સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો: જાણો શું કહ્યું હાઈકોર્ટે

|

Oct 07, 2021 | 8:54 PM

જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો. ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. 

સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટ કહ્યું કે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની જોગવાઈનું સરકાર પાલન કરે. તેમજ સરકારે બહાર પાડેલા જાહેરનામાની યોગ્ય અમલવારી કરે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સરકારે દિવ્યાંગોને ચાર ટકા અનામતનો લાભ આપવા અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. દિવ્યાંગોને અનામતનો લાભ મળે તે માટે હાઇકોર્ટમાં થયેલી અરજી બાદ રાજ્ય સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી કોર્ટમાં આ બાબતે અરજી કરાઈ હતી. અંધ, મુકબધીર, શારીરિક ખોડ ખાંપણ અને મલ્ટિપલ ડિસેબિલિટી માટે એક એક ટકા અનામત રાખવાની માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખીને અરજીનો નિકાલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષ 2016 ના કાયદા પ્રમાણે અનુસરવા આદેશ કર્યો છે.

 

આ પણ વાંચો: વાલીઓનો વિરોધ: ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ, સરકાર કરી રહી છે વિચારણા

આ પણ વાંચો: કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

Next Video