AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

ગુજરાતમાં 08 ડિસેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:31 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 67 કેસ નોંધાયા છે. જે મંગળવારે નોંધાયેલા 65 કેસ કરતાં બે વધારે છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 દર્દીઓ સાજા થયા છે.

જ્યારે અત્યાર સુધી કોરોનાના 8,17, 361 દર્દીઓ હરાવ્યો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 73 ટકા થયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 417 થઈ છે. જેમાં આઠ લોકો વેન્ટિલેટર પર છે જયારે 409 લોકો તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 10095 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 11, જામનગરમાં 07, વડોદરા શહેરમાં 07, સુરત જિલ્લામાં 04, બનાસકાંઠામાં 03, વલસાડમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, કચ્છમાં 02, નવસારી 02, તાપીમાં 02 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ ઉપરાંત રાજયના મુખ્ય સમાચારો આ મુજબ છે 

1  Vibrant Gujarat Summit 2022: દુબઈમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો મુલાકાતનો પ્રારંભ, યુએઇએના મંત્રી સાથે બેઠક યોજી

Vibrant Gujarat Summit 2022: ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( Cm Bhupendra Patel) તેમની દુબઈ (Dubai) મુલાકાતનો પ્રારંભ દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એક્સ્પોમાં યુએઇ પેવેલિયનની મુલાકાતથી કર્યો હતો. તેમણે યુએઇના ટોલરન્સ એન્ડ કો એકઝિસ્ટન્સ મંત્રી શેખ નહ્યાન બિન મબારક અલ નહ્યાન સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી.

અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક 

અમદાવાદના(Ahmedabad)બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સના(Drugs)મામલે પોલીસને વધુ એક કડી હાથ લાગી છે. ડ્રગ્સનો મુખ્ય આરોપી વંદિત પટેલ અને તેની ગેંગ બંધ મકાનના એડ્રેસ(Address) પર ડ્રગ્સ મંગાવતા હોવાનું ખુલ્યુ છે.. જેને લઈ અમદાવાદમાં 20 થી વધુ એડ્રેસ પર ડ્રગ્સ મગાવનાર મકાન માલિકને પોલીસે(Police)નોટિસ ફટકારી છે.

Gram Panchayat Election : ધોરાજી તાલુકાના જમનાવડમાં ગ્રામ પંચાયત સમરસ થઈ, ગ્રામજનોએ યુવા સરપંચ પર વિશ્વાસ કાયમ રાખ્યો

Gram Panchayat Election : રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)તાલુકાના જમનાવડમાં (Jamnavad village) ગ્રામ પંચાયત સમરસ (Gram Panchayat Samaras) થઈ છે. લોકોએ ગત ટર્મમાં યુવા સરપંચ રહી ચૂકેલા હિતેશ વાઘમસી (Hitesh Waghamsi)અને પંચાયતના તમામ સભ્યોને બિન હરીફ ચૂંટી કાઢયા છે.

SURAT : લગ્નની લાઇટે પ્લેનનું લેન્ડિંગ અટકાવ્યું, 45 મિનિટ સુધી પ્લેન હવામાં ફરતું રહ્યું, લાઇટ બંધ કરીને લેન્ડ થયું

SURAT :  શું જમીન પર સળગતી લાઇટનો પ્રકાશ પ્લેનના લેન્ડિંગને રોકી શકે છે? અજુગતું લાગશે પણ ગુજરાતના ડૂમસમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક લગ્ન સમારંભમાં સળગતી હાઇ બીમ લાઇટે એરક્રાફ્ટના પાઇલટને મૂંઝવણમાં મૂકી દીધી હતી. પ્રકાશ એટલો તેજ હતો કે તેની આંખો અંધ થઈ ગઈ હતી, ત્યારબાદ પાઈલટે ફરીથી વિમાનને હવામાં લઈ લીધું અને લગભગ 45 મિનિટ સુધી ફરતું રહ્યું.

5  RAJKOT : ઑમિક્રૉનને લઇને IMAએ જાહેર કરી માર્ગદર્શિકા, દસ મહત્વના સૂચનો જાહેર કર્યા

RAJKOT : હાલ સમગ્ર વિશ્વમાં ફરી કોરોનાની દહેશત ફેલાઇ છે. તેમાંપણ કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉન વાયરસથી ખળભળાટ મચ્યો છે. ત્યારે રાજકોટમાં ઑમિક્રૉન વાઇરસને લઈને IMAએ માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનીય છેકે ઑમિક્રૉન વાયરસને લઇને સ્વનિર્ભર શાળા સંચાલકોએ IMA પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેને અનુસંધાને આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શિકા જાહેર કરી છે.

Follow Us
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">