Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની ભયંકર સ્થિતિ, 4 હજારથી વધુ નવા કેસ, 35 દર્દીઓના મૃત્યુ

|

Apr 08, 2021 | 8:26 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4021 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની ભયંકર સ્થિતિ, 4 હજારથી વધુ નવા કેસ, 35 દર્દીઓના મૃત્યુ
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875, અને 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.

4021 કેસ, 35 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4021 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 35 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 14, અમદાવાદમાં 9, રાજકોટમાં 4, વડોદરા 3 અને અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 951 અને સુરતમાં 723 કેસ
રાજ્યમાં આજે 8 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379, જામનગરમાં 104, ભાવનગરમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક્ટીવ કેસ વધીને 20,473 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 7 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 18684 એક્ટીવ કેસ હતા, જે આજે 8 એપ્રિલે વધીને 20,473 થયા છે.જેમાં 182 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 20,291 લોકોની સારવાર ચાલી રહી છે.

2197 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 8 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2197 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,07,346 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 92.44 ટકા થયો છે.

આજે 2,71,550 લોકોને કોરોનાની રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 8 અપ્રિલના દિવસે કુલ 2,71,550 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 74,04,864 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 9,27,976 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે આઠમો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 2,17,929 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47100 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 83,32,840 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Next Article