Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ, 100થી વધુ મૃત્યુ

|

Apr 18, 2021 | 8:19 PM

Gujarat Corona Update : રાજ્યમાં એક્ટીવ કેસ 60 હજારને પાર થયા તો અત્યાર સુધીના કોરોનાના કુલ કેસ 4 લાખને પાર થયા છે.

Gujarat Corona Update :  રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ, 100થી વધુ મૃત્યુ
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં આજે 18 એપ્રિલે પહેલીવાર કોરોનાના 10 હજાર હજાર કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે અને સાથે પહેલી વાર એક જ દિવસમાં કોરોનાના કારણે 100 થી વધુ દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે.

10,340 નવા કેસ, 110 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 18 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 10,340 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 110 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, મહાનગરો અને જિલ્લાઓ પ્રમાણે મૃત્યુઆંક જોઈએ તો

અમદાવાદમાં – 28 (1 મૃત્યુ જિલ્લામાં),
સુરતમાં – 28 (4 મૃત્યુ જિલ્લામાં)
રાજકોટમાં – 10 (2 મૃત્યુ જિલ્લામાં),
વડોદરામાં – 10 (2 મૃત્યુ જિલ્લામાં),
સુરેન્દ્રનગર – 7 મૃત્યુ,
જામનગરમાં – 6 (3 મૃત્યુ જિલ્લામાં),
ગાંધીનગરમાં – 5 (4 મૃત્યુ જિલ્લામાં),
ભરૂચમાં – 3

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બનાસકાંઠા, મહેસાણા મોરબી, સાબરકાંઠા માં 2-2 દર્દીઓના મૃત્યુ અને અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને ખેડામાં 1-1 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5377 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,04,569 થઇ છે.

અમદાવાદમાં 3641 અને સુરતમાં 1929 કેસ
રાજ્યમાં આજે 18 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 3641, સુરતમાં 1929, રાજકોટમાં 683, વડોદરામાં 325, જામનગરમાં 234, ભાવનગરમાં 114, ગાંધીનગરમાં 71 અને જુનાગઢમાં 52 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદવાદમાં પહેલીવાર 3600 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

3981 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 18 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3981 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,37,545 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 84.61 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 61,647 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 17 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 55,398 એક્ટીવ કેસ હતા, જે આજે 18 એપ્રિલે વધીને 61,647 થયા છે.જેમાં 329 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 61,318 લોકોની સારવાર ચાલી રહી છે.

આજે 1,17,468 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 18 અપ્રિલના દિવસે કુલ 1,17,468 લોકોને રસી અપાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 88,80,954 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 14,07,058 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 65,901 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 43,966 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,02,88,012 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Next Article