Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 3 હજારથી વધુ નવા કેસ, એક્ટીવ કેસો 16 હજારને પાર

|

Apr 05, 2021 | 7:44 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3160 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 3 હજારથી વધુ નવા કેસ, એક્ટીવ કેસો 16 હજારને પાર
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 અને 4 એપ્રિલે 2875 નવા કેસ સામે આવ્યાં બાદ 5 માર્ચે કોરોનાના નવા 3 હજારથી વધુ કેસ સામે આવ્યાં છે.

3160 કેસ, 15 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 5 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 3160 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 15 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 7, અમદાવાદમાં 6 અને ભાવનગર તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,21,598 થઇ છે.

અમદાવાદમાં 773 અને સુરતમાં 603 કેસ
રાજ્યમાં આજે 4 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 773, સુરતમાં 603, વડોદરામાં 216 અને રાજકોટમાં 283, જામનગરમાં 70, ભાવનગરમાં 60 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક્ટીવ કેસ વધીને 16,252 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 4 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 15135 એક્ટીવ કેસ હતા, જે આજે 5 એપ્રિલે વધીને 16,252 થયા છે.જેમાં 167 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 16,085 લોકોની સારવાર ચાલી રહી છે.

2028 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 5 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2028 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,00,765 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.52 ટકા થયો છે.

આજે 3,00,280 લોકોને કોરોનાની રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 5 અપ્રિલના દિવસે કુલ 3,00,280 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 67,62,638 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,10,126 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે પાંચમો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 2,73,041 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 25,345 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,72,764 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Next Article