ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ વધારો કરાયો છે. ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે. આગામી વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર વિધેયક બિલ રજૂ કરશે.
અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવવા જઇ રહી છે. વિધાનસભા ગૃહમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવા બાબતનુ વિધેયક રજુ કરશે. આ પહેલા ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. ત્યારે હવે ફરીથી ગેઝેટ બહાર પાડી ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલર કરવા માટે સુધારા વિધેયક લવાશે.
હવે ઇમ્પેક્ટ ફીનો સમય ચાર મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે કે 16 જૂન સુધીની અવધી લંબાવવામાં આવી છે. જે પહેલા તેવા સંલગ્ન બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. એટલે કહી શકાય તે આ સતત ત્રીજી વખત કાયદાની અંદર અનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા માટે ઇમ્પેક્ટ ફી લાગુ કરવામાં આવશે અને આ માટેનો સમયગાળો વધારવામાં આવ્યો છે.
શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે.આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.
(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)
Published On - 3:37 pm, Tue, 21 February 23