વાલીઓનો વિરોધ: ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ, સરકાર કરી રહી છે વિચારણા

દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારીમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. ત્યારે વડોદરાના વાલીઓએ શાળા શરુ કરવા મુદ્દે વિરોધ કર્યો છે.

દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારીમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સરકાર જ્યાં શાળા શરુ કરવાની વિચારણા કરી રહી છે. ત્યાં બીજી તરફ વાલીઓનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. વડોદરાના વાલીઓએ શાળા શરુ કરવા મુદ્દે વિરોધ કર્યો છે. ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓનોનું કહેવું છે કે સૌ પ્રથમ બાળકો માટેની રસી આવવા દો પછી શાળાઓ શરૂ કરવી જોઈએ. બાળકો માટેનો રસીકરણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાઓ શરૂ કરવાની માગ વડોદરાના વાલીઓએ કરી છે. ત્યારે દિવાળી પછી શાળાઓ શરૂ કરવાનો પણ મત અમુક વાલીઓનો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ સૂત્રો જણાવે છે. આ મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકોને સાથે રાખીને કમિટીની રચના કરાશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે તેમ વાઘાણીએ ઉમેર્યું છે. જિતુ વાઘાણીએ ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે તૈયારી કરી દીધી છે.

 

આ પણ વાંચો: કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

આ પણ વાંચો: Rajkot: જ્ઞાન કે ડીગ્રી વગર ધમધોકાર ચલાવતો હતો ડુપ્લિકેટ લેબોરેટરી, SOG એ આ રીતે પકડ્યો આરોપીને

Click on your DTH Provider to Add TV9 Gujarati