસી પડતા આ ઘટના બની. સાઈટના માલિકે યુવકનું રેસ્ક્યું કરી હોસ્પિટલ ખસેડ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી.
-
08 Dec 2025 12:06 PM (IST)
અમરેલી: એરપોર્ટના ટ્રેનિંગ સેન્ટર પર વધુ એકવાર દુર્ઘટના ટળી
અમરેલીના એરપોર્ટના ટ્રેનિંગ સેન્ટર પર ફરી એકવાર દુર્ઘટના ટળી ગઈ છે. રનવે પરથી પ્લેન અજાણ્યા કારણોસર નીચે ઉતરી જતા દોડધામ સર્જાઈ અને લોકોના જીવ તાળવે ચોંટ્યા. સદનસીબે પ્લેન સલામત રીતે નીચે ઉતરવાથી કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે અગાઉ પ્લેન ક્રેશ થવાના અકસ્માતમાં ટ્રેનિંગ પાયલોટનું મોત થયું હતું.
-
08 Dec 2025 11:38 AM (IST)
સાસણગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી
ગીર સોમનાથમાં સવારે 10:51 મિનિટ 3.1 તિવ્રતાનો આંચકો આવ્યો. સાસણગીર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી. છેલ્લા ઘણા દિવસોથી તાલાલા અને સાસણ ગીર માં અનેક ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાઇ રહ્યા છે.
-
08 Dec 2025 11:21 AM (IST)
અમદાવાદ: ઈન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ આજે પણ રદ
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ આજે પણ રદ રહી છે. સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી કુલ 18 ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે, જ્યારે 20 ફ્લાઇટ્સનું ઓપરેશન સામાન્ય રીતે ચાલ્યું છે. ગઈકાલે પણ અહીં 42 ફ્લાઇટ્સ રદ થવાના સમાચાર મળ્યા હતા, જેના કારણે મુસાફરોમાં વિલંબ અને અસંતોષ સર્જાયો છે.
-
08 Dec 2025 10:20 AM (IST)
રાજકોટ: અટલ સરોવરમાં રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી
રાજકોટના અટલ સરોવરમાં એક રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે. રાઇડ દરમિયાન ઓપરેટરે ચકડોળ બંધ કરીને સ્થળ છોડ્યું, જેના કારણે ચકડોળમાં 6 લોકો લગભગ 20 મિનિટ સુધી હવામાં લટક્યા રહ્યા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી અને તમામ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યું. ઓપરેટરની આ બેદરકારીના કારણે નાગરિકોના જીવ માટે ગંભીર જોખમ સર્જાયું. આવી પરિસ્થિતિમાં રાઇડ્સ ઓપરેટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
-
08 Dec 2025 09:53 AM (IST)
સુરત: પાલ વિસ્તારમાં દેહવ્યાપારનો પર્દાફાશ
સુરતના પાલ વિસ્તારમાં પોલીસ દ્વારા દેહવ્યાપારનો ભયંકર ગુન્હો પકડાયો છે. પોલીસે ગ્રાહક બનીને હોટલમાં દરોડો મૂક્યો, જ્યાં હોટલ રૂમમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થયો. ઓપરેશન દરમિયાન ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. હોટલ મેનેજરને ઝડપવામાં આવ્યો છે, જ્યારે ફરાર હોટલ માલિક અને દલાલને પકડવા પોલીસે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખી છે.
-
08 Dec 2025 09:34 AM (IST)
કચ્છ: કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલેશન
કચ્છના કંડલાના મીઠા પોર્ટ પર પોલીસે અને કંડલા પોર્ટ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હેઠળ ડિમોલેશનનું કામ હાથ ધરાયું. ડિમોલેશન પૂર્વે કચ્છના 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી અંજામ આપી હતી. આ વિસ્તારમાં ૪ થી ૫ હજારની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે 250 કરોડની મૂલ્યની 100 એકર જમીનમાં ડિમોલેશન કરવામાં આવ્યું. મિલકત સંબંધિત ગુનાઓ કરવા અહીં આરોપીઓ સાથે, નામચીન બુટલેગરો પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. ડિમોલેશન માટે 20 જેસીબી, 40 લોડર અને 100 ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી.
