કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પરથી આજે નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કર્યા પહેલા રાહુલ કલપેટ્ટામાં રોડ શોનું નેતૃત્વ કરીને પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ યૂપીના મુજફ્ફરનગરમાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાનના સમર્થનમાં જનસભાને સંબોધિત કરશે. સાથે જ મુરાદાબાદમાં લોકસભા કોર ગ્રુપની બેઠક કરશે. શરાબ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરૂદ્ધ દાખલ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. દેશ-દુનિયાથી જોડાયેલા અન્ય સમાચાર વાંચો અહીં.
ભાજપના હાઈકમાન્ડે નિર્દેશ આપ્યો છે કે, લોકસભાની રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રુપાલાને હટાવવામાં નહીં આવે. આ સમગ્ર મુદ્દે પરશોત્તમ રુપાલાએ જાહેરમાં માફિ માગી છે. સમગ્ર વિવાદને સમાપ્ત થવામાં સમય લાગશે. પાર્ટી હાઈકમાન્ડનું કહેવું છે કે, આ મુદ્દાને લઈને કોંગ્રેસ રાજકારણ કરી રહી છે.
દિલ્હી ભાજપના અધ્યક્ષે કહ્યું છે કે, આમ આદમી પાર્ટીની આતિશીને ભાજપે બદનક્ષીની નોટિસ ફટકારી છે. આતિશીએ એવો દાવો કર્યો હતો કે, ભાજપે વિશ્વાસપાત્ર મધ્યસ્થી દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે તેને ઈડીની ધરપકડથી બચવું હોય તો ભાજપમાં જોડાઈ જાય. આ મુદ્દે ભાજપે આતિશીને નોટિસ ફટકારી છે.
લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરો ઘડી કાઢવા માટે બીજેપી મેનિફેસ્ટો કમિટીની બીજી બેઠક, આવતીકાલે 4 એપ્રિલે બપોરે 3 વાગ્યાથી મળશે. પહેલી મીટીંગ 1 એપ્રિલના રોજ મળી હતી. જેમાં તમામ મેનિફેસ્ટો કમિટીના સભ્યોને સામાન્ય જનતા પાસેથી મળેલા સૂચનોની સમીક્ષા કરવા અને તેનો અભ્યાસ કરવા જણાવાયું હતું.
ઈન્ટરનેશનલ બોક્સર વિજેન્દર કુમારને લઈને મોટા સમાચાર છે. તેઓ આજે ભાજપમાં જોડાયા છે. વિજેન્દર કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી 2019ની ચૂંટણી લડ્યા હતા.
તિહાડ જેલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, જ્યારે કેજરીવાલ 1 એપ્રિલે જેલમાં પહોંચ્યા ત્યારે તેમનું વજન 65 કિલો હતું. તેના વજનમાં કોઈ ઘટાડો થયો નથી. તેનું વજન એમ નું એમ જ છે. કોર્ટના આદેશ અનુસાર તેમને ઘરે બનાવેલું ભોજન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલીસ એટલે કે જે લોકોની મદદ કરે, સેવા કરે અને લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરે,પરંતુ આ પોલીસ કોઈ માટે મુશ્કેલી બની જાય તો.. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારીના પત્નીએ તેના પતિને કારણે લગ્નના ફક્ત 45 દિવસમાં જ આપઘાત કરવો પડ્યો.
પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે વિરોધ ઉઠતો જોવા મળી રહ્યો છે. આણંદના ઉમરેઠમાં પણ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં વર્ગખંડોના CCTV તપાસવાની કામગીરી શરૂ કરાઇ હતી. અમદાવાદ શહેરની શાળાઓના સીસીટીવી તપાસતા 16 કોપીકેસના બનાવો સામે આવ્યા છે. વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન ના હોય ત્યારે વિદ્યાર્થીઓ પૂરવણી બદલતા, કાપલી કરતા કે એક બીજામાંથી જોતા હોવાનું સીસીટીવીમાં ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપતા 4 કેદી પણ કોપી કરતા ઝડપાયા છે.
રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી. આ પહેલા રાહુલે વાયનાડમાં મોટો રોડ શો કર્યો હતો.
કેરલ : વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રોડ શો કર્યો હતો.
#WATCH केरल: वायनाड से कांग्रेस उम्मीदवार राहुल गांधी ने नामांकन दाखिल करने से पहले कांग्रेस महासचिव प्रियंका गांधी वाड्रा के साथ रोड शो किया। pic.twitter.com/13kocU7JDH
— ANI_HindiNews (@AHindinews) April 3, 2024
(Credit Source : @AHindinews)
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી કેન્સરથી પીડિત છે. આ માહિતી તેણે પોતે આપી છે. તેણે કહ્યું કે, હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભાની ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં.
લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરમાં ‘આપ’ના સંગઠનમાં મોટું ગાબડું પડ્યુ છે. AAP શહેર પ્રમુખ કરસન કરમુરે રાજીનામું આપ્યું છે. તેમની સાથે ઉપપ્રમુખ આશિષ સોજીત્રા, આશિષ કટારીયાએ પણ રાજીનામું આપી લીધુ છે. અશ્વિન પ્રજાપતિ સહિત 17 હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે.
સંજય સિંહની પત્ની અનિતા સિંહ તેના વકીલ સાથે સંજય સિંહના જામીન બોન્ડ ભરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી છે. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે એક્સાઈઝ કેસમાં AAP સાંસદને જામીન આપ્યા હતા.
સામાન્ય રીતે એવુ બનતુ હોય છે કે રાજ્યોની અંદર આચારસંહિતા લાગ્યા બાદ કેબિનેટની બેઠક મળતી નથી.જો કે વર્તમાન NDA શાસિત કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. અગાઉ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, ચૂંટણી માટે 100 દિવસના એજન્ડા તૈયાર કરવાના છે. જે પછી આ ત્રીજી કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.
સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ AAP મંત્રી ગોપાલ રાયે બીજેપી પર આકરા પ્રહારો કર્યા છે. રાયે કહ્યું કે સંજય સિંહને બિનજરૂરી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
UP STFએ પેપર લીકના માસ્ટરમાઇન્ડ રાજીવ નયન મિશ્રાની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ પેપર લીકમાં સંડોવાયેલો છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક વધી ગયો છે. કેટલાક માથાભારે તત્વોએ મહેમદાવાદમાં અંગત અદાવતમાં કેટલાક વાહનોને આગચંપી કરી હોવાનું સામે આવ્યુ છે. તો કેટલાક લોકો સાથે મારામારી કરી હોવાની પણ ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં અંગત અદાવતમાં બે વિસ્તારોના લોકો વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. માથાભારે તત્વોએ 3 જેટલા વાહનોને આગચંપી કરી હતી. રેલવે ગરનાળા પાસે મારામારી અને આગચંપીની ઘટના બની છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના રહેઠાણ પાસે જ આ ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નડિયાદ હોસ્પિટલમાં ખસેડાયા છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટર બાદ અત્યાર સુધીમાં કુલ 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર ગઈ કાલે 2 એપ્રિલે થયું હતું.
સંભાજીનગરમાં ભયાનક આગમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ સમયે બ્લાસ્ટ થતા આ આગ લાગી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પર આજે પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન પહેલા રાહુલ ગાંધી કલપેટ્ટામાં રોડ શોનું નેતૃત્વ કરીને પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે.
ઈસ્તાંબુલના એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આમાં 29 લોકોના મોત થયા છે અને 7 લોકોની હાલત ગંભીર છે. લોકોનું માનવું છે કે આ આગ કોઈ કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા અનુસાર તુર્કીના ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં દિવસ દરમિયાન આગ ફાટી નીકળી હતી. તે સમયે અહીં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈસ્તાંબુલના ગવર્નર ઓફિસે જણાવ્યું કે, અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી સાતની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે.
તાઈવાનમાં આજે એક મોટો ભૂકંપનો ઝટકો આવ્યો છે. જેના કારણે આખો ટાપુ હલી ગયો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ. જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકિનાવા માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ 3 મીટર સુધીની સુનામીની ભવિષ્યવાણી કરી છે. લગભગ અડધા કલાક બાદ તેને કહ્યું કે સુનામીની પ્રથમ લહેર મિયાકો અને યેયામા ટાપુઓના દરિયાકિનારા પર આવી ચૂકી છે.
વડાપ્રધાન મોદી આજે ડિજિટલ નમો રેલીમાં પેજ પ્રમુખોને સંબોધિત કરશે
Published On - 6:15 am, Wed, 3 April 24