Gujarat: ખાતરનો ભાવ વધારો અને ડેપો બંધ કરાતા ખેડૂતોમાં આક્રોશ, ભાવ વધારો પાછો ખેંચવા માંગ

|

Feb 27, 2021 | 9:20 PM

પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાતરના ભાવોમાં પણ ભડકો સર્જાતા ધરતીપૂત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતોએ ખાતરના ભાવોમાં થયેલા વધારાનો વિરોધ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ભાવ ઘટાડાની માગ કરી.

Gujarat: પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાતરના ભાવોમાં પણ ભડકો સર્જાતા ધરતીપૂત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતોએ ખાતરના ભાવોમાં થયેલા વધારાનો વિરોધ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ભાવ ઘટાડાની માગ કરી. આ તરફ ખાતરના ભાવોમાં વધારા મુદ્દે અમરેલીના ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો. ખાતરમાં ભાવવધારા બાદ આજથી ડેપોમાં ખાતર મળતું બંધ કરાતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે તો મહેસાણામાં પણ જગતના તાતનો પારો સાતમા આસમાને છે અને ખેડૂતો અસહ્ય ભાવ વધારાને પાછો ખેંચવાની માગ કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: ગુજરાતમાં CORONAનો કહેર, સતત ત્રીજા દિવસે પણ 400થી વધુ કેસ

Next Video