-
08 Dec 2025 09:06 AM (IST)
થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે તણાવ: સિઝફાયર તૂટ્યું
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરમાં તૂટેલા સિઝફાયરને પગલે સરહદ્દ પર તણાવ વધી ગયો છે. થાઇલેન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણ પર જોરદાર એરસ્ટ્રાઇક કર્યુ, જેના કારણે કંબોડિયાના હથિયાર ડેપો અને કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થઈ ગયા છે. થાઇલેન્ડના અહેવાલ પ્રમાણે, કંબોડિયાએ પહેલા મોટી માત્રામાં હથિયાર એકઠા કર્યા હતા અને ફાયર સપોર્ટ એલિમેન્ટ તૈયાર કર્યા હતા. આ ઘટનાએ બંને દેશો વચ્ચે વધતી તણાવની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
-
08 Dec 2025 08:55 AM (IST)
અમદાવાદમાં આજે પણ ઈન્ડિગોની ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની કેટલીક ફ્લાઈટ્સ આજે પણ રદ રહી છે. સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી કુલ 18 ફ્લાઈટ રદ થઈ ગઈ છે, જ્યારે 20 ફ્લાઈટ્સનું ઓપરેશન સામાન્ય રીતે ચાલ્યું છે. ગઈકાલે પણ અહીં 42 ફ્લાઈટ્સ રદ થવાના સમાચાર મળ્યા હતા, જેના કારણે મુસાફરોમાં વિલંબ અને અસંતોષ સર્જાયો છે.
-
08 Dec 2025 08:22 AM (IST)
રાજ્યના અનેક શહેરોમાં 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન
રાજ્યભરમાં શિયાળાના પ્રચંડ પ્રભાવ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરતા ઠંડીમાં વધારો નોંધાયો છે. નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે, જ્યાં અનુક્રમે 16 ડિગ્રી અને 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાનમાં સતત ઘટાડા સાથે સમગ્ર રાજ્યમાં શિયાળાની અસર તેજ બનતી જોવા મળી રહી છે.
-
08 Dec 2025 08:03 AM (IST)
ગોવાઃ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસની કાર્યવાહી
ગોવાના એક ક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના માલિક વિરુદ્ધ FIR નોંધાઈ છે અને અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિશેષ તપાસ માટે SITની રચના કરી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે સરકાર SOP તૈયાર કરવાની તૈયારીમાં છે. પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક ફટાકડાના કારણે ક્લબમાં આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
08 Dec 2025 07:55 AM (IST)
દિલ્લીઃ પંડારા રોડ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો
દિલ્લીઃ પંડારા રોડ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. ભજન સંધ્યા દરમિયાન કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલામાં 60 વર્ષિય મહિલાને ઇજાઓ પહોંચી. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
-
08 Dec 2025 07:45 AM (IST)
દેવભૂમિ દ્વારકાઃ અપહરણ કરનાર આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપહરણ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ખંભાળિયામાં ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું હતું..યુવકના પિતા પાસેથી આરોપીએ રૂપિયા લેવાના હતા જેની માથાકૂટમાં 3 આરોપીએ મળીને યુવકનું અપહરણ કર્યું હતુ. પોલીસે ગણતરીના કલાકોમાં 3માંથી 1 આરોપીને દબોચ્યો છે. મહત્વનું છે કે 3 ભેજાબાજ આરોપીઓએ ફિલ્મી ઢબે અપહરણને અંજામ આપવા માટે યુવકને ફોન કરીને તેના પિતાને અક્સમાત નડ્યો હોવાનું કહી અજાણી જગ્યાએ બોલાવ્યો હતો. જે બાદ આરોપીઓએ અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે 2 ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
-
08 Dec 2025 07:37 AM (IST)
આજે સંસદમાં વંદે માતરમ પર 10 કલાકની ચર્ચા થશે
આજે સંસદના શિયાળુ સત્રમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા થશે. પીએમ મોદી લોકસભામાં ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.