07 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે, સુરેન્દ્રનગરના ASIને કર્યા સસ્પેન્ડ

Gujarat Live Updates આજ 07 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

07 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે, સુરેન્દ્રનગરના ASIને કર્યા સસ્પેન્ડ
| Updated on: Aug 07, 2026 | 8:55 AM

LIVE NEWS & UPDATES

  • 07 Aug 2026 08:55 AM (IST)

    રાજકોટના આજીડેમ ચોકડી નજીક આવેલ કનૈયા ડેરી ફાર્મમાં દરોડા, 95 કિલો મીઠાઈના જથ્થાનો નાશ કરાયો

    આજીડેમ ચોકડી નજીક આવેલ કનૈયા ડેરી ફાર્મમાં દરોડો. આજીડેમ પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી કર્યો દરોડો. અખાદ્ય મીઠાઈ અને શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. 95 કિલો ગ્રામ મીઠાઈના જથ્થાનો કર્યો નાશ. શંકાસ્પદ ઘી અને મીઠાઈના સેમ્પલ લઈ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા. કનૈયા ડેરી ફાર્મના માલીક રામશી ગોકળ ખાંભલાની પણ કરાઇ પૂછપરછ.

  • 07 Aug 2026 08:43 AM (IST)

    રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે, સુરેન્દ્રનગરના ASIને કર્યા સસ્પેન્ડ

    સુરેન્દ્રનગરના ASIના ઘરમાંથી મળી આવેલ ડબ્બા ટ્રેડિંગનો મામલે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા ASI સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધરપકડથી બચવા ASI સંજયસિંહ રાઠોડ નાસતો ફરતો હોવાનું ખુલ્યું છે. જેતપુર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએ સંજયસિંહ રાઠોડની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અગાઉ સંજયસિંહના પિતા સહિત 6 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના રતનપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. સસ્પેન્ડેડ ASI ના ઘરમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ. ત્રણ વર્ષમાં અંદાજીત 100 કરોડ જેટલા આર્થિક શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની શક્યતા.


  • 07 Aug 2026 08:27 AM (IST)

    મહારાષ્ટ્રમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન 1,60,000 ‘ગોવિંદાઓ’ માટે રૂ. 10 લાખનો વીમો

    મહારાષ્ટ્રમાં દહીં હાંડી ઉત્સવ પહેલા, રાજ્ય સરકારે ‘ગોવિંદાઓ’ (માનવ પિરામિડ બનાવીને દહીહાંડી ફોડનારના સહભાગીઓ) માટે એક મહત્વપૂર્ણ લાભની જાહેરાત કરી છે. સરકારે 1,60,000 ગોવિંદાઓને રૂ. 10 લાખનું વીમા કવરેજ પૂરું પાડશે. સરકારી આદેશ અનુસાર, અકસ્માતમાં મૃત્યુ અથવા બંને હાથ, બંને પગ અથવા બંને આંખો ગુમાવવાના કિસ્સામાં રૂ. 10 લાખનું વીમા કવર પૂરું પાડવામાં આવશે. એક હાથ, એક પગ અથવા એક આંખ ગુમાવવા માટે રૂ. 5 લાખનું વળતર આપવામાં આવશે. કાયમી સંપૂર્ણ અપંગતા માટે રૂ. 10 લાખ, અને કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં વળતર વીમા પોલિસીની જોગવાઈઓ અનુસાર આપવામાં આવશે.

  • 07 Aug 2026 07:13 AM (IST)

    વડોદરાની SSG હોસ્પિટલથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયો

    વડોદરામાં હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઝડપાઈ જવા પામ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. દસ કલાક ની શોધખોળ બાદ ઝડપાયો આરોપી. છાણી કેનાલ ફાટક પાસેથી ઝડપાયો આરોપી. લોકલ પોલીસ , ક્રાઈમ બ્રાન્ચ ની ત્રણ PCB SOG ની ટીમો આરોપીને શોધવા લાગી હતી કામે. સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે ઝડપી પાડ્યો આરોપી.

આજે 07 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

Published On - 7:13 am, Fri, 7 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.