GANDHINAGAR : આજે ગુજરાતના મુખ્યપ્રધાનપદે શપથ લઈને ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના 61 વર્ષના કાર્યકાળમાં 17માં મુખ્યપ્રધાન બન્યા છે. ગુજરાતની સ્થાપના બાદ, આજદીન સુધીમાં સૌથી વઘુ વાર મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ચાર વાર મુખ્યપ્રધાન બન્યા છે. તો માધવસિંહ સોલંકી ત્રણ વાર, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને બાબુભાઈ જસભાઈ પટેલ બે-બે વાર મુખ્યપ્રધાન બન્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યમાંથી 1960માં અલગ પડ્યા બાદથી 2021 સુધીના 61 વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 વ્યક્તિઓ મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે ગુજરાતમાં પાંચ વાર રાષ્ટ્રપતિ શાસન પણ લદાયુ હતુ. ગુજરાતના 17 પૈકી 3 મુખ્યપ્રધાન સપ્ટેમ્બર મહિનામાં બદલાયા છે. તો એક વાર રાષ્ટ્રપતિ શાસન પણ સપ્ટેમ્બર મહિનામાં જ લદાયુ છે.
મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કરનાર
પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂરા કરનારા મુખ્યપ્રધાનમાં હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી એમ ચાર જણાએ જ મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા છે. જો કે હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષની ટર્મમાં મુખ્યપ્રધાનપદે રહીને પાંચ વર્ષ પૂરા કર્યા હતા. જ્યારે વિજય રૂપાણીએ બે ટર્મમાં મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષ પૂરા કર્યા હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી વધુ સમય રહેવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદી 7-10-2001થી 22-05-2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યાં છે.
ગુજરાતમાં પાંચ વાર લગાવાયુ હતુ રાષ્ટ્રપતિ શાસન
ગુજરાતની સ્થાપના કાળથી અત્યાર સુધીમાં પાંચ વાર રાષ્ટ્રપતિશાસન પણ લાદવામાં આવ્યુ છે. ગુજરાતમાં લાગેલા પાંચ વારના રાષ્ટ્રપતિ શાસનમાંથી ચાર વાર કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવ્યુ હતું. જ્યારે એકવાર ભાજપના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતું.
પહેલીવાર 13-05-1971થી 17-03-1972 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યુ હતુ. તો બીજીવાર 9-02-1974થી 18-06-1975 સુધી, ત્રીજીવાર 12-03-1976થી 24-12-1976 સુધી લગાવવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં ચોથીવાર 17-02-1980થી 6-06-1980 સુધી અને પાંચમી વાર 19-09-1996થી 21-10-1996 સુધીના સમયગાળામાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ હતુ.
ગુજરાતના મુખ્યપ્રધાન અને તેમનો કાર્યકાળ
ડો. જીવરાજ મહેતા
01-05-1960 થી 19-09-1963
બળવંતરાય મહેતા
19-09-1963થી 19-09-1965
હિતેન્દ્ર દેસાઈ
19-09-1965થી 12-05-1971
રાષ્ટ્રપતિ શાસન
13-05-1971થી 17-03-1972
ઘનશ્યામ ઓઝા
17-03-1972થી 17-07-1973
ચીમનભાઈ પટેલ
17-07-1973થી 9-02-1974
રાષ્ટ્રપતિ શાસન
9-02-1974થી 18-06-1975
બાબુભાઈ જસભાઈ પટેલ
18-06-1975થી 12-03-1976
રાષ્ટ્રપતિ શાસન
12-03-1976થી 24-12-1976
માધવસિંહ સોલંકી
24-12-1976થી 10-04-1977
બાબુભાઈ જસભાઈ પટેલ
11-04-1977થી 17-02-1980
રાષ્ટ્રપતિ શાસન
17-02-1980થી 6-06-1980
માધવસિંહ સોલંકી
7-06-1980થી 6-07-1985
અમરસિંહ ચૌધરી
6-07-1985થી 9-12-1989
માધવસિંહ સોલંકી
10-12-1989થી 3-03-1990
ચીમનભાઈ પટેલ
4-03-1990થી 17-02-1994
છબીલદાસ પટેલ
17-02-1994થી 13-03-1995
કેશુભાઈ પટેલ
14-03-1995થી 21-10-1995
સુરેશચંદ્ર મહેતા
21-10-1995થી 19-09-1996
રાષ્ટ્રપતિ શાસન
19-09-1996થી 21-10-1996
શંકરસિંહ વાઘેલા
23-10-1996થી 27-10-1997
દિલીપભાઈ પરીખ
28-10-1997થી 4-03-1998
કેશુભાઈ પટેલ
4-03-1998થી 6-10-2001
નરેન્દ્ર મોદી
7-10-2001થી 22-05-2014
આનંદીબહેન પટેલ
2-05-2014થી 7-08-2016
વિજય રૂપાણી
7-08-2016થી 11-09-2021
આ પણ વાંચોઃ Bhupendra Patel: જાણો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કેવા છે પડકારો ?
આ પણ વાંચોઃ કેમ ભાજપે નવા સીએમ તરીકે Bhupendra Patelની વરણી કરી ? 2022 વિધાનસભા ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક