ગુજરાતમાં(Gujarat) મહેસૂલ વિભાગમાં(Revenue Department) ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સરકારે 134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના(Transfer) આદેશો કર્યા છે.ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગના ચાલી રહેલી ગેરરીતિ અંગે લાલ આંખ કરી હતી. તેમજ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રજાકીય કામમાં ગેરરીતિ કરનારા લોકોએ તે છોડશે નહિ. તેમજ તેમણે પોતે જ અનેક વાર અલગ અલગ જિલ્લામાં થયેલી મહેસૂલી ગેરરીતિ અંગે તપાસ પણ કરી હતી. તેમજ સરકારને તેના લીધે થયેલા નુકશાનનું આકલન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે લોકોએ ફરિયાદની સાથે સાથે તેના પુરાવા પણ રજૂ કરવા જણાવ્યું હતું જેના લીધે સરકાર તેમની વિરુદ્ધ એક્શન પણ લઇ શકે.
આ પણ વાંચો : બનાસ ડેરીમાં દૂધની વિક્રમજનક આવક, એક દિવસમાં અધધ 90.58 લાખ લીટર દૂધની આવક
આ પણ વાંચો : Ahmedabad વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક વિચિત્ર અકસ્માત, એકનું મોત
Published On - 8:43 am, Thu, 3 February 22