Surat શહેરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનાવવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પોલીસ બળ વધારવામાં અને પોલીસ સ્ટેશનો વધારવા માટેની કામગીરી કરવામાં આવે છે .જેમાં સુરત શહેરમાં વેસુ, સારોલી, અલથાણ, પાલ અને ઉત્રાણ એમ પાંચ નવા પોલીસ સ્ટેશનને મંજૂરી અપાઇ ગઈ છે.

Surat શહેરમાં પાંચ નવા પોલીસ સ્ટેશન બનાવવાની ગૃહમંત્રીએ જાહેરાત કરી
Gujarat Home Minister announced creation of five new police stations in Surat city
| Edited By: | Updated on: Jul 18, 2021 | 6:23 PM

સુરત(Surat)ની મુલાકાતે આવેલા ગુજરાતના  ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  સુરત શહેર  માટે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં  સુરતમાં વધુ પાંચ  પોલીસ સ્ટેશન(Police Station) નો ઉમેરો કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે વસ્તીનો સતત વધારો થઈ રહ્યો છે તેની સામે પોલીસ ફોર્સ પૂરતા પ્રમાણ નથી  તેથી  ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પોલીસ બળ વધારવામાં અને પોલીસ સ્ટેશનો વધારવા માટેની કામગીરી કરવામાં આવે છે .

સુરતની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શહેરના પોલીસ કમિશનર અજય તોમર અને શહેરના તમામ ધારાસભ્યો સાથે બેઠક માં યોજવમાં આવી જેની અંદર મહત્વના નિર્યણ ની જાહેરાત કરવામાં આવી કે સુરત શહેરના પોલીસ વિભાગમાં રિસ્ટ્રક્ચરિંગ માટે વધુ 5 નવા પોલીસ બનશે જેમાં કે શહેરમાં વેસુ, સારોલી, અલથાણ, પાલ અને ઉત્રાણ એમ પાંચ નવા પોલીસ સ્ટેશનને મંજૂરી અપાઇ ગઈ છે. જે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશન બનાવવા  માટેની કામગીરી કરવામાં આવશે.

આની સાથે શહેરના પોલીસ મહેકમ માં 1956 જેટલો વધારો કરવામાં આવ્યો છે અને શહેરમાં સીસીટીવી પ્રોજેકટ અંતર્ગત નવા 590 સીસીટીવી કેમેરા નવા સ્થાનો પર લાગવાશે જેથી શહેરમાં બનતા ગંભીર ના ઉકેલવા માટે પોલીસ માટે મહત્વની કડી સીસીટીવી સાબિત થાય છે આમ શહેર કુલ મળી 1376 સીસીટીવી કેમેરા થી સજ્જ થશે આ પ્રોજેકટ માટે 21.16 કરોડ રૂપિયા મંજુર કરાયા.

સુરતની મુલાકાત દરમ્યાન ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાતથી અનેક લાભો સુરત શહેરને થશે આ ઉપરાંત સુરત શહેરમાં પોલીસ માટે 3 કરોડના વ્હીકલ અને 1.23 કરોડના સાધનો મંજૂરીની પણ જાહેરાત કરવામાં આવી. જ્યારે સુરત સહિત ગુજરાત રાજ્યમાં 71 કરોડના ખર્ચે 10 હજાર જેટલા બોડી કેમેરા પોલીસ કર્મીઓને અપાશે.

આ પણ વાંચો :  Sara Ali Khan એ 30 સેકન્ડમાં દેખાડ્યા 15 એક્સપ્રેશન, ક્યુટનેસનાં ચાહકો થયા દિવાના

આ પણ વાંચો : Google નું નવુ ફિચર, આ રીતે કરી શકો છો છેલ્લી 15 મિનીટની સર્ચ હિસ્ટ્રીને ઑટો ડિલીટ

 

Published On - 6:20 pm, Sun, 18 July 21