GUJARAT : અનેક શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રી પર પહોંચ્યો, આગામી 4 દિવસમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોંચશે

|

Mar 08, 2021 | 4:05 PM

GUJARAT : રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગની આગાહી છે.

GUJARAT : અનેક શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રી પર પહોંચ્યો, આગામી 4 દિવસમાં તાપમાન 40 ડીગ્રીને પાર પહોંચશે
રવિવાર સુધી ગુજરાતમાં જળવાઈ રહેશે ગરમીનું પ્રમાણ

Follow us on

GUJARAT : રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થયો છે.

ગાંધીનગરમાં ગરમીનો પારો 36 ડીગ્રીને પાર

અમદાવાદમાં ગરમીનો પારો 37.5 ડીગ્રી, તો ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં 36.4 ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડીગ્રી, વડોદરામાં 36.6 ડીગ્રી, સુરતમાં 35.5 ડીગ્રી, અમરેલીમાં 37.8 ડીગ્રી, ભાવનગરમાં 35.2 ડીગ્રી, રાજકોટમાં 37.6 ડીગ્રી સુરેન્દ્રનગરમાં 37.8 ડીગ્રી, મહુવામાં 35.6 ડીગ્રી, કેશોદમાં 35.2 ડીગ્રી, ભુજમાં 35 ડીગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કાળઝાળ ગરમી માટે તૈયાર રહો

હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે. ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.

અમદાવાદમાં 4 દિવસ બાદ ગરમી વધશે

અમદાવાદમાં આગામી 4 દિવસ બાદ ઉનાળો આકરો બન્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડીગ્રીએ પહોંચવાની પૂરી સંભાવના છે. શહેરમાં દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડીગ્રીની આસપાસ તાપમાન રહેશે, પરંતુ 13 માર્ચથી ગરમીનું જોર વધશે અને તાપમાન 40 ડીગ્રીએ પણ પહોંચી શકે છે. ગત રાત્રિએ 13.5 ડીગ્રી સાથે વલસાડમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

Next Article