Gujarat : રાજ્યમાં 17મી સપ્ટેમ્બર સુધી ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ

|

Sep 13, 2021 | 7:22 AM

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત મેઘમહેર થઇ રહી છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છેકે 17 સપ્ટેમ્બર સુધી રાજયમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ થશે.

હજુ 17 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત મેઘમહેર થઇ રહી છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છેકે 17 સપ્ટેમ્બર સુધી રાજયમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, દેવભુમિદ્વારકા, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, પોરબંદર, કચ્છ, જૂનાગઢ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ નોંધાયો

ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સવારે 5 વાગ્યે શરૂ થયેલો વરસાદ એકથી દોઢ કલાક સુધી વરસ્યો હતો. મળતા સમાચારો અનુસાર વહેલી સવારે લગભગ આખા અમદાવાદ શહેરમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં પૂર્વ વિસ્તારમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. પૂર્વના નરોડથી નારોલ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તો પશ્મિમ વિસ્તારમાં પણ વરસાદે મહેર કરી હતી. જેમાં પાલડી, અંજલી, વાસણા, વેજલપુર અને શ્યામલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં કેટલાક ઠેકાણે પાણી ભરાઇ ગયું છે.

 

આ પણ વાંચો : BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

Next Video