ગુજરાતમાં CORONAનો કહેર, સતત ત્રીજા દિવસે પણ 400થી વધુ કેસ

ગુજરાતમાં CORONA વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં CORONA વાયરસના દૈનિક નવા કેસ વધવાની સાથે મરણદર ઘટી રહ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યમાં પણ વધારો થયો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 27, 2021 | 8:30 PM

ગુજરાતમાં CORONA વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં CORONA વાયરસના દૈનિક નવા કેસ વધવાની સાથે મરણદર ઘટી રહ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યમાં પણ વધારો થયો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ 400થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 27 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 451 કેસો સામે આવ્યા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.  

 

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 105 કેસો, જ્યારે સુરતમાં 84, વડોદરામાં 71 અને રાજકોટમાં 55 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઈને 328 દર્દીઓ સાજા થયા છે, આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,62,815 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

 

 

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે જ કોરોનાના એક્ટીવ કેસોમાં પણ વધારો થયો છે. ગઈકાલે 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 2,136 હતી, જ્યારે આજે 27 ફેબ્રુઆરીના દિવસે કોરોનાના એક્ટીવ કેસો વધીને 2,258 થયા છે. 

 

આ પણ વાંચો: રાજ્યમાં ખાતરના ભાવ મુદ્દે રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">