Gujarat Corona Update : રાજ્યમાં 11,084 નવા કેસ, 121 દર્દીઓના મૃત્યુ, 14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

|

May 09, 2021 | 8:46 PM

Gujarat Corona Update : રાજ્યમાં 9 મે ના રોજ સતત બીજા દિવસે 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 11,084 નવા કેસ, 121 દર્દીઓના મૃત્યુ, 14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 9 મે ના રોજ બીજા દિવસે પણ 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

11,084 નવા કેસ, 121 મૃત્યુ
રાજ્યમાં આજે 9 મે ના રોજ કોરોનાના નવા 11,084 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 121 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,80,412 થઇ છે અને મૃત્યુઆંક 8394 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અમદાવાદ : શહેરમાં 18, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 6, જિલ્લામાં 7 મૃત્યુ
જામનગર : શહેરમાં 8, જિલ્લામાં 6 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ

અમદાવાદમાં 2883 કેસ, સુરતમાં 839 કેસ
રાજ્યમાં આજે 9 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2883, સુરતમાં 839, વડોદરામાં 790, રાજકોટમાં 351, જામનગરમાં 348 અને ભાવનગરમાં 224 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 483, રાજકોટ જિલ્લામાં 395, વડોદરા જિલ્લામાં 371 નવા કેસો નોંધાયા છે.

14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 9 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 14,770 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,33,004 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 78.27 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,39,614 થયા છે, જેમાં 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,38,828 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં કુલ 1,35,41,635 રસીકરણના ડોઝ અપાયા
અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 32,14,079 વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું. આમ કુલ 1,35,41,635 ૨સીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું ૨સીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 24,886 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું ૨સીકરણ કરાયુ. અત્યા૨ સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ ૨સીના કારણે ગંભીર આડઅસ૨ જોવા મળેલ નથી. (Gujarat Corona Update)

Next Article