Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની ગતિ યથાવત, સતત ચોથા દિવસે 2200 થી વધુ કેસ, મૃત્યુઆંક 4500ને પાર

|

Mar 30, 2021 | 8:31 PM

Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા છે, 10 દર્દીઓના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાની ગતિ યથાવત, સતત ચોથા દિવસે 2200 થી વધુ કેસ, મૃત્યુઆંક 4500ને પાર
રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270 અને 29 માર્ચે 2252 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 30 માર્ચે સતત ચોથા દિવસે 22૦૦થી વધુ કેસ સામે આવ્યાં છે.

2220 નવા કેસ, 10 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 30માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ 5, સુરતમાં 4 અને વડોદરામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,05,387 થઇ છે તેમજ મૃત્યુઆંક વધીને 4510 થયો છે.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં નોધાયેલા કોરોનાના નાવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં નવા નોધાયેલા કેસોમાં 50 ટકા જેટલા કેસો માત્ર આમદાવાદ અને સુરતમાંથી જ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક્ટીવ કેસ વધીને 12,263 થયા
રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પબ વધારો થઇ રહ્યો છે. 23 ડિસેમ્બરે રાજ્યના 95 દિવસ બાદ એક્ટીવ કેસોનો આંકડો 11,૦૦૦ ને પાર થયો હતો, તેના 6 દિવસમાં જ રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 12,૦૦૦ ને પાર થયો છે. રાજ્યમાં હાલ 12,263 એક્ટીવ કેસો છે, જેમાં 147 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,116 લોકોની સારવાર ચાલી રહી છે.

1988 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 30 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં 1988 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,88,565 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.51 ટકા થયો છે.

કુલ 53,89,349 લોકોને રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 47,45,494 વ્યકિતઓને કોરોનાનો પ્રથમ ડોઝ અને 6,43,855 વ્યકિતઓને કોરોનાનોબીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 53,89,349 લોકોને રસી અપાઈ છે. આજે 90 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 90 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,59,057 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 11,107 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ ૨સીના કારણે ગંભીર આડઅસ૨ જોવા મળેલ નથી.

Next Article