Gujarat Corona Update: ગુજરાતમાં હાલ લોકડાઉન નહી, શાળા કોલેજ અંગે આજે નિર્ણયઃ વિજય રૂપાણી

Gujarat Corona Update: ગુજરાતમાં હાલ લોકડાઉન નહી, શાળા કોલેજ અંગે આજે નિર્ણયઃ વિજય રૂપાણી

| Updated on: Mar 18, 2021 | 12:47 PM

Gujarat Corona Update: ગુજરાતમાં હાલ લોકડાઉન નહી લદાય તેવી સ્પષ્ટતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં શાળા અને કોલેજ અંગે આજ (18 માર્ચ 2021) સાંજ સુધીમાં નિર્ણય લેવાશે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ઝડપથી વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતીત બન્યા છે. કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા માટે સરકારે કેટલાક પગલા લીધા છે. જેમાં દોઢ લાખને બદલે ત્રણ લાખ લોકોને રોજ કોરોનાની વેક્સિન આપવામાં આવે તેવી જોગવાઈ કરાઈ રહી છે. RT-PCRની ચકાસણી કરવા લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેમાં રોજ 60,000 લોકોનુ પરીક્ષણ કરાશે. કોરોના સંક્રમિત થયેલા છેલ્લા દિવસોમાં કોને કોને મળ્યા તેની તપાસ કરીને બાકીના લોકોને સાવચેત રહેવા કહેવાશે. ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટ્યા હતા. તેના કારણે લોકોમાં બેફિકર બન્યા હતા. દવાઈ અને કડાઈનું સૂત્ર ઢીલુ બન્યુ હતું. નિયમોનું ચુસ્ત પાલન નહોતુ થતુ. પરંતુ હવે રોજના 1150ની આસપાસ કેસ આવી રહ્યાં છે ત્યારે ઢીલાશ ચાલે નહી. સરકારે તમામ હોસ્પિટલની સુવિધા વધારી છે. બિનજરૂરી હેરફેર ના કરે તેવી પ્રજાને અપિલ છે. સૌના સાથ સહકારથી ગુજરાતને સેફ ગુજરાત બનાવી શકીશુ. સરકારી અને ખાનગી હોસ્પિટલની જે સુવિધા અગાઉ હતી તે જ પ્રકારે રાખીશુ. હાલ 6000 બેડની સંખ્યા રાખી છે. જેટલા કેસ આવે છે તેનાથી ત્રણ ગણા બેડની સંખ્યા રાખવાનો નિર્ણય કર્યો છે. ગૃહ અને આરોગ્ય વિભાગને સ્પષ્ટ સુચના છે. તમામ નિયમોનું કડકાઈથી અમલ કરવા આદેશ અપાયો છે. ગુજરાતમાં લોકડાઉન લગાવવાનો કોઈ પ્રશ્ન નથી, શાળા કોલેજ અંગે આજે (18 માર્ચ 2021) નિર્ણય કરશે તેમ મુખ્યપ્રધાન નિજય રૂપાણીએ જણાવ્યુ હતું.