વડાપ્રધાન મોદી અસમના પ્રવાસ પર છે. વડપ્રધાન શનિવારે બરોની-ગુવાહાટી પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્ર મહાયુતિના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. સીટ શેયરિંગને લઈ ભાજપ હાઈકમાન્ડની સાથે વાતચીત ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પછાત વર્ગો માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાઓ વિશે બિહારમાં યોજાનારા એક સંમેલનમાં ભાગ લેશે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી અધિકારીઓ સાથે મારપીઠના કેસમાં સીબીઆઈની કસ્ટડી મળ્યા બાદ શાહજહાં શેખ 10 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં છે. દેશ-દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચો અહીં.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક મેગા રેલીમાંથી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
71મી મિસ વર્લ્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાએ આ વર્ષે સ્પર્ધા જીતી છે. આ સ્પર્ધામાં 120 દેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ક્રિસ્ટિના પિજકોવાને તાજ પહેરાવવામાં આવ્યો હતો. સિની શેટ્ટી આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી, પરંતુ તે ટાઈટલ જીતી શકી ન હતી.
NCP પ્રમુખ શરદચંદ્ર પવારે સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત શરદ પવારે પુણેના ભોર વિસ્તારમાં MVAની બેઠકમાં કરી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ ફેમસ શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ઉર્ફે સુખ પ્રધાનને વિદેશી નંબર પરથી ખંડણીની ધમકી મળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી, જે નહીં આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
મોહાલીમાં પંજાબ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં 3 ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. તમામ ગુંડાઓ હરિયાણાના રહેવાસી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ થોડા દિવસો પહેલા દેરાબસીમાં ગોળીબાર કર્યો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ એન્કાઉન્ટરની આગેવાની મોહાલી સ્પેશિયલ સેલના ડીએસપી ગુરશેર સિંહ સંધુએ કરી હતી.
આગામી લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ અરુણ ગોયલનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે.
ગુજરાતની 11 બેઠકો માટે બાકી રહેલા લોકસભા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ગુજરાત કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બેઠક માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા તેમણે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને ત્યાંથી તેઓ સીધા તેમના સંસદીય ક્ષેત્ર પહોંચ્યા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી શિલાન્યાસ કરશે અને અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.
આ સાથે ગુજરાતમાં ગુનાઓ સાથે સંડોવાયેલા લોકો અંગે તેમણે જણાવ્યું કે, આવા ગુનેનગરોને છોડવામાં નહીં આવે. આ સાથે બુલડોઝર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં જે બુલડોઝર ફેરવવામાં આવે છે તે સરકારી જગ્યા પર ફેરવવામાં આવે છે. આ સાથે તેમણે જામનગરના આરોપીની વાત કરી હતી. જેમાં સોપારી ખોર વિરુદ્ધ કાર્યવાહી કરી જગ્યા ખુલ્લી કારવાઈ જેનો લાભ જામનગરના લોકોને થવાનો છે.
Tv9 ના મધ્યમથી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નાગરિકોની આસ્થાનું સમ્માન અમે કરીએ છીએ પરંતુ આસ્થાના નામે સરકારી જમીન પર બાંધકામ નહીં કરવા અંગે ગૃહ મંત્રીએ જણાવ્યું. અને વિનંતી કરી કે, આ રીતે કોઈ પણ નાગરિક બાંધકામ ના કરે. અમે કોઈ પણ જગ્યાએ બુલડોઝર ફેરવવા નથી માગતા.
મોદી સરકારના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈપણ પોસ્ટ કરવાનું શક્ય બનશે નહીં. મેટા, ગૂગલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટને સંબોધતા મંત્રીએ કહ્યું કે તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ તેમની જવાબદારી નિભાવવી પડશે. તેઓએ જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર શું પોસ્ટ થઈ રહ્યું છે અને શું નથી.
રિવાબાને મોદીકા પરિવાર અંગે સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરિવારના ડેફિનેશન પર ચર્ચા કરી હતી. રિવાબા એ કહ્યું કે, જ્યારે pm મોદીએ ઘર છોડ્યું ત્યારથી તેમણે તમામ નાના વર્ગની સાથે સમય વિતાવ્યો છે. ત્યારે અમે કેમ એમનો પરિવાર ના બનીએ. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખીને વિકાસ કરવા કામ કર્યું છે.
મહિલાઓ અંગે સરકારે કરેલ કામો અંગે રિવાબાએ જણાવ્યું હતું કે, બાળકો માટે 1 રૂપિયામાં સેનેટરી નેપકિન થી લઈ વિવિધ સેવાઓ માટે મહિલાઓ માટે મોદી સરકારે આપી છે. એટલે મહિલાઓ માટે એક કરતાં વધુ કામો તેમની સુરક્ષા હોય, તેમની તકો હોય કે કઈ પણ, મહિલાઓ માટે અનેક કામો સરકારે કર્યા હોવાની વાત તેમણે કરી છે.
