Gujarat Gram Panchayat election: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સરપંચ માટે 31 હજાર 359 ફોર્મ ભરાયા છે. અને સભ્ય માટે 1 લાખ 16 હજારથી વધુ ઉમેદવારી પત્રક ભરાયા છે. અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો, અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં આ ચૂંટણી માટે મતદાન થવાનું છે. જિલ્લામાં સરપંચ માટે 1 હજાર 956 અને સભ્ય પદ માટે 6 હજાર 583 ઉમેદવારી પત્રકો ભરાયા છે.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધારે સરપંચ અને સભ્યપદ માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. દસ્ક્રોઈ તાલુકામાં સરપંચ માટે 338 અને સભ્ય માટે 1 હજાર 210 ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યા છે.
ઉમેદવારીપત્રકો ભર્યા બાદ આગામી 6 ડિસેમ્બરના રોજ ફોર્મની થશે ચકાસણી કરવામાં આવશે. જ્યારે 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જે બાદ સરપંચ અને સભ્યપદ માટેના ઉમેદવારો સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 19 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં 10 હજાર 879 ગ્રામ પંચાયત માટે મતદાન થવાનું છે. જે માટે 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Corona Vaccination : વેક્સિનેશનમાં આ રાજ્યએ મારી બાજી, તમામ પુખ્ત વયના લોકોને મળી ગયા વેક્સિનના બંને ડોઝ
આ પણ વાંચો: ઓમિક્રોનથી અમદાવાદમાં ફફડાટ, વેક્સિન લેવા લોકોએ લગાવી દોટ: બેદરકાર બનેલી પ્રજા જાગી!