ગુજરાતમાં 1960થી 2021 સુધીના 61 વર્ષમાં 21 મુખ્યપ્રધાન બન્યા, સપ્ટેમ્બર મહિનામાં ઘટી અનેક રાજકીય ઘટનાઓ

|

Sep 11, 2021 | 5:36 PM

ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનામાં મહત્વની ઘટનાઓ ઘટતી આવી છે. ગુજરાતના 61 વર્ષના રાજકારણમાં ત્રણ મુખ્યપ્રધાનો સપ્ટેમ્બર મહિનામાં બદલાયા છે તો એકવાર રાષ્ટ્રપતિ શાસન પણ સપ્ટેમ્બર મહિનામાં લાદવામાં આવ્યુ છે.

ગુજરાતમાં 1960થી 2021 સુધીના 61 વર્ષમાં 21 મુખ્યપ્રધાન બન્યા, સપ્ટેમ્બર મહિનામાં ઘટી અનેક રાજકીય ઘટનાઓ
CM Vijay Rupani (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાંથી 1960માં અલગ પડ્યા બાદથી 2021 સુધીના 61 વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 21 મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે પાંચ વાર રાષ્ટ્રપતિ શાસન પણ ગુજરાતમાં લદાયુ હતુ. ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વની ઘટનાઓ બનતી આવી છે.

 

એક રીતે કહીએ તો ગુજરાતના રાજકારણ માટે સપ્ટેમ્બર મહિનો ભારે ઉથલપાથલનો રહ્યો છે. ગુજરાતના 21 પૈકી 3 મુખ્યપ્રધાન સપ્ટેમ્બર મહિનામાં બદલાયા છે તો એકવાર રાષ્ટ્રપતિ શાસન પણ સપ્ટેમ્બર મહિનામાં જ લદાયુ છે.

સપ્ટેમ્બર મહિનો અને ગુજરાતનું રાજકારણ

ગુજરાતના રાજકારણમાં સપ્ટેમ્બર મહિનામાં મહત્વની ઘટનાઓ ઘટતી આવી છે. ગુજરાતના 61 વર્ષના રાજકારણમાં ત્રણ મુખ્યપ્રધાનો સપ્ટેમ્બર મહિનામાં બદલાયા છે તો એકવાર રાષ્ટ્રપતિ શાસન પણ સપ્ટેમ્બર મહિનામાં લાદવામાં આવ્યુ છે. ગુજરાતના સૌપ્રથમ મુખ્યપ્રધાન ડો. જીવરાજ મહેતાએ 19મી સપ્ટેમ્બર 1993ના રોજ બદલાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમના સ્થાને મુખ્યપ્રધાન બનનારા બળવંતરાય મહેતાનું નિધન 19-09-1965ના રોજ થયુ હતુ. ભાજપના આંતરીક વિખવાદને લઈને શંકરસિંહે કરેલા બળવાને કારણે કેશુભાઈને સ્થાને મુખ્યપ્રધાન બનનાર સુરેશ મહેતાને 19-09-1996ના રોજ મુખ્યપ્રધાનપદેથી હટાવીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતુ.

મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કરનાર

પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરનારા મુખ્યપ્રધાનમાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી એમ ચાર જણાએ જ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા છે. જો કે હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષની ટર્મમાં મુખ્યપ્રધાનપદે રહીને પાંચ વર્ષ પૂરા કર્યા હતા. જ્યારે વિજય રૂપાણીએ બે ટર્મમાં મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી વધુ સમય રહેવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદી 7-10-2001થી 22-05-2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા છે.

ગુજરાતમાં પાંચ વાર લગાવાયુ હતુ રાષ્ટ્રપતિ શાસન

ગુજરાતની સ્થાપના કાળથી અત્યાર સુધીમાં પાંચ વાર રાષ્ટ્રપતિશાસન પણ લાદવામાં આવ્યુ છે. ગુજરાતમાં લાગેલા પાંચ વારના રાષ્ટ્રપતિ શાસનમાંથી ચાર વાર કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવ્યુ હતું. જ્યારે એકવાર ભાજપના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતું.

પહેલીવાર 13-05-1971થી 17-03-1972 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યુ હતુ તો બીજીવાર 9-02-1974થી 18-06-1975 સુધી, ત્રીજીવાર 12-03-1976થી 24-12-1976 સુધી લગાવવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં ચોથીવાર 17-02-1980થી 6-06-1980 સુધી અને પાંચમી વાર 19-09-1996થી 21-10-1996 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતુ.

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે , આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યની બેઠકમાં રહેશે હાજર

 

આ પણ વાંચો: કેમ બદલાયા વિજય રૂપાણી? જાણો ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં કોને કોને બદલ્યા?

Next Article