સત્તા સંમેલનમાં રિવાબે કહ્યું કે, કોઈ પણ સફળ મહિલાઓ પાછળ તેના પરિવાર, તેનું બેક ગ્રાઉન્ડ સહિત અનેક વાતો મહત્વની બની જાય છે. ત્યારે રિવાબાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં મહિલા આગળ વધે તો તેને અનેક અડચણો આવે છે. ત્યારે આ માટે મહિલા કેટલી સશક્ત છે તાકતવર છે તેના પર નિર્ભર કરે છે તેવું તેમણે જણાવ્યું.
ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં સતત બાંધકામ કરી રહ્યું છે. જેના કારણે ભારત પણ પોતાના તરફથી કોઈ કમી રાખવા માંગતું નથી. ભારતીય સેના સતત LACની આસપાસ પોતાની સ્થિતિ મજબૂત કરવામાં વ્યસ્ત છે. જેના માટે ભારતીય સેના પિનાકા લોન્ચ રોકેટ સિસ્ટમની બે રેજિમેન્ટ તૈનાત કરવા જઈ રહી છે. સરકારે ભારતીય સેના માટે પિનાકા રોકેટની છ રેજિમેન્ટને પણ મંજૂરી આપી છે.
આ સાથે હાર્દિક પટેલને ભાજપમાં કોંગ્રેસ જેવુ જ લાગે છે તેવા નિવેદનને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના અનેક લોકો ભાજપમાં જોડાયા છે. કારણ કે કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી વાત કરે છે. ન્યાય યાત્રા કાઢી જાતિવાદ જેવી જ વાતો રાહુલ ગાંધી કરે છે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. CM ચહેરો પાટીદાર હોવા અંગે હાર્દિક પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, મે આજ સુધી આવું નિવેદન આપ્યું નથી કે CM ચેહરો પાટીદાર હોવો જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ જોશીએ જણાવ્યું કે, 400 પાર આ વખતે 400 પાર નહીં હોય. કારણ કે, આ બધું ગઠબંધન છે.
રાજકોટના જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી,ભાજપના પાયાના પથ્થર એવા સ્વ.અરવિંદભાઇ મણિયાર પરિવાર સાથે પરસોતમ રૂપાલાએ મુલાકાત કરી હતી.રૂપાલાએ આજે સ્વ.અરવિંદભાઇ રૈયાણીના નિવાસસ્થાને પહોંચીને પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ચૂંટણી માટે આર્શિવાદ લીધા હતા. રાજકોટમાં મણિયાર પરિવાર જનસંઘના પાયાના પથ્થર સમાન છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પણ મણિયાર પરિવારનો ઘરોબો રહેલો છે. જેના કારણે જ મણિયાર પરિવાર સાથે રૂપાલાએ મુલાકાત કરીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.પરષોતમ રુપાલા આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેના નિવાસસ્થાને મળ્યા હતા. રૂપાલા રાજકોટ ખાતેના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પરષોતમ રૂપાલાનું નામ જાહેર થયું છે. પરષોતમ રૂપાલા હાલમાં કેન્દ્ર સરકારના મંત્રી છે અને કડવા પાટીદાર અગ્રણી છે. રૂપાલાનું મૂળ વતન તો અમરેલી છે પરંતુ ભાજપે સિનિયર આગેવાનને ભાજપ માટે મજબૂત ગણાતી રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે રૂપાલા પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે આજે રૂપાલાએ રાજકોટમાં જનસંઘ અને ભાજપના પીઢ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.લોકસભાની ચૂંટણી પહેલા પરષોતમ રૂપાલા તમામ પીઢ નેતાઓ અને તેના પરિવારોને મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોઇ જુથવાદ ન રહે અને બધા એક બનીને સાથે રહે તેવા પ્રયત્નો કરતા રૂપાલા જોવા મળી રહ્યા છે.
સત્તા સમેલનાના પહેલા સેશનમાં લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય પ્રધાન અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલી વાત મોદીની ગેરંટીને લઈ કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કરેલા કામો પર મોદી સરકારને લોકો વોટ આપશે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કિસાન મહાકુંભને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 25 કરોડ લોકો ગરીબીના સંકટમાંથી બહાર આવ્યા છે. આ હું નહીં પરંતુ નીતિ આયોગ કહી રહ્યો છું. આ વખતે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવો, અમે ભારતમાં એક પણ ગરીબ રહેવા દઈશું નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારની રાજધાની પટના પહોંચી ગયા છે. જ્યાં તેમણે બેકવર્ડ-એક્સ્ટ્રીમ બેકવર્ડ મહાસંમેલનને સંબોધતા કહ્યું કે પાટલીપુત્રની ભૂમિ ચંદ્રગુપ્ત અને ચાણક્યની ભૂમિ છે. હું કર્પૂરી ઠાકુરને વંદન કરું છું. બિહારના લોકો વતી હું જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા બદલ મોદીજીનો આભાર માનું છું. સોનિયા ગાંધી તેમના પુત્રને પીએમ બનાવવા માંગે છે અને લાલુ તેમના પુત્રને સીએમ બનાવવા માંગે છે. આ તેમનો ઉદ્દેશ્ય છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભગવાન રામના ઘરે ED, CBI મોકલવાના નિવેદન પર BJP MLAએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના ધારાસભ્ય અભય વર્માએ કેજરીવાલની સરખામણી રાવણ સાથે કરી છે. તેણે કહ્યું કે રાવણનું અભિમાન તૂટી જશે અને તેનો નાશ થશે.
હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડની ટીમ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજી મેચમાં પણ કંઈક આવું જ બન્યું હતું પરંતુ ભારતે આ મેચ જીતી લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ ભારતને તે પ્રકારની સ્પર્ધા ન આપી શકી જેનું અપેક્ષિત હતું.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ નર્વસ થશે કારણ કે તેણે પીડીએ (પછાત, દલિત અને લઘુમતી)ના અધિકારો છીનવી લીધા છે. વાઈસ ચાન્સેલરોની નિમણૂંક થઈ છે, પરંતુ તેમની વચ્ચે કેટલા પીડીએ છે? એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં પીડીએમાંથી કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર નથી. તેણે પીડીએ પરિવારોને દગો આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 9 માર્ચે પૂર્વોત્તરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે 55,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મહત્વપૂર્ણ સેલા ટનલનો પણ સમાવેશ થાય છે. PM એ ઇટાનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે બેઠક ચાલી રહી હતી, જે પૂરી થઈ ગઈ છે. ચંદ્રાબાબુ નાયડુ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે અને ઈશારા દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે ભારત વિકસિત રાજ્ય બનવાની રાષ્ટ્રીય ઉજવણી સમગ્ર દેશમાં ઝડપથી ચાલી રહી છે. આજે મને વિકસિત ઉત્તર-પૂર્વની આ ઉજવણીમાં ઉત્તર-પૂર્વના તમામ રાજ્યો સાથે મળીને ભાગ લેવાની તક મળી છે. ઉત્તર-પૂર્વના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી રહ્યું છે. આપણું ઉત્તર પૂર્વ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા સાથે ભારતના વેપાર, પ્રવાસન અને અન્ય સંબંધોમાં મજબૂત કડી બનવા જઈ રહ્યું છે.
ભોપાલના મંત્રાલય ભવનમાં ભીષણ આગ લાગી છે. આગ ચોથા માળે લાગી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. આગની માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેટલાક લોકો સાથે એક છોકરાને મારતો જોવા મળી રહ્યો છે. એલ્વિશ યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 147, 149, 323, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, યુટ્યુબર મેક્સટર્ન (સાગર ઠાકુર) એ એલ્વિશ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તે એમ પણ કહે છે કે તે એકલો હતો અને એલ્વિશ ઘણા બધા લોકો સાથે આવ્યો હતો.
મહાનગરપાલિકા તેના એક અધિકારી પાર થયેલા ચોંકાવનારા આક્ષેપોના કારણે વિવાદમાં સપડાઈ છે. એક પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકાયો છે તો મામલાની ગંભીરતા પારખી સુરત પોલીસે આ અધિકારીની ધરપકડ પણ કરી લીધી છે. સૂત્રો અનુસાર અધિકારીના ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર સેનેટરી ઇન્સ્પેકટરે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે. મનપાના આધેડ સેનેટરી ઇન્સ્પેકટરે મહિલાના વાંધાજનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેવો આરોપ મુકવામાં આવ્યો છે. સુરતની સલાબતપુરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં પોલીસે આરોપી ભીખુ અંજારાની ધરપકડ પણ કરી લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. PMએ અહીં હાથીની સવારી પણ કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp
— ANI (@ANI) March 9, 2024
આજથી એટલે કે શનિવાર તારીખ 9 માર્ચ 2024થી દેશભરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે 6 મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ 3 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. મતલબ કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત છેલ્લા 3 વર્ષમાં સૌથી નીચી થઈ ગઈ છે. છેલ્લી વખત ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયાથી ઓછી હતી તે 30 મહિના પહેલા ઓક્ટોબર 2021માં જોવા મળી હતી.
વડાપ્રધાન મોદી આજે આસામના પ્રવાસે છે. તે હવેથી ટૂંક સમયમાં કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેશે.
મોરબીમાં નવનિર્મિત મેડિકલ કોલેજનો સ્લેબ તૂટી પડ્યો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ટીમે તેને બહાર કાઢ્યો હતો. આ અંગે માહિતી આપતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યે અમને જાણકારી મળી હતી કે નિર્માણાધીન મેડિકલ કોલેજનો સ્લેબ પડ્યો છે અને તેમાં કેટલાક લોકો ફસાયા છે. તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં બરૌની-ગુવાહાટી નેચરલ ગેસ પાઈપલાઈન (BGPL)નું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર-પૂર્વ વિસ્તારને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ સાથે જોડવાનું કામ કરશે. આ પાઈપલાઈન બિછાવી રહેલી કંપની ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એકે ત્રિપાઠીએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે આ પાઈપલાઈન સ્વચ્છ ઉર્જાનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડશે, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે અને પ્રદેશના લોકોનું એકંદર કલ્યાણ વધારશે.
Published On - 6:39 am, Sat, 9 March 24