કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, બેઠકમાં 60 ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંથી 40 નામ નક્કી કરી લેવામાં આવ્યા છે, સ્વીડન સત્તાવાર રીતે NATOમાં સામેલ થયુ. મધ્યપ્રદેશમાં આર્ટીકલ 370 ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી. દેશ-દુનિયાના તમામ સમાચાર વાંચો અહીં
કોંગ્રેસે આજે લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. ત્રિવેન્દ્રમથી શશી થરૂરને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ લડશે લોકસભાની ચૂંટણી. કોંગ્રેસે અનેક મોટા નેતાઓને ઉમેદવાર જાહેર કર્યાં છે.
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પાવાગઢ તળેટીમાં માતાજીના કર્યાં દર્શન હતા. રાહુલે મહાકાળી માતાને
ધજા ચડાવવા માટે રકમની ચુકવણી પણ કરી હતી. અમિત ચાવડા સહિતના સ્થાનિક નેતાઓ સાથે માતાજીના દર્શન કર્યાં હતા. આ પૂર્વે રાહુલ ગાંધીએ ગોધરા પાસેના ગણપતિ મંદિરમાં પણ દર્શન કર્યા હતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવારના પૌત્ર રોહિત પવારની માલિકીની ખાંડની મિલની રૂ. 50 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી કથિત મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં ED દ્વારા હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત છે.
ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ફૂડ પોઈજનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર જોવા મળી હતી. ઘટનાને પગલે ફૂડ પોઈજનિંગના શિકાર થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
છાપીના સરપંચે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગ્રામ પંચાયતના સભ્ય ગૂમ થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી હરેશ ચૌધરી ગૂમ થઈ જવાને લઈ તેમને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોએ બે દિવસથી શોધખોળ કરવા છતાં તેમની કોઇ ભાળ નહીં મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
દિલ્હીમાં રસ્તાઓ પર નમાઝ પઢવાને લઈને હોબાળો થયો છે. દિલ્હી પોલીસના એક જવાને નમાજ પઢતા લોકો સાથે ગેરવર્તણૂક કર્યો હોવાનો આક્ષેપ છે, જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા અને ઈન્દ્રલોક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરી એકવાર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા BSF જવાનોએ એક ઘુસણખોરને ઠાર માર્યો છે. આ કેસ કેસરીસિંહપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. તમને જણાવી દઈએ કે સરહદ પરથી એક ઘૂસણખોર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને આવું કરતા જોઈને બીએસએફના જવાનોએ તેને રોકવાની સૂચના આપી પરંતુ તે માન્યા નહીં. જેના પર BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઘુસણખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
લોકસભા ચૂંટણીની જાહેરાત ભલે હજુ જાહેર કરવામાં આવી નથી તેમ છતાં તમામ પક્ષોએ ચૂંટણીની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે લોકસભા ચૂંટણીની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. 25 માર્ચ પછી પીએમ મોદી દેશભરમાં જોરશોરથી પ્રચાર કરશે. PM મોદી દેશભરમાં લગભગ 150 ચૂંટણી સભાઓ અને રોડ શો કરશે, જ્યારે દક્ષિણ ભારતમાં PM મોદી 35 થી 40 ચૂંટણી સભાઓ કરશે. પીએમ મોદી યુપીમાં 15 થી વધુ રેલીઓ અને રોડ શો કરશે.
રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત, ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા, હાલત ગંભીર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ભાજપના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. બેઠકની વહેંચણી માટે આ ચર્ચા થવાની છે. મુખ્યમંત્રી શિંદે આજે દિવસભર કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના પ્રવાસે છે. આ પ્રવાસ અધવચ્ચે છોડીને શિંદે દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીએ દિલ્હી માટે પ્રચારની પંચલાઈન રાખી છે કે “સંસદમાં પણ કેજરીવાલ, તો દિલ્હી થશે વધુ ખુશહાલ”. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દિલ્હીમાં અભિયાનની શરૂઆત કરી હતી.
લોકસભા ચૂંટણીમાં ભાજપની બીજી યાદીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મહિલા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની 26 લોકસભાની બેઠક પર ભાજપે 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે ત્યારે 11 ઉમેદવારના નામ આગામી સમયમાં જાહેર થઈ શકે છે.
દિલ્હીમાં પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Best Creator for Social Change award to Jaya Kishori at Bharat Mandapam. pic.twitter.com/cJzxGhZbTQ
— ANI (@ANI) March 8, 2024
અમેરિકી સંસદને સંબોધતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે કોરોનાની રસીનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરવામાં આવી રહ્યો છે. કોરોના વેક્સીનની આડ અસરને લઈને વિશ્વભરમાં ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે કેન્સરની સારવારમાં તેનો ઉપયોગ નવી ચર્ચા શરૂ કરી શકે છે.
મહાશિવરાત્રી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો કે તમે અંબાજી દર્શન કરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર વાંચજો,કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાનીના ભારત મંડપમ ખાતે એક કાર્યક્રમ દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કાર એનાયત કરશે અને આ દરમિયાન તેઓ સભાને સંબોધશે. રાષ્ટ્રીય લેખક પુરસ્કારએ વાર્તા કહેવાની, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ અને ગેમિંગમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.
સુરતઃ ઘી લાભદાયક માનવામાં આવે છે. જાણકારો અનુસાર ઘી ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે. આ સાથે તે હાડકાંને મજબૂત કરવા અને ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પણ સુરતમાં ઘી સ્વસ્થ્યમા સુધારો નહીં પણ તબિયત નાદુરસ્ત કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પલસાણામાં LCBએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારખાનામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. મારૂતિ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ છે. સેમ્પલ લઈ કારખાનું સિઝ કરવામાં આવ્યું છે .
સુરતમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે શહેરમાં પોલીસ પણ છે એ વિચાર કે કાયદો અને વ્યવસ્થાનો ડર પણ રહ્યો નથી. કેટલાક તોફાની તત્વોએ સિંગણપોર વિસ્તારમાં તોડફોડ અને રીતસરનો આંતક મચાવ્યો હતો જોકે હવે પોલીસે પિતાનો અસલી પરચો બતાવ્યો છે. જાણો શું થયું તોડફોડની ઘટના બાદ સિંગણપોર વિસ્તારમાં ડીજેની સામાન્ય તકરાર બાદ તોડફોડ, દહેશત અને આતંક ઉભા કરે તેવા આ દ્રશ્યો સુરતના સિંગણપોર વિસ્તારમાંથી સામે આવ્યા હતા જ્યાં બુધવાર રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.એક બાદ એક વાહનમાં તોડફોડ કરી ગોવિંદનગરમાં ડી.જે.માં થયેલા ઝઘડાની અદાવતમાં લોકોને ભયભીત બનાવી દીધા હતા. ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતા. અસામાજિકતત્વોએ કાર અને બાઈક સહિત ૧૦ જેટલા વાહનોને નિશાને લીધા હતા.
સ્વીડન ગુરુવારે ટ્રાન્સ-એટલાન્ટિક લશ્કરી જોડાણના 32મા સભ્ય તરીકે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)માં ઔપચારિક રીતે જોડાયું. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી, જેમાં સ્વીડનના જોડાણમાં જોડાવાનું સાધન સત્તાવાર રીતે વિદેશ વિભાગને સુપરત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની બે દિવસીય મુલાકાતે જશે અને 18 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બાદમાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે.
#WATCH | Madhya Pradesh: Morning Aarti being performed at Shree Mahakaleshwar Temple in Ujjain, on the occasion of #Mahashivratri pic.twitter.com/0s7ukXhlwX
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 7, 2024
Published On - 6:27 am, Fri, 8 March 24