Gujarat Corona Update: રાજ્યમાં ત્રીજા દિવસે પણ કોરોનાના 100થી ઓછા નવા કેસ, 3,013 એક્ટિવ કેસ

|

Jun 30, 2021 | 9:02 PM

Gujarat corona cases: રાજ્યમાં આજે 30 જૂનના રોજ 304 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,451 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Gujarat Corona Update: રાજ્યમાં ત્રીજા દિવસે પણ કોરોનાના 100થી ઓછા નવા કેસ, 3,013 એક્ટિવ કેસ
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Cases: રાજ્યમાં 28 જૂનના રોજ 14 મહિના બાદ 100થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા હતા. ત્યારબાદ આજે 30 જૂનના રોજ ત્રીજા દિવસે પણ 100થી ઓછા એટલે કે 90 કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

 

કોરોના નવા 90 કેસ, 3 દર્દીના મૃત્યુ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

રાજ્યમાં આજે 30 જૂનના રોજ કોરોનાના નવા 90 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,523 થઈ છે અને મૃત્યુઆંક 10,059 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, વડોદરા શહેરમાં 1 અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.

 

અમદાવાદમાં 18 નવા કેસ

રાજ્યમાં આજે 30 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8, રાજકોટમાં 4, જામનગરમાં 3, ગાંધીનગરમાં 2 અને જુનાગઢ 2 તેમજ ભાવનગર શહેરમાં 3 કોરોના વાયરસના નોંધાયા છે. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.

 

304 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 3,013 થયા

રાજ્યમાં આજે 30 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 304 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,451 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.41 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 3,013 થયા છે, જેમાં 09 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 3,004 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

 

આજે 2.84 લાખ લોકોનું રસીકરણ

રાજ્યમાં આજે 30 જૂને 2,84,125 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,52,058 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,77,991 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 258 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 10,447 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45થી વધુ ઉંમરના 46,375 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45થી વધુ ઉંમરના 70,358 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,52,058 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 4,647 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.

 

આ પણ વાંચો : Vaccination: ફરજિયાત રસીકરણને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, ફરજિયાત રસીકરણની સમય મર્યાદા લંબાવાઈ

Next Article