VIDEO: મુસ્લિમ દેશોમાં ગુજરાત સરકાર ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન માટે રોડ શો કરશે

|

Jan 03, 2020 | 7:35 AM

રાજ્ય સરકારે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવે તે માટે ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી દવે તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ દેશ-વિદેશનો પ્રવાસ કરશે.   Web Stories View more […]

VIDEO: મુસ્લિમ દેશોમાં ગુજરાત સરકાર સ્ટડી ઈન ગુજરાત અભિયાન માટે રોડ શો કરશે

Follow us on

રાજ્ય સરકારે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવે તે માટે ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને રાજય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી દવે તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ દેશ-વિદેશનો પ્રવાસ કરશે.

 

જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024

મહત્વની વાત એ છે કે રાજ્યની 22 સરકારી અને ખાનગી યુનિવસિર્ટી ‘સ્ટડી ઈન ગુજરાત’ અભિયાનમાં જોડાશે. હાલ રાજયમાં પ્રોફેશનલ કોર્ષમાં 1 લાખ કરતા વધારે બેઠકો ખાલી રહે છે, ત્યારે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરે તે માટે 14 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી સુધી પશ્ચિમ એશિયાના દેશોમાં રોડ શૉ કરવામાં આવશે. ભારતના 10 શહેરોમાં પણ રોડ શૉનું આયોજન કરાયું હોવાની માહિતી ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને મંજૂરી આપવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં મેડિકલ, એન્જીનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનું બંધ કર્યું હતું. હાલ ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષમાં એક લાખ કરતા વધુ બેઠકો ખાલી રહે છે, ત્યારે આગામી સમયમાં રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને વિદ્યાર્થીઓની સંખ્યા મળી રહે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં પશ્ચિમ એશિયામાં 16થી 22 જાન્યુઆરી દરમિયાન રોડ શૉ યોજવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમાં 16 જાન્યુઆરીએ કુવૈત, 17-18 જાન્યુઆરીએ દુબઈમાં, 19-20 જાન્યુઆરીએ મસ્ક્ત અને 21-22 જાન્યુઆરીએ રિયાધમાં રોડ શૉ યોજાશે. જેમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ અને કોર્ષ વિશે માહિતી અપાશે. ગુજરાતની નામાંકિત કહી શકાય તેવી યુનિવર્સિટીઓમાં સેપ્ટ, ગણપત યુનિવર્સિટી, આઈઆઈટી રામ, જી એન એલ યૂ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલ દેશ-વિદેશનાં 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને માહિતી મળી રહે તે માટે ‘સ્ટડી ઈન ગુજરાત’ વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: યુવા વૈજ્ઞાનિકોને PM મોદીની અપીલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધો

Next Article