ઈરાને ઈઝરાયેલ પર 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે. હાલમાં મિસાઈલ હુમલો બંધ થઈ ગયો છે. પરંતુ હુમલા બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝારખંડ ભાજપની 6 પરિવર્તન યાત્રા 2જી ઓક્ટોબરે હજારીબાગમાં સમાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધિત કરશે અને ‘PM આદિવાસી ઉન્નત ગ્રામ યોજના’નું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણાના ચરખી દાદરીમાં સભા કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજથી રાજસ્થાનના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભાગવત કોટા અને બારનની મુલાકાત લેશે. દિવસભરના મોટા અપડેટ્સ વાંચો…
ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈ જતાં 5 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે.
રાજકોટના AIIMS માં મહિલા પ્રોફેસરે સતામણી અંગે જિલ્લા કલેક્ટરને ફરીથી રજૂઆત કરી છે. આંતરિક ફરિયાદ સમિતીની તપાસ પર ભરોસો ના હોવાનો ઉલ્લેખ કર્યો છે. છેલ્લા એક વર્ષથી ફરિયાદ થતી હોવા છતા કોઇ કાર્યવાહી ના થતી હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો. જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે બહારની ટીમ દ્રારા તપાસ થાય તેવી માંગ કરી છે. મહિલા પ્રોફેસરે એઇમ્સના ડાયરેક્ટર સીડીએસ કટોચ, ડીન સંજય ગુપ્તા, વહિવટી અધિકારી જયદેવ વાળા અને કાર્યકારી એચઓડી ડો.અશ્વિની અગ્રવાલ સામે આક્ષેપ લગાવ્યો છે. મહિલાએ માનસિક ત્રાસ,મહિલા પુરૂષ વચ્ચેના ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે.
બેંગલુરુમાં આજે હાથમાં ત્રિરંગો લઈને આવેલા કોંગ્રેસના કાર્યકર્તાએ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પગમાંથી જૂતા કાઢ્યા હતા. સિદ્ધારમૈયા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સ્થળ પર હાજર એક વ્યક્તિએ, કોંગ્રેસના કાર્યકરના હાથમાંથી ધ્વજ હટાવ્યો અને કાર્યકર્તાએ સિદ્ધારમૈયાના જૂતા કાઢી નાખ્યા.
#WATCH | Bengaluru: A Congress worker, with the Tiranga in his hands, removed shoes from the feet of Karnataka CM Siddaramaiah earlier today as he arrived to pay tribute to Mahatma Gandhi on his birth anniversary. A man present at the spot, removed the flag from the worker’s… pic.twitter.com/rjT1AJTXsp
— ANI (@ANI) October 2, 2024
ગાંધીનગરના રૂપાલ ગામે આગામી 11 ઓક્ટોબરે રાત્રે 12 વાગે પલ્લી યોજાશે. આ પલ્લી અને નવરાત્રીમાં રોજેરોજ થઈને કુલ 10 લાખ લોકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે. લ્લીના મેળાને લઈને મંદિર વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગત વર્ષે કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી ઉપર ચડાવવામાં આવ્યું હોવાનો અંદાજ છે. વર્ષોથી રૂપાલ ગામ ખાતે પલ્લીની પરંપરા છે. પલ્લીના મેળામાં રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે.
અમરેલીના ધારી તુલસીશ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિશ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. અમરેલી ફાયરફાઇટર પહોંચે એ પહેલા મોલનુ ફર્નિચર બળીને થયું ખાક થયું હતું. ધારી ગ્રામ પંચાયત પાસે ફાયર ફાઇટરનો અભાવ છે. ક્રિશ્ટલ મોલમાં આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે.
અટલ સેતુ પરથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 4 દિવસમાં આપઘાતની આજે બીજી ઘટના ઘટી છે.
ફિલિપ શાહ નામના વ્યક્તિએ અટલ સેતુ પરથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફિલિપ શાહ મુંબઈના માટુંગા વિસ્તારનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતદેહ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાની હુમલાને રોકવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનના સુરક્ષા સૂત્રોના હવાલાથી આ માહિતી બહાર આવી છે. પુતિને નેતન્યાહૂ સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ પહેલા ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરતા પહેલા રશિયા પાસેથી લીલી ઝંડી લીધી હતી.
દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા પાસે લાઈટ બિલ ભરવાના 84 લાખ રૂપિયા નથી. આથી લાઈટ બિલના રૂપિયા ભરવા માટે લોન લેવાનો નગરપાલિકા ને ઠરાવ કરવો પડ્યો છે. ખંભાળિયા નગરપાલિકાને લાઈટ બિલ ભરવા માટે 84 લાખની જરૂર છે.
ડેનમાર્કમાં ઈઝરાયેલની એમ્બેસી પાસે બે વિસ્ફોટ થયા છે. કોપનહેગન પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયેલી દૂતાવાસની નજીક થયેલા બે વિસ્ફોટોની તપાસ કરી રહ્યા છે.
સુરતમાં ચોમાસામાં તુટી ગયેલા રોડ અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આગામી બે દિવસમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. ખરાબ રસ્તાને લઈ અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસ સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તા બનાવવાની કામગીરીમાં રુકાવટ આવી છે. આગામી શુક્રવાર સુધીમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. રસ્તા બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે. જો કામમાં કોઈ ક્ષતી રહી જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ દક્ષેશ માવાણીએ કહ્યું હતું
પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ આઈએએસ અધિકારીને કહી રહ્યાં છે કે, વોટર સ્પોર્ટસ એકટીવીટીને મજૂરી આપો નહીં તો 42 ગામને બીચ ઉપર ઉતારીશું. જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટીંગ કરવું હોય તે કરો.
સુરતમાં રાંદેર પોલીસે જાહેરમાં બુટલેગરનો વરઘોડો કાઢ્યો હતો. આરોપી બિપિન મારુંનો વિસ્તારમાં ખુબ જ દાદાગીરી છે.
જેથી પોલીસે આરોપીના વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો અને લોકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આરોપી બુટલેગર બિપિન મારુએ સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘બાપુએ મને શીખવ્યું છે કે, જીવવું હોય તો ડર્યા વિના જીવવું. સત્ય, પ્રેમ, કરુણા અને સમરસતાના માર્ગ પર ચાલવાનું છે. ગાંધીજી કોઈ વ્યક્તિ નથી, તેઓ જીવન જીવવાની અને વિચારવાની રીત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન.
बापू ने ही मुझे सिखाया है, जीना है तो डरे बिना जीना है – सत्य, प्रेम, करुणा और सौहार्द के रास्ते पर सबको जोड़ते हुए चलना है।
गांधी जी एक व्यक्ति नहीं, जीने और सोचने का तरीका हैं।
राष्ट्रपिता महात्मा गांधी जी की जयंती पर उन्हें शत-शत नमन। pic.twitter.com/qikJehkZ8B
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2024
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઈરાન-ઈઝરાયેલ હુમલા પહેલા કહ્યું કે, “અમે 7 ઓક્ટોબરને આતંકવાદી હુમલો માનીએ છીએ. અમે સમજીએ છીએ કે ઇઝરાયેલે જવાબ આપવાની જરૂર છે, પરંતુ અમે એ પણ માનીએ છીએ કે કોઈપણ દેશ દ્વારા અપાતા કોઈપણ પ્રતિભાવમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને ધ્યાનમાં લેવો જોઈએ. “અમે સંઘર્ષને વધારવાની સંભાવના વિશે ચિંતિત છીએ.”
#WATCH | EAM Dr S Jaishankar says, “… We regard October 7 as a terrorist attack. We understand that Israel needed to respond, but we also believe that any response by any country has to take into account international humanitarian law and that it must be careful about any… pic.twitter.com/inGpavn01Y
— ANI (@ANI) October 2, 2024
લેબનીઝ સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે સવારે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં ઓછામાં ઓછા પાંચ ઇઝરાયેલી હુમલાઓ થયા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહી છે અને તેણે ઘણા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ જાહેર કર્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ગઈ છે. ઉપસળ ગામના નિશાળ ફળિયામાંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાઈ જવા પામી છે. દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હિંસક દીપડાને પકડવા માટે રાજ્યમાંથી 17 જેટલી ટીમો કાર્યરત હતી.
ઈઝરાયેલે ઈરાનના હુમલાનો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનને આ હુમલાનું પરિણામ ભોગવવું પડશે. અમારી પાસે યોજના છે અને અમે નિશ્ચિત સ્થળ અને સમયે પગલાં લઈશું.
ઈરાને ઈઝરાયેલ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકોને બંકરોમાં રહેવા માટે કહ્યું છે. આ પહેલા ઈઝરાયેલના જાફા સ્ટેશન પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
Published On - 6:18 am, Wed, 2 October 24